સવાસો વર્ષની વાર્તાઓ/એકલવાયો જીવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|એકલવાયો જીવ|સૌદામિની મહેતા}}
{{Heading|એકલવાયો જીવ|સૌદામિની મહેતા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 31: Line 30:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રમાણે કાગળોની પરંપરા ચાલુ રહેતી હતી. બિચારા પેસ્તનજી માટે મારો જીવ બળતો હતો એટલે હું એમને હંમેશ કાગળ લખી આપતો હતો. પેસ્તનજી મારી પાસે કાગળ લખાવવા આવતા હતા, પણ એમના પર જે જવાબ આવતા હશે તે વંચાવવા કદી નહોતા આવતા. તેથી મને જરા નવાઈ લાગતી હતી. પણ પારકી પંચાત કોણ કરે, એમ ધારી એ વિષે હું એમને કંઈ પુછતો નહીં. થોડા દિવસ પછી પેસ્તનજી આવીને કહે કે, ‘આજે લખો કાગળ વ્હાલા ભાઈ પેસ્તનજીને.’ મેં કહ્યું, ‘શેઠ, એમ કેમ બને? તમને જ કાગળ લખવાનો?’  પેસ્તનજી જરા મૂંઝાઈ ગયા અને પછી સહેજ અકળાઈને બોલ્યા, ‘એ તો મારા કાકાના છોકરાનું નામ પણ પેસ્તનજી છે. અમારા પારસીઓમાં તો કાકા કાકાના છોકરાઓનાં એનાં એ નામ હોય છે.’  કોણ જાણે કેમ એણે આ વાત તરત ઉપજાવી કાઢેલી હોય એવું મને લાગ્યું. છતાં મેં એમના કહેવા પ્રમાણે એક લાંબો લચક કાગળ લખી આપ્યો, પેસ્તનજી કાગળના સરનામાં કદી મારી પાસે કરાવતા નહીં, અને તે વિષે હું પૂછપરછ કરતો નહીં. બે દિવસ પછી હું ઓફિસમાંથી પાછા આવતો હતો, ત્યારે અમારા ઘર પાસેની ‘કે. રૂસ્તમ’ની દવાની દુકાનમાં પેસ્તનજી બેઠા હતા અને ત્યાંના એક માણસ પાસે મેં લખી આપેલો પેસ્તનજી ઉપરનો કાગળ વંચાવતા હતા. તે વખતે તો હું ઘેર ચાલી ગયો. પણ કલાક પછી 'કે, રૂસ્તમ'ની દુકાનમાં જઈ પેલા સેલ્સમેનને મેં પૂછ્યું, “પેલા પેસ્તનજી કોનો કાગળ વંચાવતા હતા?" એ દુકાનવાળાએ કહ્યું, “અરે, વાત મૂકોને એ ડોસાની! એને કોઈ સગાંવ્હાલાં નથી; અમસ્તા તમારી પાસે ખોટા ખોટા કાગળો લખાવી સંતોષ માને છે. છેલ્લાં પાંચ વર્ષથી જુદા જુદા લોકો પાસે આવા કલ્પિત કાગળો લખાવે છે. એટલે હવે તો એ પોતે એમ ચોક્કસ માને છે કે બેંગ્લોરમાં એમનો છોકરો કેકી રહે છે અને કલકત્તામાં છોકરી ગુલ રહે છે.”

