નારીસંપદાઃ નાટક/ભવની ભવાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભવની ભવાઈ}} <poem> (ભવાઈની સ્તુતિ સંભળાય છે. કેટલાક લોકો હિજરત કરીને જતા દેખાય છે - નદીકિનારે કેટલાક હરિજનોએ પડાવ નાખ્યો છે. એમાંનું એક બાળક મા પાસે જીદ કરે છે.) બાળક : મા! મા! મારે ઘર...")
 
No edit summary
Line 59: Line 59:
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
(રાજા દેખાય છે. તૈયાર થઈને બે રાણી સાથે મંદિરમાં જાય છે. પૂજારી આવકાર આપે છે.)
(રાજા દેખાય છે. તૈયાર થઈને બે રાણી સાથે મંદિરમાં જાય છે. પૂજારી આવકાર આપે છે.)
એક હતો રાજા  
:::એક હતો રાજા  
બબ્બે તેની રાણી  
:::બબ્બે તેની રાણી  
દીકરા વિના તોય એની  
:::દીકરા વિના તોય એની  
આંખે આવે પાણી!
:::આંખે આવે પાણી!
પૂજારી : પધારો પધારો મહારાજ, પધારો!  
પૂજારી : પધારો પધારો મહારાજ, પધારો!  
મહારાજનો જય હો!
મહારાજનો જય હો!
Line 69: Line 69:
(રાજા મંદિરમાંથી નીકળી મહેલમાં આવે છે. રાજાના મહેલમાં દુર્ગંધ આવે છે. રાજા અને રંગલો વાત કરે છે.)
(રાજા મંદિરમાંથી નીકળી મહેલમાં આવે છે. રાજાના મહેલમાં દુર્ગંધ આવે છે. રાજા અને રંગલો વાત કરે છે.)
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
રંગલો :  મહારાજને ઘણી ખમ્મા!
રંગલો :  મહારાજને ઘણી ખમ્મા!
રાજા :  રંગલા! આ શું?
રાજા :  રંગલા! આ શું?
Line 95: Line 94:
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
(ભંગીઓ દીકરો પરણાવીને પાછા વળતા હોય છે. સ્ત્રીઓ ગીત ગાય છે.)
(ભંગીઓ દીકરો પરણાવીને પાછા વળતા હોય છે. સ્ત્રીઓ ગીત ગાય છે.)
ગીત
:::ગીત
અમે ઇંદરડી ગૉમ લૂંટી આયા  
:::અમે ઇંદરડી ગૉમ લૂંટી આયા  
વીવા હુઆ રંગેચંગે  
:::વીવા હુઆ રંગેચંગે  
ભલે રૂએ કંકુડીનો બાપ  
:::ભલે રૂએ કંકુડીનો બાપ  
વીવા હુઆ રંગે ચંગે  
:::વીવા હુઆ રંગે ચંગે  
અલ્યા કૉનિયા, તું નેચું ના જોશ  
:::અલ્યા કૉનિયા, તું નેચું ના જોશ  
વીવા હુઆ રંગે ચંગે
:::વીવા હુઆ રંગે ચંગે
તારે રોટલાનો થિયો રૂડો જોગ  
:::તારે રોટલાનો થિયો રૂડો જોગ  
વીવા હુઆ રંગે ચંગે!  
:::વીવા હુઆ રંગે ચંગે!  
(સિપાઈ આવે છે.)
:::(સિપાઈ આવે છે.)
ભંગી : અ રામરામ બાપલા! રામરામ! પાય લાગું બાપજીના.
ભંગી : અ રામરામ બાપલા! રામરામ! પાય લાગું બાપજીના.
મોટો સિપાઈ : એ રામરામ કરે છે પણ હમણાં મરામરા થઈ જશે.
મોટો સિપાઈ : એ રામરામ કરે છે પણ હમણાં મરામરા થઈ જશે.
Line 112: Line 111:
સિપાઈ : તો પછી હાલો દરબારે!
સિપાઈ : તો પછી હાલો દરબારે!
(ભંગીઓ માંહોમાંહે વાત કરે છે.)  
(ભંગીઓ માંહોમાંહે વાત કરે છે.)  
દરબારે તો…
:::દરબારે તો…
(ભંગીઓની વાતચીત)
:::(ભંગીઓની વાતચીત)
અરે - આ તો ભારે થઈ!  
:::અરે - આ તો ભારે થઈ!  
આ તો આફત આવી!  
:::આ તો આફત આવી!  
અરે પધરાવોને, એટલે -  
:::અરે પધરાવોને, એટલે -  
હા, હા, આપી દો! આપી દો!  
:::હા, હા, આપી દો! આપી દો!  
હા, હા, પતાવી નાખો.
:::હા, હા, પતાવી નાખો.
પધરાવો ને!  
:::પધરાવો ને!  
હું આ પતાવી આવું.  
:::હું આ પતાવી આવું.  
હા.
:::હા.
જાઓ, જાઓ!
:::જાઓ, જાઓ!


