કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૨. ઍકવેરિયમમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ઍકવેરિયમમાં| નિરંજન ભગત}} <poem> તરે છ માછલી, ન જિંદગી સ્મરે...")
(No difference)

Revision as of 15:07, 9 July 2021

૩૨. ઍકવેરિયમમાં

નિરંજન ભગત

તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી?

અહીં પ્રકાશ,
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ.

નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની,
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.

વેંત વેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું.

મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી,
અગમ્ય શી ગણી.

તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી!




(બૃહદ છંદોલય, પૃ. ૨૦૫)