પેસ્તનજીની કરુણુ કથા સાંભળીને મને બહુ દુ:ખ થયું. ઘડપણમાં એકલવાયું જીવન કેવું કારમું લાગતું હશે એ વિચારથી મને ત્રાસ થયો.  માણસોથી ઊભરાતા મુંબઈ શહેરમાં, ગરીબ બિચારા પેસ્તનજીનું પોતાનું કહેવાય એવું કોઈ નહોતું. મુંબઈમાં અડોશીપડોશીને પણુ એકબીજાની ઝાઝી પરવા નથી હોતી. પેસ્તનજીને તો મુંબઈમાં શું પણ આખી દુનિયામાં પોતાનું આપ્તજન કોઈ ન હતું! કેવું ભયંકર એકલવાયાપણું લાગતું હશે?’
પેસ્તનજીની કરુણ કથા સાંભળીને મને બહુ દુ:ખ થયું. ઘડપણમાં એકલવાયું જીવન કેવું કારમું લાગતું હશે એ વિચારથી મને ત્રાસ થયો.  માણસોથી ઊભરાતા મુંબઈ શહેરમાં, ગરીબ બિચારા પેસ્તનજીનું પોતાનું કહેવાય એવું કોઈ નહોતું. મુંબઈમાં અડોશીપડોશીને પણ એકબીજાની ઝાઝી પરવા નથી હોતી. પેસ્તનજીને તો મુંબઈમાં શું પણ આખી દુનિયામાં પોતાનું આપ્તજન કોઈ ન હતું! કેવું ભયંકર એકલવાયાપણું લાગતું હશે?’
એક રાત્રે સીનેમા જોઈને ઘેર આવતો હતો ત્યારે, પેસ્તનજીને ઘેર ડોકિયું કરતો જાઉં, એમ ધારીને તેમના ઓરડામાં ગયો. બિચારા પેસ્તનજીને ખૂબ તાવ આવેલો હતો. અને એ તકીઆ તળે મેં લખેલા તેમ જ બીજા લોકો પાસે લખાવેલા કાગળો દબાવીને સૂતા હતા. મેં તેમની સાથે વાત કરવાને પ્રયાસ કર્યો. પણ એ તાવના ઘેનમાં કંઈ બરાબર બોલી શક્યા નહીં. તે આખી રાત હું તેમની પથારી પાસે બેસી રહ્યો. બીજે દિવસે એમની માંદગી વધી એટલે એમને હોસ્પિટલમાં લઈ જવાનો મેં વિચાર કર્યો. બધી તૈયારી થઈ ત્યારે પેસ્તનજીએ પોતાની એક પેટીમાંથી સરસ રેશમી રૂમાલ મારી પાસે કઢાવ્યો અને પેલા બધા કાગળો મારી પાસે એમાં બંધાવ્યા, અને હોસ્પિટલમાં સાથે લઈ લીધા. અને પછી મને કહ્યું, ‘જો હું મરી જાઉં તો આ કાગળનું પોટલું દરિયામાં નાંખી દેજો.’

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 57: Line 56:
લખવાનો આરંભ લગભગ 1925 આસપાસ કર્યો છે એવું એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે. એમની વાર્તાઓમાં બંગાળી પરિવેશ, પાત્રો આવ્યાં કરે છે. વાર્તાઓ અતિશય નબળી છે. અહીં લીધેલી ‘એકલવાયો જીવ’ વાર્તામાં પરિવેશ મુંબઈનો છે. પડોશના પેસ્તજી કાગળ લખાવવા આવે. કથાનાયક એમના દીકરા, દીકરી પર કાગળ લખી આપે. પેસ્તજી કાગળ વંચાવવા કદી નથી આવ્યા. કથાનાયકને કુતૂહલ થાય છે. એને ખબર પડે છે કે પેસ્તજીને કોઈ સગું છે જ નહીં. આ કાગળો લખાવવા એ એમના મનને બહેલાવવાના કારસા છે. મરતી વખતે પેસ્તજી બધા કાગળ પોટલીમાં બાંધી દરિયામાં પધરાવવાનું સોંપે છે. વૃદ્ધની વેદના વાર્તાનાયકની સાથે આપણને પણ સ્પર્શી જાય છે.

{{HeaderNav2
{{HeaderNav2
|previous =  વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા
|previous =  વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા
|next =  જો હું વાર્તાની નાયિકા હોત તો...
|next =  જો હું વાર્તાની નાયિકા હોત તો...
}}
}}