(વરનો બાપ મોટા સિપાઈને પૈસા આપે છે.)
(વરનો બાપ મોટા સિપાઈને પૈસા આપે છે.)
Line 233: Line 232:
ગીત
ગીત
રંગલો : હું તો કહું આ સમામાં મેલા દિલવાળી ભૂંડી  
રંગલો : હું તો કહું આ સમામાં મેલા દિલવાળી ભૂંડી  
ભૂતળના ભાર જેવી નારીઓ અપાર છે!  
:::ભૂતળના ભાર જેવી નારીઓ અપાર છે!  
કેશ કાળા, નેણ કાળાં, મન એનું કાળું કાળું-  
:::કેશ કાળા, નેણ કાળાં, મન એનું કાળું કાળું-  
સાચું કહું? સાચું? કાળાં મનની કરનાર છે!  
:::સાચું કહું? સાચું? કાળાં મનની કરનાર છે!  
છેતરે ધણીને, વળી છેતરે છે જગતને,  
:::છેતરે ધણીને, વળી છેતરે છે જગતને,  
છેતરપિંડી જ એની જિંદગીનો સાર છે!  
:::છેતરપિંડી જ એની જિંદગીનો સાર છે!  
સામી કદી મળશો ન નારી એ જ માગું હરિ  
:::સામી કદી મળશો ન નારી એ જ માગું હરિ  
એને લીધે ઝેર જેવો આખો આ સંસાર છે!
:::એને લીધે ઝેર જેવો આખો આ સંસાર છે!
રંગલી : સાંભળી રંગલી કહે નારી ભલે ગમે તેવી  
રંગલી : સાંભળી રંગલી કહે નારી ભલે ગમે તેવી  
નરનું ન સાંભળો, એ જુઠ્ઠાનો સરદાર છે.  
:::નરનું ન સાંભળો, એ જુઠ્ઠાનો સરદાર છે.  
સાચાંખોટાં બહાનાં કાઢી રઝળતી નારી મેલી  
:::સાચાંખોટાં બહાનાં કાઢી રઝળતી નારી મેલી  
ભમરાની પેઠે એને ભમવાનો પ્યાર છે!  
:::ભમરાની પેઠે એને ભમવાનો પ્યાર છે!  
પથ્થરનું દિલ એનું પીગળે નહીં કદીયે  
:::પથ્થરનું દિલ એનું પીગળે નહીં કદીયે  
કાળાં કામો કરવામાં એને કશી વાર છે?  
:::કાળાં કામો કરવામાં એને કશી વાર છે?  
અન્યના શું દોષ જુએ નીરખે જો આયનામાં  
:::અન્યના શું દોષ જુએ નીરખે જો આયનામાં  
જોશે કે તે પોતે કેવો દોષનો ભંડાર છે!
:::જોશે કે તે પોતે કેવો દોષનો ભંડાર છે!
રંગલો : ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી  
રંગલો : ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી  
સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે!  
:::સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે!  
ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી  
:::ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી  
તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે!
:::તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે!
રંગલી : ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં  
રંગલી : ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં  
કાઢે ભૂંડી ગાળો અરે, તેને ધિક્કારે છે!  
:::કાઢે ભૂંડી ગાળો અરે, તેને ધિક્કારે છે!  
ખરેખરું બોલો બધા સજ્જનો ઓ સુણનારા  
:::ખરેખરું બોલો બધા સજ્જનો ઓ સુણનારા  
ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે!
:::ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે!
રંગલો : ઓત્તારી!
રંગલો : ઓત્તારી!
જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ
:::જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ
શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે?  
:::શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે?  
રંગલી : અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી  
રંગલી : અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી  
નારી એ તો જગતનો સાચો શણગાર છે!  
:::નારી એ તો જગતનો સાચો શણગાર છે!  
(નૃત્યગીત પૂરું)
:::(નૃત્યગીત પૂરું)
રાજાની બૂમ : ગંધ હજી બંધ કેમ નથી થઈ? રંગલા!
રાજાની બૂમ : ગંધ હજી બંધ કેમ નથી થઈ? રંગલા!
રંગલો : માર્યા ઠાર! રાજા ચિડાશે! મને જવા દે.
રંગલો : માર્યા ઠાર! રાજા ચિડાશે! મને જવા દે.
Line 268: Line 267:
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
(માર ખાધેલો ભંગી મૃત્યુ પામે છે તેની પાછળ સ્ત્રીઓ કૂટે છે અને રાજિયા ગાય છે. રામનામના ધ્વનિ સાથે શબ લઈ જવામાં આવે છે.)
(માર ખાધેલો ભંગી મૃત્યુ પામે છે તેની પાછળ સ્ત્રીઓ કૂટે છે અને રાજિયા ગાય છે. રામનામના ધ્વનિ સાથે શબ લઈ જવામાં આવે છે.)
ગીત
:::ગીત
દાદા : આંજણ આંસુનાં અંજાયાં!  
દાદા : આંજણ આંસુનાં અંજાયાં!  
સાજન ક્યાં રે સિધાવ્યા?  
:::સાજન ક્યાં રે સિધાવ્યા?  
આંજણ આંસુનાં અંજાયાં.....  
:::આંજણ આંસુનાં અંજાયાં.....  
કેમ રે ખૂટે આ ભવની વાટ  
:::કેમ રે ખૂટે આ ભવની વાટ  
નાવલડી લાંગરશે કિયે ઘાટ? કિયે ઘાટ?  
:::નાવલડી લાંગરશે કિયે ઘાટ? કિયે ઘાટ?  
આંજણ આંસુનાં અંજાયાં  
:::આંજણ આંસુનાં અંજાયાં  
રેંટ ફરે તેમ વખત ફરે  
:::રેંટ ફરે તેમ વખત ફરે  
સુખદુ:ખના વારાફેરા  
:::સુખદુ:ખના વારાફેરા  
રાણીના અંતરના પૂર્યા  
:::રાણીના અંતરના પૂર્યા  
પ્રભુએ કોડ અનેરા!  
:::પ્રભુએ કોડ અનેરા!  
ખળ ખળ વહેતી સઘળું સહેતી  
:::ખળ ખળ વહેતી સઘળું સહેતી  
નદી વહેતી જાય પળ પળ કહેતી જાય!
:::નદી વહેતી જાય પળ પળ કહેતી જાય!
રસ્તો વાળનાર : મારે ઘેર આવજે માવા કઢી ને કોદરા ખાવા.
રસ્તો વાળનાર : મારે ઘેર આવજે માવા કઢી ને કોદરા ખાવા.
જ્યોતિષી : જય જય જય ગંગે  
જ્યોતિષી : જય જય જય ગંગે  
જય જય નર્મદે કાવેરી! ગોદાવરી!  
:::જય જય નર્મદે કાવેરી! ગોદાવરી!  
અરરર! હર હર શંભુ....  
:::અરરર! હર હર શંભુ....  
નર્મદે સિંધુ કાવેરી ગોદાવરી!
:::નર્મદે સિંધુ કાવેરી ગોદાવરી!
(ઝાડુવાળાના પડછાયા પર પગ પાડતાં)  
(ઝાડુવાળાના પડછાયા પર પગ પાડતાં)  
અરરર... તેં આ શું કર્યું? સવારના પહોરમાં પવિત્ર બ્રાહ્મણને અભડાવ્યો?
અરરર... તેં આ શું કર્યું? સવારના પહોરમાં પવિત્ર બ્રાહ્મણને અભડાવ્યો?
Line 293: Line 292:
(મંદિરમાં રાજા, રાણીઓ, પૂજારી ને સોનામહોર વહેંચતો રંગલો)
(મંદિરમાં રાજા, રાણીઓ, પૂજારી ને સોનામહોર વહેંચતો રંગલો)
પૂજારી : પધારો પધારો મહારાજ! પધારો!
પૂજારી : પધારો પધારો મહારાજ! પધારો!
મહારાજનો જય હો! જય હો!  
:::મહારાજનો જય હો! જય હો!  
હે દીનાનાથ! હે અનાથના નાથ!  
:::હે દીનાનાથ! હે અનાથના નાથ!  
તારી લીલા અપાર છે. તારી કૃપા અપાર છે. તેં અમારી પ્રાર્થના સાંભળી. રાણીમાને સારા દિવસ દેખાડ્યા. હવે અમને રાજકુંવરનું મોઢું દેખાડ પ્રભુ!
તારી લીલા અપાર છે. તારી કૃપા અપાર છે. તેં અમારી પ્રાર્થના સાંભળી. રાણીમાને સારા દિવસ દેખાડ્યા. હવે અમને રાજકુંવરનું મોઢું દેખાડ પ્રભુ!
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
Line 448: Line 447:
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
દાદા : ખળ ખળ વહેતી સઘળું સહેતી  
દાદા : ખળ ખળ વહેતી સઘળું સહેતી  
નદી વહેતી જાય  
:::નદી વહેતી જાય  
પળ પળ કહેતી જાય! નદી વહેતી જાય  
:::પળ પળ કહેતી જાય! નદી વહેતી જાય  
પળ પળ કહેતી જાય!  
:::પળ પળ કહેતી જાય!  
કાળમીંઢ આ ખડક મહીં  
:::કાળમીંઢ આ ખડક મહીં  
જો પંથ નવા કોરાય!  
:::જો પંથ નવા કોરાય!  
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય  
:::નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય  


કોઈ મરી જિવાડે જગને  
:::કોઈ મરી જિવાડે જગને  
કોઈ મોતના વેપારી!  
:::કોઈ મોતના વેપારી!  
રહેંસી નાખે જીવ  
:::રહેંસી નાખે જીવ  
એમને જરી નહીં કંપારી!  
:::એમને જરી નહીં કંપારી!  
જળમાં ઝોલાં ખાતું  
:::જળમાં ઝોલાં ખાતું  
કેવું બાળક ચાલ્યું જાય!  
:::કેવું બાળક ચાલ્યું જાય!  
માની કૂખમાં ફરી સમાવા  
:::માની કૂખમાં ફરી સમાવા  
જાણે મન લલચાય  
:::જાણે મન લલચાય  
ખળ ખળ વહેતી સઘળું સહેતી  
:::ખળ ખળ વહેતી સઘળું સહેતી  
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય!
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય!
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
Line 494: Line 493:
(ધૂળી બાળકને હાલરડાં ગાય છે.)
(ધૂળી બાળકને હાલરડાં ગાય છે.)
ધૂળી : પિત્તળીઆ પલાણ  
ધૂળી : પિત્તળીઆ પલાણ  
ભાઈની જોડશું ઝાઝી જાન  
:::ભાઈની જોડશું ઝાઝી જાન  
મારા વહાલા! મોટો થઈ જા,  
:::મારા વહાલા! મોટો થઈ જા,  
ભઈલા! ઓ.... હાલા!  
:::ભઈલા! ઓ.... હાલા!  
હાલ વાલને રે ભાઈ હડકલી  
:::હાલ વાલને રે ભાઈ હડકલી  
મારો ભઈલો દે રેશમી ધડકલી!
:::મારો ભઈલો દે રેશમી ધડકલી!
(માલો આવે છે)
:::(માલો આવે છે)
માલો : અલે... વાહ! આ આહા... અલે-
માલો : અલે... વાહ! આ આહા... અલે-
ધૂળી : જો, કોણ આવ્યું? જો, જોયું?… પરસેવો થયો લાગે છે- હેં ને ભઈલા ?
ધૂળી : જો, કોણ આવ્યું? જો, જોયું?… પરસેવો થયો લાગે છે- હેં ને ભઈલા ?
Line 506: Line 505:


