17,185
edits
(+1) |
No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 40: | Line 40: | ||
બાલસહજ નિર્દોષતાથી નાનીએ માતાની સલાહના શબ્દો બોલી સંભળાવ્યા. અને એ સાંભળતાં જ પમીને પલકભરમાં આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. એ સ્તબ્ધ બની ગઈ. થોડી વારે એણે નંદુને પૂછયું : | બાલસહજ નિર્દોષતાથી નાનીએ માતાની સલાહના શબ્દો બોલી સંભળાવ્યા. અને એ સાંભળતાં જ પમીને પલકભરમાં આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. એ સ્તબ્ધ બની ગઈ. થોડી વારે એણે નંદુને પૂછયું : | ||
તારા મનમાં તો એવું કંઈ નથી ને? તારે કંઈ જ ડરવાનું કારણ નથી. ડૉક્ટરે સર્ટિફિકેટ આપ્યું છે. ચોખ્ખું લખી આપ્યું છે કે એ કંઈ વાંધો નથી... શી સંભાળ રાખવાની એ પણ એમણે મને સમજાવ્યું છે. મને સ્પર્શ કરનારને વાંધો નહીં આવે...' | તારા મનમાં તો એવું કંઈ નથી ને? તારે કંઈ જ ડરવાનું કારણ નથી. ડૉક્ટરે સર્ટિફિકેટ આપ્યું છે. ચોખ્ખું લખી આપ્યું છે કે એ કંઈ વાંધો નથી... શી સંભાળ રાખવાની એ પણ એમણે મને સમજાવ્યું છે. મને સ્પર્શ કરનારને વાંધો નહીં આવે...' | ||
એને યાદ આવી ડૉક્ટરકાકાની વાત. સાચું જ કહેતા હતા ડૉક્ટરકાકા. | |||
૫મી, હવે તારે અહીં રહેવાની જરૂર નથી. તું તારે ઘેર જઈ શકે છે. તું કહેતી હોય તો ઘેર લખીને જણાવું કે તને લઈ જાય.' | ૫મી, હવે તારે અહીં રહેવાની જરૂર નથી. તું તારે ઘેર જઈ શકે છે. તું કહેતી હોય તો ઘેર લખીને જણાવું કે તને લઈ જાય.' | ||
'ના ડોક્ટરકાકા, હું અચાનક જઈને ઊભી રહીશ. નંદુને ખૂબ આનંદ થશે.' | 'ના ડોક્ટરકાકા, હું અચાનક જઈને ઊભી રહીશ. નંદુને ખૂબ આનંદ થશે.' | ||
Line 58: | Line 58: | ||
આખા દિવસની માનસિક તાણથી થાકેલી પમીને ઘડીક એક ઝોકું આવી ગયું. અચાનક જાગીને જોયું તો નંદુ હજી આવ્યો ન હતો. હજી સુધી શું કરે છે કે પછી બહાર જ સૂઈ ગયો છે? જોઉં તો ખરી. એમ વિચારીને એ બહાર નીકળી. દીવાનખાનામાં પરિવાર-મેળો જામ્યો હતો. વાતચીત બધી પતી ગઈ હોય અને સહુ વિખેરાવાની તૈયારીમાં હોય એમ લાગતું હતું. | આખા દિવસની માનસિક તાણથી થાકેલી પમીને ઘડીક એક ઝોકું આવી ગયું. અચાનક જાગીને જોયું તો નંદુ હજી આવ્યો ન હતો. હજી સુધી શું કરે છે કે પછી બહાર જ સૂઈ ગયો છે? જોઉં તો ખરી. એમ વિચારીને એ બહાર નીકળી. દીવાનખાનામાં પરિવાર-મેળો જામ્યો હતો. વાતચીત બધી પતી ગઈ હોય અને સહુ વિખેરાવાની તૈયારીમાં હોય એમ લાગતું હતું. | ||
'સવારે સહુ ધ્યાન રાખજો. તમારાં દાતણ પાણિયારે માટલાની પાછળ મૂક્યાં છે. આળસમાં ને આળસમાં આગળનાં દાતણ ખેંચશો મા. એનો હાથ લાગેલો હશે.' | 'સવારે સહુ ધ્યાન રાખજો. તમારાં દાતણ પાણિયારે માટલાની પાછળ મૂક્યાં છે. આળસમાં ને આળસમાં આગળનાં દાતણ ખેંચશો મા. એનો હાથ લાગેલો હશે.' | ||
સરસ્વતી સહુને સલાહ આપી રહી હતી. | |||
‘અને હા... ડાબા હાથે રાખેલો પાણીનો પ્યાલો પણ કોઈ ન લેશો.’ | ‘અને હા... ડાબા હાથે રાખેલો પાણીનો પ્યાલો પણ કોઈ ન લેશો.’ | ||
પમીના મનમાં ચરરર થયું. પણ એ ધીરજ ધરીને ઊભી રહી. | પમીના મનમાં ચરરર થયું. પણ એ ધીરજ ધરીને ઊભી રહી. | ||
Line 122: | Line 122: | ||
ક્યારેક એટલે ક્યારે એ સવાલ નંદુ પૂછવા ધારે તોય બીજી સવારે પમીનો પત્તો ન હતો. | ક્યારેક એટલે ક્યારે એ સવાલ નંદુ પૂછવા ધારે તોય બીજી સવારે પમીનો પત્તો ન હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|('કથાસંગ્રહ')}} | {{right|('કથાસંગ્રહ')}}<br> | ||
{{center|❖}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પેટે દીકરો નહીં પાણો પડ્યો | |previous = પેટે દીકરો નહીં પાણો પડ્યો | ||
|next = દુષ્ચક્ર | |next = દુષ્ચક્ર | ||
}} | }} |
edits