Latest revision as of 01:45, 18 September 2024

એકલવાયો જીવ

સૌદામિની મહેતા

વીસ વર્ષ કલકત્તામાં નોકરી કર્યા પછી મારી બદલી મુંબઈ થઈ ત્યારે ઘર મેળવવાની પારાવાર મુશ્કેલીમાં હું મૂંઝાયો હતો. ત્યાં એકાએક કોલાબાની પોસ્ટઓફિસ પાસે એક જૂના ખડીઆખડખડ મકાનમાં મને બે ઓરડા મળી ગયા. જાણે કોઈ મોટો મહેલ મને વારસામાં મળ્યો હોય એટલો આનંદ થયો. મારા ઓરડાવાળું મકાન લગભગ સો વર્ષ પહેલાં બંધાયું હશે એમ લાગતું હતું, અને છેલ્લાં દસેક વર્ષથી તેને રંગાવ્યું કે ધોળાવ્યું નહીં હોય એમ જણાતું હતું. મેં મારે પૈસે મારા બે ઓરડા અંદરથી ધોળાવી લીધા અને બને તેટલું ચોખ્ખું ઘર કરવાનો પ્રયાસ કર્યો. મારા મકાનના નીચલા માળમાં એક ઘરડો પારસી બિચારો છેક એકલો રહેતો હતો. એક કામ કરનારી ઘાટણ સવાર સાંજ એને માટે પારસી વીશીમાંથી ખાવા નાનો ડબ્બો મૂકી જતી હતી. રોજ સવાર સાંજ દાદર ચડતાં ઊતરતાં ઘરડા પારસીને એકલો આરામખુરસી પર બેઠેલો જોતો ત્યારે મને મારી વૃદ્ધાવસ્થાની બીક લાગતી હતી. ઘડપણમાં આવું એકલવાયું જીવન ગાળવું પડશે તો કેવું વસમું લાગશે? શું સહુના જીવનની સંધ્યા આવી ઝાંખી અને નિસ્તેજ લાગતી હશે? એવા એવા અનેક વિચારોના તરંગો મારા મગજમાં ઊઠતા. એ પારસી ગૃહસ્થનું નામ પેસ્તનજી હતું. તેમની ઉંમર લગભગ પોણસો વર્ષની હશે. ઘણાં વર્ષોથી તે આમ જ એકલો રહેતો હતો. એક રવિવારે સવારે હું છાપું વાંચતો હતો, ત્યાં પેસ્તનજી મારા ઓરડામાં આવી પહોંચ્યા અને એક કલાક બેસીને પોતાના જીવનની ઘણી વાતો કરી. છેવટે ઊઠતાં કહ્યું, ‘સુરેશભાઈ, મારૂ એક કામ કરશો?’ મેં કહ્યું, ‘ખુશીથી, સાહેબ, ફરમાવો.’ પેસ્તનજી મોં મલકાવીને બોલ્યા, ‘મારે એક કાગળ મારા છોકરાને લખવો છે. પણ મારાથી હવે આંખે બરાબર દેખાતું નથી; તે તમે જરા લખી આપશો?’ મેં કહ્યું, ‘જરૂર, જરૂર, જ્યારે કાગળ લખાવવો હોય ત્યારે ખુશીથી આવજો. પણ મને તમારી પારસી ભાષા લખતા નહીં આવડે.’ પેસ્તનજી ગૌરવભયું સ્મિત કરી બોલ્યા, ‘તેનો કંઈ વાંધો નહીં. મારો કેકી શુદ્ધ ગુજરાતી લખીબોલી જાણે છે.’ તે પછી ચાર પાંચ દિવસ પછી પેસ્તનજી હાથમાં બે ચાર નોટપેપર લઈને કાગળ લખાવવા આવ્યા. એ પોતાની પારસી ભાષામાં બોલતા જાય અને હું મારી પોતાની ભાષામાં કાગળ લખતો જાઉં. આખો કાગળ લખાઈ રહ્યો એટલે મેં એમને કાગળ વાંચી સંભળાવ્યો. કાગળ નીચે પ્રમાણે હતો:

“વ્હાલા દીકરા કેકી,

હમણું ઘણા દિવસથી તારો કાગળ નથી, તેથી મને બહુ ફિકર થાય છે. તને બુઢ્ઢા બાપની દયા નથી આવતી? તારા કાગળ આવે છે ત્યારે હું કેટલો ખુશ થાઉં છું, તેની તને કયાં ખબર છે? હવે છોકરાંઓને નિશાળમાં રજા પડે ત્યારે તું બધાને લઈને અહીં આવજે. અને જો તે ના બને તો મને ત્યાં લઈ જજે. બેંગલોરની સારી હવાથી મારી તબિયત સુધરશે; અને નાના ફલી અને અદીને રમાડવાથી મારું દિલ ખુશ થશે.

લિ. બાવાજીની ભલી દુવા વાંચજે.”

પેસ્તનજી કાગળ લખાવીને ચાલી ગયા, ત્યારે મને વિચાર આવ્યો કે એમનો છોકરો કેકી ખરેખર નિર્દય હોવો જોઈએ કે આવા ઘરડા બાપને એકલા રહેવા દે છે, અને વળી કાગળેય નથી લખતો. મને મનમાં થયું કે, ‘ધિક્કાર છે આવા દીકરાઓને!' ત્યારપછી તો વારંવાર પેસ્તનજી પોતાની છોકરી પર, જમાઈ પર, બહેન પર, ભાઈ પર કાગળો લખાવી જતા. એક વખત પોતાની છોકરી ગુલ ઉપર બહુ લાગણીભર્યો કાગળ લખાવી ગયા. તે નીચે પ્રમાણે હતો.