(માલાના જાતભાઈઓનું ટોળું તેને કૂવે પાણી ભરવા જતો જુએ છે.)
(માલાના જાતભાઈઓનું ટોળું તેને કૂવે પાણી ભરવા જતો જુએ છે.)
૧લો હરિજન : ક્યાં હાલ્યા? માલા ભગત?
૧<sup>લો</sup> હરિજન : ક્યાં હાલ્યા? માલા ભગત?
માલો : ગામ કૂવેથી થોડું પાણી ભરી લાવું.
માલો : ગામ કૂવેથી થોડું પાણી ભરી લાવું.
રજો હરિજન : હેરાન થઈ જાશો ભગત!
ર<sup>જો</sup> હરિજન : હેરાન થઈ જાશો ભગત!
માલો : અરે કોઈને ખબર નહીં પડે! આ તે કેટલું પીવાનો છે?
માલો : અરે કોઈને ખબર નહીં પડે! આ તે કેટલું પીવાનો છે?
રજો હરિજન : નવી નવાઈનો છોરો છે? તે ડહોળું પાણી નહીં પીએ હેં?
ર<sup>જો</sup> હરિજન : નવી નવાઈનો છોરો છે? તે ડહોળું પાણી નહીં પીએ હેં?
માલો : માંદોબાંદો પડે તો? હેં? જુઓ ને, ધૂળીનો જીવ કેટલો હળી ગયો છે! આ તો નાનો છે ત્યાં લગી લઈ આવીશ. પછી તો પીશે જ ને, આપણા જેવું!
માલો : માંદોબાંદો પડે તો? હેં? જુઓ ને, ધૂળીનો જીવ કેટલો હળી ગયો છે! આ તો નાનો છે ત્યાં લગી લઈ આવીશ. પછી તો પીશે જ ને, આપણા જેવું!
૧લો હરિજન :  હાચવજો! નહીંતર હાડકાં પાંસળાં રંગાઈ જશે હા!
૧<sup>લો</sup> હરિજન :  હાચવજો! નહીંતર હાડકાં પાંસળાં રંગાઈ જશે હા!
(માલો છાનોમાનો કૂવેથી પાણી લેવા જાય છે. એક ઊંચી જાતનો માણસ એને જોઈ જાય છે.)
(માલો છાનોમાનો કૂવેથી પાણી લેવા જાય છે. એક ઊંચી જાતનો માણસ એને જોઈ જાય છે.)
માણસ : કોણ છે અલ્યા? ગામનો કૂવો અભડાવે છે? મારો!
માણસ : કોણ છે અલ્યા? ગામનો કૂવો અભડાવે છે? મારો!
Line 524: Line 523:
(હરિજનો ઝૂંપડાં બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ ફાવતા નથી. આખરે ઘરવખરીમાં જે કંઈ બચ્યું હોય તે લઈને ગામ છોડીને જતા રહે છે.)
(હરિજનો ઝૂંપડાં બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ ફાવતા નથી. આખરે ઘરવખરીમાં જે કંઈ બચ્યું હોય તે લઈને ગામ છોડીને જતા રહે છે.)
દાદા : મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો!  
દાદા : મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો!  
મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો!  
:::મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો!  
કે માનવી, રખે રહી જાય આ તરસ્યો! મેહુલિયો.  
:::કે માનવી, રખે રહી જાય આ તરસ્યો! મેહુલિયો.  
જાણત કે ટીપા માટે એ, માથું પટકી મરશે  
:::જાણત કે ટીપા માટે એ, માથું પટકી મરશે  
ઝૂંપડાં બળશે બાળક એનાં અનાથ થઈ ટળવળશે  
:::ઝૂંપડાં બળશે બાળક એનાં અનાથ થઈ ટળવળશે  
તૂટ્યાંફૂટ્યાં ઠામ લઈ એ વસશે બીજે ગામ જઈ  
:::તૂટ્યાંફૂટ્યાં ઠામ લઈ એ વસશે બીજે ગામ જઈ  
ઓઠે કોઈ સવાલ નહીં, જાણે ધરતીનાં બાળ નહીં!  
:::ઓઠે કોઈ સવાલ નહીં, જાણે ધરતીનાં બાળ નહીં!  
જાણત તો સાચું કહેજે, તું વરસત કે'લ્યા મેહુલિયા?  
:::જાણત તો સાચું કહેજે, તું વરસત કે'લ્યા મેહુલિયા?  
કોને કાજે કોને કાજે કોને કાજે  
:::કોને કાજે કોને કાજે કોને કાજે  
અમીછાંટણે વરસત તું 'લ્યા મેહુલિયા?
:::અમીછાંટણે વરસત તું 'લ્યા મેહુલિયા?
(દાદા બાળકને વાર્તા કહેતા હોય છે તે જગ્યાએ એક માણસ ઘવાયેલી હાલતમાં દોડતો આવે છે. અને પડી જાય છે, કોઈ તેના મોં પર પાણી છાંટે છે. એક સ્ત્રી રડે છે.)
(દાદા બાળકને વાર્તા કહેતા હોય છે તે જગ્યાએ એક માણસ ઘવાયેલી હાલતમાં દોડતો આવે છે. અને પડી જાય છે, કોઈ તેના મોં પર પાણી છાંટે છે. એક સ્ત્રી રડે છે.)
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
Line 540: Line 539:
મા : એય! એ જો જોતા હોત તો જોઈતું'તું જ શું? અરે! એ તો આંધળાની વસ્તી અને એમાંનાં અંધારાં!
મા : એય! એ જો જોતા હોત તો જોઈતું'તું જ શું? અરે! એ તો આંધળાની વસ્તી અને એમાંનાં અંધારાં!
દાદા : રાજા ખોદાવે છે વાવ, માલો નાખે ત્યાં પડાવ  
દાદા : રાજા ખોદાવે છે વાવ, માલો નાખે ત્યાં પડાવ  
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!  
:::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!  
આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત  
:::આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત  
આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત  
:::આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત  
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!  
:::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!  
વરસ ઉપર વરસો ગયાં ને જીવો થયો જવાન  
:::વરસ ઉપર વરસો ગયાં ને જીવો થયો જવાન  
ઘાટઘૂટે સોહામણો ને રૂડો દીસે વાન!  
:::ઘાટઘૂટે સોહામણો ને રૂડો દીસે વાન!  
હાથે કોદાળી ને કોશ નિચોવી દે છે જોશ  
:::હાથે કોદાળી ને કોશ નિચોવી દે છે જોશ  
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!
:::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!


(માલો અને એના સાથીઓ તળાવ ખોદે છે ત્યાં મોટો સિપાઈ આવે છે)
(માલો અને એના સાથીઓ તળાવ ખોદે છે ત્યાં મોટો સિપાઈ આવે છે)
Line 632: Line 631:
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
(નદી કિનારે મજૂરી કરતી સ્ત્રીઓ ગરબો ગાય છે)  
(નદી કિનારે મજૂરી કરતી સ્ત્રીઓ ગરબો ગાય છે)  
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો  
:::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો  
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!  
:::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!  
ઝબક્યાં નહીં, તબક્યાં નહીં  
:::ઝબક્યાં નહીં, તબક્યાં નહીં  
હે... પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં!  
:::હે... પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં!  