“લાડકી દીકરી ગુલ,

તારો વ્હાલસોયો કાગળ વાંચી હું બહુ જ ખુશ થયો. મારી દીકરી આટલી દૂર કલકત્તામાં રહે છે તો ચે રોજ મને યાદ કરે છે, જાણીને મને ખૂબ સંતોષ થયો. તારા જેવી લાગણીવાળી છોકરીનો હું બાપ છું તેથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. છોકરાઓ તો પરણ્યા એટલે પારકા થઈ જાય. પણ છોકરીઓ તો પરણીને દુનિયાના ગમે તે છેડે જાય પણ માબાપને ભૂલે નહીં. તારાં મમ્માની પણ તું કેટલી લાડકી હતી! અને તેમની છેલ્લી માંદગીમાં તેં એમની કેટલી ચાકરી કરી હતી! જ્યારે ખુદાએ તે ભલી બાઈને બેલાવી લીધી, ત્યારે આપણે બે જણ એક બીજાને બાઝીને કેટલું રડયાં હતાં, તે યાદ કરું છું ત્યારે મારી આંખમાં હજી પણ આંસુ આવી જાય છે. વ્હાલી દીકરી, તું જલદી અહીં આવજે કેમકે મારાથી હવે એકલાં રહેવાતું નથી.

લિ. તારા બાવાજીની ભલી દુવા વાંચજે.”

આ પ્રમાણે કાગળોની પરંપરા ચાલુ રહેતી હતી. બિચારા પેસ્તનજી માટે મારો જીવ બળતો હતો એટલે હું એમને હંમેશ કાગળ લખી આપતો હતો. પેસ્તનજી મારી પાસે કાગળ લખાવવા આવતા હતા, પણ એમના પર જે જવાબ આવતા હશે તે વંચાવવા કદી નહોતા આવતા. તેથી મને જરા નવાઈ લાગતી હતી. પણ પારકી પંચાત કોણ કરે, એમ ધારી એ વિષે હું એમને કંઈ પુછતો નહીં. થોડા દિવસ પછી પેસ્તનજી આવીને કહે કે, ‘આજે લખો કાગળ વ્હાલા ભાઈ પેસ્તનજીને.’ મેં કહ્યું, ‘શેઠ, એમ કેમ બને? તમને જ કાગળ લખવાનો?’ પેસ્તનજી જરા મૂંઝાઈ ગયા અને પછી સહેજ અકળાઈને બોલ્યા, ‘એ તો મારા કાકાના છોકરાનું નામ પણ પેસ્તનજી છે. અમારા પારસીઓમાં તો કાકા કાકાના છોકરાઓનાં એનાં એ નામ હોય છે.’ કોણ જાણે કેમ એણે આ વાત તરત ઉપજાવી કાઢેલી હોય એવું મને લાગ્યું. છતાં મેં એમના કહેવા પ્રમાણે એક લાંબો લચક કાગળ લખી આપ્યો, પેસ્તનજી કાગળના સરનામાં કદી મારી પાસે કરાવતા નહીં, અને તે વિષે હું પૂછપરછ કરતો નહીં. બે દિવસ પછી હું ઓફિસમાંથી પાછા આવતો હતો, ત્યારે અમારા ઘર પાસેની ‘કે. રૂસ્તમ’ની દવાની દુકાનમાં પેસ્તનજી બેઠા હતા અને ત્યાંના એક માણસ પાસે મેં લખી આપેલો પેસ્તનજી ઉપરનો કાગળ વંચાવતા હતા. તે વખતે તો હું ઘેર ચાલી ગયો. પણ કલાક પછી 'કે, રૂસ્તમ'ની દુકાનમાં જઈ પેલા સેલ્સમેનને મેં પૂછ્યું, “પેલા પેસ્તનજી કોનો કાગળ વંચાવતા હતા?" એ દુકાનવાળાએ કહ્યું, “અરે, વાત મૂકોને એ ડોસાની! એને કોઈ સગાંવ્હાલાં નથી; અમસ્તા તમારી પાસે ખોટા ખોટા કાગળો લખાવી સંતોષ માને છે. છેલ્લાં પાંચ વર્ષથી જુદા જુદા લોકો પાસે આવા કલ્પિત કાગળો લખાવે છે. એટલે હવે તો એ પોતે એમ ચોક્કસ માને છે કે બેંગ્લોરમાં એમનો છોકરો કેકી રહે છે અને કલકત્તામાં છોકરી ગુલ રહે છે.” પેસ્તનજીની કરુણ કથા સાંભળીને મને બહુ દુ:ખ થયું. ઘડપણમાં એકલવાયું જીવન કેવું કારમું લાગતું હશે એ વિચારથી મને ત્રાસ થયો. માણસોથી ઊભરાતા મુંબઈ શહેરમાં, ગરીબ બિચારા પેસ્તનજીનું પોતાનું કહેવાય એવું કોઈ નહોતું. મુંબઈમાં અડોશીપડોશીને પણ એકબીજાની ઝાઝી પરવા નથી હોતી. પેસ્તનજીને તો મુંબઈમાં શું પણ આખી દુનિયામાં પોતાનું આપ્તજન કોઈ ન હતું! કેવું ભયંકર એકલવાયાપણું લાગતું હશે?’ એક રાત્રે સીનેમા જોઈને ઘેર આવતો હતો ત્યારે, પેસ્તનજીને ઘેર ડોકિયું કરતો જાઉં, એમ ધારીને તેમના ઓરડામાં ગયો. બિચારા પેસ્તનજીને ખૂબ તાવ આવેલો હતો. અને એ તકીઆ તળે મેં લખેલા તેમ જ બીજા લોકો પાસે લખાવેલા કાગળો દબાવીને સૂતા હતા. મેં તેમની સાથે વાત કરવાને પ્રયાસ કર્યો. પણ એ તાવના ઘેનમાં કંઈ બરાબર બોલી શક્યા નહીં. તે આખી રાત હું તેમની પથારી પાસે બેસી રહ્યો. બીજે દિવસે એમની માંદગી વધી એટલે એમને હોસ્પિટલમાં લઈ જવાનો મેં વિચાર કર્યો. બધી તૈયારી થઈ ત્યારે પેસ્તનજીએ પોતાની એક પેટીમાંથી સરસ રેશમી રૂમાલ મારી પાસે કઢાવ્યો અને પેલા બધા કાગળો મારી પાસે એમાં બંધાવ્યા, અને હોસ્પિટલમાં સાથે લઈ લીધા. અને પછી મને કહ્યું, ‘જો હું મરી જાઉં તો આ કાગળનું પોટલું દરિયામાં નાંખી દેજો.’