ઘોડિયેથી ઘોડલે ને ઘોડલેથી ખાટલે  
:::ઘોડિયેથી ઘોડલે ને ઘોડલેથી ખાટલે  
પાણી ફોડ્યામાં આખી જિંદગી ગઈ જિંદગી ગઈ!  
:::પાણી ફોડ્યામાં આખી જિંદગી ગઈ જિંદગી ગઈ!  
જોવી'તી સીમ અને જોવા'તાં ઝાડવાં  
:::જોવી'તી સીમ અને જોવા'તાં ઝાડવાં  
માટીની મહેક મારે માણવાની રહી!  
:::માટીની મહેક મારે માણવાની રહી!  
માણવાની રહી! ઝબક્યાં નહીં..
:::માણવાની રહી! ઝબક્યાં નહીં..


ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો  
:::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો  
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!  
:::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!  
ઝળક્યાં નહીં ચળક્યાં નહીં  
:::ઝળક્યાં નહીં ચળક્યાં નહીં  
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં.
:::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં.


તાંબા પિત્તળની હેલના ઝગારા  
:::તાંબા પિત્તળની હેલના ઝગારા  
શમણાંમાં સહિયર શોધતી રહી, શોધતી જ રહી!  
:::શમણાંમાં સહિયર શોધતી રહી, શોધતી જ રહી!  
કચરાની ગાગરના સમ મારા વહાલમા  
:::કચરાની ગાગરના સમ મારા વહાલમા  
નીરખ્યો તને ને હું તો મલકી રહી,  
:::નીરખ્યો તને ને હું તો મલકી રહી,  
મલકી જ રહી! ઝબક્યાં નહીં...
:::મલકી જ રહી! ઝબક્યાં નહીં...


ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો  
:::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો  
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!  
:::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!  
છલક્યાં નહીં મલક્યાં નહીં  
:::છલક્યાં નહીં મલક્યાં નહીં  
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં.
:::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં.


ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો  
:::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો  
ઝબક્યાં નહીં તબક્યાં નહીં  
:::ઝબક્યાં નહીં તબક્યાં નહીં  
ઝબક્યાં નહીં ચમક્યાં નહીં  
:::ઝબક્યાં નહીં ચમક્યાં નહીં  
છલક્યાં નહીં મલક્યાં નહીં  
:::છલક્યાં નહીં મલક્યાં નહીં  
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં!
:::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં!
<center><nowiki>**</nowiki></center>
<center><nowiki>**</nowiki></center>
(રાજાના સિપાઈઓ આવે છે)
(રાજાના સિપાઈઓ આવે છે)

Revision as of 06:03, 22 September 2024


ભવની ભવાઈ

(ભવાઈની સ્તુતિ સંભળાય છે. કેટલાક લોકો હિજરત કરીને જતા દેખાય છે - નદીકિનારે કેટલાક હરિજનોએ પડાવ નાખ્યો છે. એમાંનું એક બાળક મા પાસે જીદ કરે છે.)
બાળક : મા! મા! મારે ઘરે જવું છે. મા! મારે ઘેર જવું છે. મા!
મા : ઘર ગયું ધુમાડે! ક્યાંથી લાવું તારું ઘર? હં? મર! મર કહું છું તો મરતોયે નથી.
(મા બાળકને મારે છે. બાળક રડે છે. દાદા બાળકને તેડે છે.)
દાદા : (બાળકને છાનો રાખતાં) હાં હાં... શું થયું?
બાળક : માએ મને માર્યું!
દાદા : ભૂલી જવાનું!
બાળક : પણ મને બહુ વાગ્યું.
દાદા : બહુ વાગ્યું? ક્યાં વાગ્યું?
બાળક : અહીં.
દાદા : અહીંયાં? (વહાલ કરીને) હવે? હવે કેવું લાગ્યું? એઈ જુવાનો! અલ્યા તાપણાં—બાપણાં કરો જરા, આ ટાબરિયાંનું મનેય માને.
બાળક : દાદા! કાલે રાતે શું થયું? આપણાં ઘર કોણે બાળી નાખ્યાં?
દાદા : કંઈ નહીં. એ મોટા લોકોના ખેલ. ચાલ્યા કરે!
બાળક : પણ કેમ?
દાદા : તને ખબર નથી ભઈલા. પહેલાંના વખતમાં તો આથીયે ભૂંડા હાલ હતા આપણા. આપણે અછૂત કહેવાતા, અછૂત!
બાળક : હેં?
દાદા : ક્યાંય કંઈ અડકાય નહીં. આંખ ઊંચી કરાય નહીં. અરે, પડછાયોય નંખાય નહીં, તે વખતે તો-
જાત જાતના કરવેરા
ને એના અમે કેદી
અજબગજબના જગતના ફેરા
કાયદાઓ ભેદી બધા કાયદાઓ ભેદી.
બાળક : હેં?
દાદા : રહેવાનું ગામ બહાર
પાદરની પેલે પાર
અને પહેરવાનું?
બાળક : શું?
દાદા : કહું?
વેશ રે જુઓ કેવો કાઢ્યો અછૂતનો
સૌથી જુદા એને પાડવાને
ઝાંખરું રે બાંધતા પૂંછડીની પેઠે
પોતાનાં પગલાંને ભૂંસવાને
એ તો કોટે લબડતી કુલડી રે બાંધતા
અભડાતું થૂંક એનું થૂંકવાને
બાંય એક ત્રીજી ને માથા પર ફાળકું
આઘેથી ઓળખાઈ આવવાને!
બાળક : પણ કેમ?
દાદા : પૂછે તેનું ઘર વસે
પૂછે બધે જવાય,
સવાલ સાચો જે પૂછે
તેને સઘળું તરત કળાય.
ગીત
ખળ ખળ વહેતી સઘળું સહેતી
નદી વહેતી જાય
પળ પળ કહેતી જાય
કાળમીંઢ આ ખડક મહીં જો
પંથ નવા કોરાય!
નદી વહેતી જાય
પળ પળ કહેતી જાય
નદી વહેતી જાય
ખળ ખળ વહેતી જાય.
વાત કહું છું વરસોની વસમી ભૂખ ને તરસોની
ભૂંડા હાલ હવાલ હતા માણસ ચીંથરેહાલ હતા
ચૂં કે ચાં નહોતા કરતા કરતા તે તો નક્કી મરતા
વાત વીતેલાં વરસોની વિસરાયેલાં વરસોની.

**

(રાજા દેખાય છે. તૈયાર થઈને બે રાણી સાથે મંદિરમાં જાય છે. પૂજારી આવકાર આપે છે.)
એક હતો રાજા
બબ્બે તેની રાણી
દીકરા વિના તોય એની
આંખે આવે પાણી!
પૂજારી : પધારો પધારો મહારાજ, પધારો!
મહારાજનો જય હો!
(ભગવાનની મૂર્તિને) અરે ભગવાન! આ રાજપાટનો ધણી તમારી સામે ઊભો છે. એનું વાંઝિયામેણું ટાળો મારા પ્રભુ! એમના પર કૃપા કરો. પ્રજા પર કૃપા કરો! આખા રાજ્ય પર કૃપા કરો! અમારા પર કૃપા કરો! એમને એક રાજકુમાર આપી દો! તમારા ભંડારમાં શેની ખોટ છે? જય હો! જય હો!
મહારાજની લાજ રાખજે પ્રભુ!
(રાજા મંદિરમાંથી નીકળી મહેલમાં આવે છે. રાજાના મહેલમાં દુર્ગંધ આવે છે. રાજા અને રંગલો વાત કરે છે.)

**

રંગલો : મહારાજને ઘણી ખમ્મા!
રાજા : રંગલા! આ શું?
રંગલો : શું ?
રાજા : આ શું ગંધાય છે?
રંગલા! આમ ઊભો છે શું? ઊપડ અને વાસની તપાસ કર.
(રંગલો જાય છે.)

**

પ્રતિહારી : ગૌબ્રાહ્મણ પ્રતિપાળ! ધર્મધુરંધર! પ્રજાવત્સલ! રિપુસંહારક! સમરકેસરી! મહારાજાધિરાજ ચક્રસેન મહારાજ પધારે છે!
(રંગલો દોડતો આવે છે.)
રંગલો : પકડી! પકડી! પકડી! પકડી!
રાજા : હેં? શું પકડી ?
રંગલો : ગંધ પકડી, મહારાજ!
રાજા : ક્યાં છે?
રંગલો : ત્યાંની ત્યાં જ.
રાજા : એટલે?
રંગલો : આ તો આપણી જ ગંધ છે, મહારાજ!
રાજા : એટલે?
રંગલો : એટલે કે બે દિવસથી રાજમહેલ સાફ જ નથી થયો.
રાજા : કેમ?
રંગલો : ભંગીઓ નથી આવ્યા.
રાજા : કેમ?
રંગલો : જાન લઈને બહારગામ ગયા છે.
રાજા : જાઓ! જ્યાં હોય ત્યાંથી હમણાં ને હમણાં પકડી મંગાવો, જાઓ!

**

(ભંગીઓ દીકરો પરણાવીને પાછા વળતા હોય છે. સ્ત્રીઓ ગીત ગાય છે.)
ગીત
અમે ઇંદરડી ગૉમ લૂંટી આયા
વીવા હુઆ રંગેચંગે
ભલે રૂએ કંકુડીનો બાપ
વીવા હુઆ રંગે ચંગે
અલ્યા કૉનિયા, તું નેચું ના જોશ
વીવા હુઆ રંગે ચંગે
તારે રોટલાનો થિયો રૂડો જોગ
વીવા હુઆ રંગે ચંગે!
(સિપાઈ આવે છે.)
ભંગી : અ રામરામ બાપલા! રામરામ! પાય લાગું બાપજીના.
મોટો સિપાઈ : એ રામરામ કરે છે પણ હમણાં મરામરા થઈ જશે.
ભંગી : પણ મારો કંઈ વાંક ગનો?
મોટો સિપાઈ : વાંકની વાત પછી, પણ પહેલાં વેશ ક્યાં છે? ફાળકો નથી, કુલડી નથી, પાછળ ઝાંખરું નથી - આ બધું માંડ્યું છે શું?
ભંગી : છોરો પૈણાવવા ગ્યો'તો ને!
સિપાઈ : તો પછી હાલો દરબારે!
(ભંગીઓ માંહોમાંહે વાત કરે છે.)
દરબારે તો…
(ભંગીઓની વાતચીત)
અરે - આ તો ભારે થઈ!
આ તો આફત આવી!
અરે પધરાવોને, એટલે -
હા, હા, આપી દો! આપી દો!
હા, હા, પતાવી નાખો.
પધરાવો ને!
હું આ પતાવી આવું.
હા.
જાઓ, જાઓ!

(વરનો બાપ મોટા સિપાઈને પૈસા આપે છે.)
નાનો સિપાઈ : પણ મોટા! આમના લેવાય? :
મોટો સિપાઈ : પાણી છાંટીને લેવાય.

**

(રાજાના મહેલમાં ગંધ આવે છે. રાજા દુ:ખી થાય છે. રાજા પૂછે છે તે સવાલ આખા દરબારમાં ફરીને એનો જવાબ પાછો વળે છે.)
રાજા : હજુ ગંધ કેમ બંધ નથી થઈ?
પ્રધાન : હજુ ગંધ કેમ બંધ નથી થઈ?
પ્રતિહારી : હજુ ગંધ કેમ બંધ નથી થઈ?
મોટો સિપાઈ : હજુ ગંધ કેમ બંધ નથી થઈ?
નાનો સિપાઈ : હજુ ગંધ કેમ બંધ નથી થઈ?
ચોકીદાર : હજુ ગંધ કેમ બંધ નથી થઈ?
બીજો ચોકીદાર : ખબર નથી.
નાનો સિપાઈ : ખબર નથી.
મોટો સિપાઈ : ખબર નથી.
દરબારી : ખબર નથી.
બીજો દરબારી : ખબર નથી.
પ્રતિહારી : ખબર નથી.
પ્રધાન : ખબર નથી.
રાજા : અરે, રંગલા!
રંગલો : ભંગીઓ હાજર છે મહારાજ!
ભંગીઓ : મહારાજને ઘણી ખમ્મા!
રાજા : ક્યાં મરી ગયા હતા?
રંગલો : મરી નહોતા ગયા, જાનમાં ગયા હતા.
રાજા : ખબર નથી કે જાનમાં જશે તો જાનથી જશે?
રંગલો : હેં?
રાજા : જાઓ, એક એકને લઈ જઈને એવા ચાબખા મારો કે ખો ભૂલી જાય.
જાઓ, લઈ જાઓ!
(ભંગીઓને લઈ જવામાં આવે છે. નગરશેઠ આવે છે.)

**

નગરશેઠ : મહારાજ! પ્રણામ!
રાજા : આવો આવો નગરશેઠ! શી નવાજૂની છે?
નગરશેઠ : જૂની તો એ કે આપના રાજ્યમાં ક્યારેય સૂર્ય આથમતો નથી અને નવી એ કે આપણી પચાસ પોઠો લૂંટાઈ! હવે પાકો બંદોબસ્ત કરવો જોઈએ, મહારાજ!
રાજા : એમ?

**

(વિચિત્ર વેશધારી જાસૂસ આવે છે.)
જાસૂસ : મહારાજાને ઘણી ખમ્મા!
રાજા : હેં? કોણ છે?
જાસૂસ : મહારાજ! હું પોતે જ!
રાજા : હેં?
(પ્રધાન રાજાને સમજાવે છે.)
પ્રધાન : મહારાજ! આ તો આપણો ખાસ જાસૂસ!
રાજા : જાસૂસ? અં... વળી પાછું શું છે?
જાસૂસ : સમાચાર માઠા છે. બળવાની વકી છે. ને રાજને માથે જોખમ છે મહારાજ!
રાજા : હેં?
જાસૂસ : લોકો ટોળે વળે છે અને અંદરોઅંદર બળે છે.
રાજા : હં? તો કટોકટી જાહેર કરી દો!
પ્રધાન : મહારાજ! આથી સારો એક ઉપાય છે.
રાજા : શું?
પ્રધાન : યુદ્ધ !
રાજા : યુદ્ધ ?
પ્રધાન : લોકોને ગભરાવીને એમનું ધ્યાન બીજે દોરવાનો આનાથી સારો કોઈ ઉપાય છે?
નગરશેઠ : વાત તમારી - સો ટચનું સોનું!
રાજા : પણ સોનું ક્યાં છે?
નગરશેઠ : હં?
રાજા : લડાઈ લડવા પૈસા તો જોઈશે ને!
નગરશેઠ : સેવક હાજર છે મહારાજ! અમારું બધું તો આપનું જ છે ને! ને તમે હશો તો અમે હોઈશું.

**

(સિપાઈઓ માર ખાઈને મરેલા ભંગીને ગાડામાં નાખે છે.)
નાનો સિપાઈ : આ મડદાં ઊંચકવાનું તે કંઈ આપણું કામ છે?
મોટો સિપાઈ : ના રે! આપણું કામ તો મડદાં ઢાળવાનું, નહીં? એમ કરતાં કરતાં એક દહાડો આપણે ઢળી પડવાના અને એ વખતે કોણ જાણે આવા ઊંચકનારાયે મળશે કે નહીં?
(ન્યાયનો ઘંટ એક માણસના ખેંચવાથી વાગે છે.)
નાનો સિપાઈ : આ શું?
મોટો સિપાઈ : ન્યાયનો ઘંટો!
કંઈ વાંધો નહીં આવે. ન્યાયને તે વળી કાન હોતા હશે?

**

(નાની રાણીના મહેલમાં પ્રધાન.)
નાની રાણી : (અરીસામાં જોઈને) હું કેવી લાગું છું? આમ બાઘાની જેમ જોયા શું કરે છે?
પ્રધાન : બાઘો તો છે તમારો ચક્રસેન રાજા!
નાની રાણી : મારા નસીબમાં બધા બાઘા જ લખ્યા છે કે શું?