* * *

પેસ્તનજીના મરણ પછી બીજે દિવસે હું તેમના કાગળોની પોટલી લઈને કફ પરેડને દરિયે ગયો અને દરિયામાં કાગળો પધરાવ્યા. પણ જાણે પેસ્તનજીના કાગળોનો તિરસ્કાર કરતો હોય તેમ સમુદ્ર થોડી થોડી વારે મોજા સાથે કાગળની પોટલી કિનારા પર પાછી મોકલતો હતો. કોઈ નિર્દોષ બાળક દરિયામાં નહાતાં નહાતાં જરા વધારે આગળ નીકળી જાય તો રાક્ષસી મોજા તેને ઘડીકમાં ગળી જાય. પણ આ બિચારી નિર્જીવ પોટલીનો ભોગ દરિયાને જોઈતો નહોતો. અગાધ સમુદ્રની વિશાળતાનો વિચાર કરતો હું ઊભો હતો, એટલામાં માછીના બે છોકરાઓ હોડી સજ્જ કરી માછલી પકડવા જવા તૈયાર થયા. મેં એમને પેસ્તનજીની પોટલી સોંપી અને ભરદરિયે તેને પાણીમાં પધરાવવાનું કહ્યું. હોડી મધદરિયે પહોંચી ત્યાં સુધી હું કિનારે ઊભો રહ્યો. આકાશમાં પશ્ચિમ દિશામાં અદ્ભૂત સુંદર સોનેરી રંગ થયો હતો. વાદળાંના ઘાટ અને રંગ ક્ષણે ક્ષણે બદલાતા હતા. જે ક્ષણે સૂર્ય છેક અસ્ત થયો તેજ ક્ષણે પેલા માછીના છોકરાઓએ પેસ્તનજીની પોટલી દરિયામાં પધરાવી દીધી. માત્ર છ મહિના માટે મારે પેસ્તનજીની મૈત્રી થઈ. તે પહેલાં એમનું નામ સુદ્ધાં સાંભળ્યું નહોતું. છતાં આજે કોઈ સ્વજનને સ્મશાનમાંથી બાળીને ઘેર જતાં જે લાગણી થાય તે મને થતી હતી. રાત્રે ઘેર જઈ સૂઈ ગયો તો યે સ્વપ્નામાં પેસ્તનજી બારણામાં કાગળ લઈને ઊભા હોય એવું દેખાયું.

વાર્તા અને વાર્તાકાર :

સૌદામિની મહેતા (૧૮-૧૧-૧૯૦૩ થી ૧૭-૧૨-૧૯૮૯)
વાર્તાકાર, અનુવાદક.
રમણભાઈ નીલકંઠના દીકરી.

એક વાર્તાસંગ્રહ :

એકલવાયો જીવ (1954) 13 વાર્તા

‘એકલવાયો જીવ’ વાર્તા વિશે :