**

(રાજા પોતાના ખંડમાં ચોપાટ રમતાં હસે છે. રંગલો આવે છે.)
રંગલો : મહારાજાને ઘણી ખમ્મા! નવા વેરાના પૈસા પહોંચી ગયા છે મહારાજ!
રાજા : હં? તો આપણે કેમ નથી પહોંચ્યા?
(ખજાના તરફ જતાં જતાં રાજાને દુર્ગંધ સતાવે છે.)
રાજા : આહ! આ તો ના સહેવાય.... ના સહેવાય...
રંગલો : બાપુ, કોને જઈ કહેવાય? રાજમહેલ ગંધાય એ તો આપણી આબરૂનો સવાલ છે!
રાજા : આ હજુ વાસ કેમ આવે છે?
રંગલો : આપ નામદારે ભંગીઓને માર મરાવ્યો તે બધા ઘાયલ થઈને પડ્યા છે.
રાજા : તો?
રંગલો : આ વાસથી ટેવાઈ જાઓ હવે.
રાજા : કેમ?
રંગલો : વાસ તો હવે આવવાની જ! મહેલ ક્યાં સાફ થયો છે?
રાજા : કેમ?
રંગલો : કોણ કરે?

**

(ફરિયાદી ઘંટ ખેંચે છે.)
ફરિયાદી : મહારાજ! ફરિયાદ છે ફરિયાદ છે ફરિયાદ છે મહારાજ!
(ફરિયાદી પર ઘંટ પડે છે. તે દબાઈ જાય છે. નાની રાણીના મહેલમાં રાજા આવે છે. રંગલો બૂમ પાડે છે.)
રંગલો : સાવધાન સાવધાન સાવધાન! સાવધાન!
મહારાજાધિરાજ ચક્રસેન મહારાજ પધારે છે...
(પ્રધાન રાણીના પલંગ નીચે સંતાય છે. રાજા અંદર આવે છે.)

**

રાજા : રાણી! અમને તમે યાદ આવ્યાં!
નાની રાણી : કૃપા મહારાજની!
રાજા : (પલંગ પર બેસતાં) અત્યારે કોઈ દરબાર નથી. આવો અમારી પાસે બેસો! ના ના, ના ના! ના! ત્યાં સામે નહીં. અહીંયાં! અહીંયાં! અમારી પાસે જ! અહીંયાં! રાણી તમે રૂપાળાં છો.
નાની રાણી : જી!
રાજા : પાસે બેસો! પાસે બેસો! તમને એક વાત કહું.
નાની રાણી : આપને તો હજારો રાજકાજ સંભાળવાનાં હોય... વાતો પછી નિરાંતે કરીશું.
રાજા : ના ના ના ના ના! આ તો બહુ સરસ વાત છે. એક વાર શું થયું? અમે જંગલમાં શિકાર કરવા ગયા.
નાની રાણી : વાઘનો?
રાજા : ના. સસલાનો. એમ હસો નહીં! સસલું બહુ ચંચળ પ્રાણી હોય છે. તેનો શિકાર કરવામાં ચાલાકી જોઈએ....હાં....
નાની રાણી : આપણે રાતે આ વાત કરીશું. અત્યારે મારે કામ છે.
રાજા : અમારે કામ નથી તો તમારે ક્યાંથી કામ હોય? કામ તો દાસીઓ કરે. તમે રાણી છો! વાત સાંભળો—
(રાજાને વાસ આવે છે.)
રાજા : રંગલા! આવ! આ વાસનું કંઈ કર! રાણી! તમે અહીંયાં આવો! મારા ખોળામાં!

**

(રાજમહેલના ચોગાનમાં રંગલા-રંગલીનું નૃત્ય અને ગીત)
ગીત
રંગલો : હું તો કહું આ સમામાં મેલા દિલવાળી ભૂંડી
ભૂતળના ભાર જેવી નારીઓ અપાર છે!
કેશ કાળા, નેણ કાળાં, મન એનું કાળું કાળું-
સાચું કહું? સાચું? કાળાં મનની કરનાર છે!
છેતરે ધણીને, વળી છેતરે છે જગતને,
છેતરપિંડી જ એની જિંદગીનો સાર છે!
સામી કદી મળશો ન નારી એ જ માગું હરિ
એને લીધે ઝેર જેવો આખો આ સંસાર છે!
રંગલી : સાંભળી રંગલી કહે નારી ભલે ગમે તેવી
નરનું ન સાંભળો, એ જુઠ્ઠાનો સરદાર છે.
સાચાંખોટાં બહાનાં કાઢી રઝળતી નારી મેલી
ભમરાની પેઠે એને ભમવાનો પ્યાર છે!
પથ્થરનું દિલ એનું પીગળે નહીં કદીયે
કાળાં કામો કરવામાં એને કશી વાર છે?
અન્યના શું દોષ જુએ નીરખે જો આયનામાં
જોશે કે તે પોતે કેવો દોષનો ભંડાર છે!
રંગલો : ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી
સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે!
ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી
તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે!
રંગલી : ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં
કાઢે ભૂંડી ગાળો અરે, તેને ધિક્કારે છે!
ખરેખરું બોલો બધા સજ્જનો ઓ સુણનારા
ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે!
રંગલો : ઓત્તારી!
જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ
શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે?
રંગલી : અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી
નારી એ તો જગતનો સાચો શણગાર છે!
(નૃત્યગીત પૂરું)
રાજાની બૂમ : ગંધ હજી બંધ કેમ નથી થઈ? રંગલા!
રંગલો : માર્યા ઠાર! રાજા ચિડાશે! મને જવા દે.
રંગલી : અલ્યા એઈ! પણ ખુશખબર તો સાંભળતો જા! મોટી રાણીનો પગ ભારે છે.
રંગલો : હેં?

**

(માર ખાધેલો ભંગી મૃત્યુ પામે છે તેની પાછળ સ્ત્રીઓ કૂટે છે અને રાજિયા ગાય છે. રામનામના ધ્વનિ સાથે શબ લઈ જવામાં આવે છે.)
ગીત
દાદા : આંજણ આંસુનાં અંજાયાં!
સાજન ક્યાં રે સિધાવ્યા?
આંજણ આંસુનાં અંજાયાં.....
કેમ રે ખૂટે આ ભવની વાટ
નાવલડી લાંગરશે કિયે ઘાટ? કિયે ઘાટ?
આંજણ આંસુનાં અંજાયાં
રેંટ ફરે તેમ વખત ફરે
સુખદુ:ખના વારાફેરા
રાણીના અંતરના પૂર્યા
પ્રભુએ કોડ અનેરા!
ખળ ખળ વહેતી સઘળું સહેતી
નદી વહેતી જાય પળ પળ કહેતી જાય!
રસ્તો વાળનાર : મારે ઘેર આવજે માવા કઢી ને કોદરા ખાવા.
જ્યોતિષી : જય જય જય ગંગે
જય જય નર્મદે કાવેરી! ગોદાવરી!
અરરર! હર હર શંભુ....
નર્મદે સિંધુ કાવેરી ગોદાવરી!
(ઝાડુવાળાના પડછાયા પર પગ પાડતાં)
અરરર... તેં આ શું કર્યું? સવારના પહોરમાં પવિત્ર બ્રાહ્મણને અભડાવ્યો?
રસ્તો વાળનાર : નહીં મહારાજ, મારું ધ્યાન ન હતું.
જ્યોતિષી : તારા ધ્યાનમાં મારું અપમાન થઈ ગયું તેનું શું? હવે મારું શું થશે? મારે ફરી સ્નાન કરવું પડશે!

**

(મંદિરમાં રાજા, રાણીઓ, પૂજારી ને સોનામહોર વહેંચતો રંગલો)
પૂજારી : પધારો પધારો મહારાજ! પધારો!
મહારાજનો જય હો! જય હો!
હે દીનાનાથ! હે અનાથના નાથ!
તારી લીલા અપાર છે. તારી કૃપા અપાર છે. તેં અમારી પ્રાર્થના સાંભળી. રાણીમાને સારા દિવસ દેખાડ્યા. હવે અમને રાજકુંવરનું મોઢું દેખાડ પ્રભુ!

**

(રસ્તામાં જ્યોતિષી અને રસ્તો વાળનાર)
જ્યોતિષી : ગંગે યમુને ચૈવ જય જય ગોદાવરી… જય જય નર્મદે તાપી! ગોદાવરી! હરહર ગંગે! અરરર, ઓ અભાગિયા! વળી પાછો તેં મને અભડાવ્યો? જમડાની જેમ મારો રસ્તો રોકીને ઊભો છે તે શરમ નથી આવતી? ઓહો! તારી કઈ ગતિ થશે?
રસ્તો વાળનાર : હું તે શું જાણું? તમે જ્ઞાની છો.
જ્યોતિષી : સામું બોલે છે? અધમ? નરાધમ! મહાઅધમ! અધમાધમ! જાણે છે? હું મંતર ભણીશ તો તું છૂમંતર થઈ જઈશ!
રસ્તો વાળનાર : હા... એક ડૂબકી ફરી મારી આવો.

**

(રાજાના મહેલમાં રાજા ને રંગલો, જાસૂસ આવે છે.)
જાસૂસ : મહારાજને ઘણી ખમ્મા!
રાજા : શા સમાચાર છે?
જાસૂસ : અરે સાવ નઠારા છે.
આપણે કરીએ ચડાઈ અને જામે લડાઈ
એની રાહ જ કોણ જુએ છે?
રાજા : કેમ? કેમ?
જાસૂસ : આપણે પડોશી રાજા સામે લડાઈ જાહેર કરીએ તે પહેલાં એ જ આપણી પર ચડી આવે છે.
રાજા : હેં?
જાસૂસ : આપણા રાજની પ્રજાને ગભરાવવા અને લડતી અટકાવવા ને શૂરી બનાવવા આપણે જે ઉપાય શોધ્યો હતો એ જ એણે ચોરી લીધો.
રાજા : એમ? તો યુદ્ધ જાહેર કરો. આપણે લડી લઈશું.

**

(નાની રાણી ગુસ્સામાં પ્રધાન પર વાસણો ફેંકે છે.)
નાની રાણી : મરો! મરો! મરો અહીંયાંથી! બાયલાઓ!
પ્રધાન : અરે!
નાની રાણી : મરો! મરો અહીંયાંથી! હું બધું ફોડી નાખીશ. મરો! મરો છો કે નથી મરતા!
પ્રધાન : પણ સાંભળો-
નાની રાણી : મોટી રાણી રાજમાતા થવાની.... બધા બાયલાની જેમ જોતા રહ્યા?... તમે મને કહ્યું પણ નહીં.....
પ્રધાન : સાંભળો!
(રસ્તામાં દાંડી પિટાય છે.)
દાંડી પીટનારો : જે કોઈ હથિયાર ચલાવી જાણે તેને હાજર થવાનું છે. મહારાજાની આણ છે!

**

(રાજાના મહેલમાં રાજા અને નગરશેઠ)
નગરશેઠ : વાત એમ છે કે નાણાં તો હમણાં રોકાયેલાં છે. આવું બધું જરા અમને પૂછીને શરૂ કરતા હો તો!
રાજા : પણ પડોશી રાજા કંઈ અમને પૂછીને નથી ચડી આવતો. મેં તમને કહ્યું તો હતું કે પૈસા જોઈશે!
નગરશેઠ : પણ - લાવવા ક્યાંથી?
રાજા : કાળા ચોરના લાવો, પણ પૈસા જોઈશે એટલે જોઈશે.
નગરશેઠ : નારાજ ન થાઓ મહારાજ. આમ તો બધું જ આપનું જ છે ને! પણ નાણાં હમણાં બધાં રોકાયેલાં છે અને બજારમાં બહુ તંગી છે. હું તપાસ કરી જોઉં, પણ વ્યાજ જરા બમણું.....

**

(રસ્તામાં જ્યોતિષી અને રસ્તો વાળનાર. રસ્તો વાળનાર કૂતરું છૂટું ફેંકે છે.)
જ્યોતિષી : ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી જય જય નર્મદે જય ગોદાવરી જય ગંગે જય જય માતા જય સરસ્વતી.
(કૂતરું અથડાતાં જ્યોતિષી પડી જાય છે.)
રસ્તો વાળનાર : (હસીને) કેમ મહારાજ? શું થયું આ બધું?
જ્યોતિષી : કંઈ નહીં. કશું થયું નથી. અરરર! ઊંહ....
રસ્તો વાળનાર : ફરી નહાવાના કે?
જ્યોતિષી : ના ના ના, ચાલશે - ચલાવી લઈશ. મંત્ર ભણીને ચલાવી લઈશું.
રસ્તો વાળનાર : ખરડાયા છો ને!
જ્યોતિષી : ભલે ખરડાયા, અભડાયા તો નથી ને! (પાણી છાંટીને) હર હર !

**

(રાજા પાસે પ્રધાન આવે છે.)
પ્રધાન : મહારાજાને ઘણી ખમ્મા. બધા સૈનિકો નીચે ચોગાનમાં ભેગા થયા છે, મહારાજ!
રાજા : હં? લડાઈ ત્યાં ચાલે છે અને અહીં કેમ ભેગા થયા છે?
પ્રધાન : આપના હુકમની રાહ જુએ છે મહારાજ!
રાજા : કાલ ઊઠીને મરવા માટે પણ મારા હુકમની રાહ જોશે.
(ચોગાનમાં લશ્કરને પ્રધાન સંબોધન કરે છે)
પ્રધાન : જવાનો! મારા બહાદુર જવાનો!
આજે તમારી માતૃભૂમિ તમને પોકારે છે. એની હાકલ સાંભળો, શત્રુની સામે લડતાં લડતાં વીરતાથી રહેંસાઈ જાઓ, તમારા લોહીથી ધરતીને તરબોળ કરી દો. માભોમની રક્ષા કરો! જુવાનો, જીવસટોસટનો જંગ ખેલી ઝળકતી જીત મેળવો! બોલો-મહારાજાધિરાજ ચક્રસેન મહારાજનો...
સૈન્ય : જય! જય! જય!
પ્રધાન : મહારાજાધિરાજ ચક્રસેન મહારાજનો....
સૈન્ય : જય!
જ્યોતિષી : જય! (સૈન્યને આશિષ આપતાં) વિજય કરીને વહેલા આવો!

**

(નાની રાણીના મહેલમાં નાની રાણી ને પ્રધાન.)
નાની રાણી : હવે મારાથી જરાય ઢીલ સહન નહીં થાય.
પ્રધાન : વિશ્વાસ રાખો. બધું પાર પડશે.
નાની રાણી : છોકરો જન્મે કે તરત એને ઠેકાણે પાડવો જોઈએ.
પ્રધાન : અને જો છોકરી જન્મે તો?
નાની રાણી : એને પણ!.... જોષી સખણો તો આવશે ને?
પ્રધાન : હં.
(જોષીને આંખે પાટા બાંધીને અંદર લાવી તેના પાટા છોડવામાં આવે છે.)
નાની રાણી : પધારો. પધારો મહારાજ!
જ્યોતિષી : હં?
પ્રધાન : તમે વિદ્વાન છો. વફાદાર છો. ખરી વાત?
જ્યોતિષી : આપની કૃપા. પણ અત્યારે, આ વખતે, આવી રીતે મને બોલાવ્યો એનું કંઈ પ્રયોજન છે?
પ્રધાન : વાત એમ છે કે -
નાની રાણી : જોષીજી, મોટાં રાણીને ખોળે કુંવર અવતરવાના છે, એ તો જાણો છો?
જ્યોતિષી : કુંવર કે કુંવરી - અત્યારથી કહી શકાય નહીં. રાણીજી! પણ અવસર આનંદનો છે, એ વાત ચોક્કસ!
નાની રાણી : એ આનંદ આપણે ધૂળમાં મેળવી દેવાનો છે. બોલો, તમારાથી બનશે?
પ્રધાન : એવું છે ને-રાજમાતા થવાને યોગ્ય તો આપણાં આ જ રાણી છે. એટલું તો તમે પણ કબૂલ કરો છો ને જોષી? હં?
જ્યોતિષી : જી ...જી....હાજી! હાજી!
પ્રધાન : તો પછી? તમારા શાસ્ત્રમાં કહ્યું નથી કે રોગ અને શત્રુને ઊગતા જ ડામવા જોઈએ? હં?
જ્યોતિષી : જી, પણ કેવી રીતે? આ તો ઈશ્વરની ઇચ્છા કહેવાય.
પ્રધાન : પણ તમે ભૂદેવ છો. તો તમારી ઇચ્છા ઈશ્વરની ઇચ્છા ન કહેવાય?
નાની રાણી : બોલો, શું મળે તો તમારી ઇચ્છા અને અમારી ઇચ્છા એક થાય?
જ્યોતિષી : હં...
પ્રધાન : તમારે બીજું કંઈ જ નથી કરવાનું. બાળક જન્મે કે તરત જન્માક્ષર જોઈને કહી દેવાનું કે એનું મોં જોવાથી રાજાને જીવનું જોખમ છે. એના રાજ્યમાં રહ્યાથી રાજ્યને માથે જોખમ છે! હં?
(પ્રધાન જોષીને સોનામહોરની થેલી આપે છે.)
પ્રધાન : કામ પાકું થવું જોઈએ!
જ્યોતિષી : એમાં કહેવું નહીં પડે. હા!

**

(રાજાના મહેલમાં રાજા હજામત કરાવે છે.)
હજામ : અન્નદાતાને કહું કે આ ગામના જવાનિયા બધા લડવા ગયા છે તે ગામમાં હાવ હોપો પડી ગયો છે હો! આ જ્યાં જોઈએ ત્યાં બૂઢિયાં, બૈરાં ને બચ્ચાં... અરેરે! ગામ હાવ હૂનું હૂનું લાગે છે હો…! આ જુઓ, એક વાત કરું? આ તભા ગોરનો નાનિયો છે ને ઈ નથ્થુકાકાની વચલી છોડીને ભગાડી ગયો! શો કળજગ આવ્યો છે! રામ રામ રામ! પણ હજૂર! છોડી ભારે રૂપાળી હો... નગરશેઠનો ત્રીજો ભઈએ એની વાંહે આંટાફેરા દેતો'તો!
(જાસૂસ આવે છે.)
જાસૂસ : મહારાજાને ઘણી ખમ્મા!
રાજા : કોણ છે એ?
જાસૂસ : હું આપનો ખાસ જાસૂસ મહારાજ! યુદ્ધમાં આપનો વિજય થયો છે મહારાજ!
(રાજા ઉત્સાહથી કૂદકો મારે છે. તેની એક બાજુની મૂછ કપાઈ જાય છે)
રાજા : હં? તો હું જાતે જઈશ અને મારા બહાદુર સૈનિકોને બિરદાવીશ.
(વિજયી સૈન્ય, પ્રધાન ને રાજા)
પ્રધાન : મહારાજાધિરાજ ચક્રસેન મહારાજના આશીર્વાદથી શત્રુ પર વિજય મળ્યો છે! બોલો મહારાજાધિરાજ ચક્રસેન મહારાજનો-
સૈન્ય : જય!
(એક સૈનિક પ્રધાનને માટીનું ઢેફું આપે છે)
પ્રધાન : હજારો બહાદુર સૈનિકોના રક્તથી તરબોળ થઈ ગયેલી આ ભૂમિ મહારાજને અર્પણ!
(પ્રધાન રાજાને ઢેફું આપે છે. તે હસે છે. રંગલી દોડતી દોડતી આવે છે.)
રંગલી : વધામણી! વધામણી મહારાજ..... વધામણી! મોટાં રાણીમાએ રૂપાળા રાજકુંવરને જન્મ આપ્યો છે- વધામણી, મહારાજ... વધામણી!
રાજા : રાજકુમાર!

(રાજદરબારમાં જ્યોતિષી આવે છે.)
જ્યોતિષી : મહારાજા!
રાજા : શું છે જોષીજી? જે હોય તે પછી કહેજો.
જ્યોતિષી : પછી બહુ મોડું થઈ જશે મહારાજ!
રાજા : શું કહ્યું?
જ્યોતિષી : વાત એમ છે કે આપ કુંવરનાં દર્શન કરો એ યોગ્ય નથી. મહારાજા!
રાજા : કેમ?
જ્યોતિષી : કહેતાં મારી જીભ ઊપડતી નથી, અન્નદાતા! અભયદાન આપો તો કહું.
રાજા : આપ્યું. જાઓ!
(જ્યોતિષી કુંડળી કાઢે છે.)
જ્યોતિષી : મહારાજ! કુંવરના જન્માક્ષરમાં પિતૃવિનાશક યોગ છે.
રાજા : પિતૃ...? શું?
દરબારી : આનો કોઈ ઉપાય નથી?
જ્યોતિષી : ઉપાય... કારમો છે!
રાજા : એટલે?
જ્યોતિષી : કાં તો કુંવર જીવે, કાં તો આપ જીવો!
રાજા : હેં?
જ્યોતિષી : આ કુંવરના ગ્રહ એવા છે કે એમનું મોં જોતાંવેંત આપનું અવસાન થાય.
પ્રધાન : એ જોખમ તો ખેડાય જ નહીં. અન્નદાતાના જીવન પર તો આખા રાજ્યનો આધાર છે.
જ્યોતિષી : છે! છે!
રાજા : હં?
નગરશેઠ : તો- પછી- કુંવરને...
(નગરશેઠ કુંવરની હત્યાનો ઇશારો કરે છે.)
રંગલો : હોતું હશે?... (જ્યોતિષીને) શેના આવા ગપગોળા ગબડાવો છો?
રાજા : ચૂપ રહે રંગલા! આ અમારી જિંદગીનો સવાલ છે. અમે મરી જઈએ તો રાજ્યનું શું? પ્રજાનું શું? અમારા ખુદનું શું?
નગરશેઠ : સત્ય છે, અન્નદાતા!
પ્રધાન : તો પછી કુંવરને —
નગરશેઠ : હા, હા... વાર શાની કરો છો?
(મોટી રાણીના ખંડમાં મોટી રાણી ને રંગલી. પ્રધાન આવે છે અને રાજકુંવરને ઉપાડી જાય છે)
રંગલી : રાણીમા! નહીં... નહીં!
(પ્રધાન સિપાઈઓને રાજકુંવર સોંપે છે)
પ્રધાન : આ લો, આને જંગલમાં લઈ જાઓ અને જુઓ, ભૂલ ન થાય! હં?


(સિપાઈ બાળકને જુએ છે. તેની જાંઘે લાખું છે. નદીકિનારે સિપાઈઓ લાકડાની પેટી અને રાજકુંવર સાથે ઊભા છે)
નાનો સિપાઈ : મોટા!
મોટો સિપાઈ : હાં!
નાનો સિપાઈ : આને મારવાથી શું ખરેખર રાજાની ઘાત જશે?
મોટો સિપાઈ : શી ખબર?
નાનો સિપાઈ : આને - આવડા નાનાને મારી નાખતાં જીવ નથી ચાલતો. પાપ ના પડે?
મોટો સિપાઈ : ફરજ ન બજાવીએ તોયે પાપ પડે!
નાનો સિપાઈ : બે પાપમાંથી તું કયું પસંદ કરે?
મોટો સિપાઈ : વચલું.
નાનો સિપાઈ : એટલે?
(મોટો સિપાઈ બાળકને પેટીમાં મૂકી તરતું મૂકી દે છે.)
મોટો સિપાઈ : કોઈ પણ વાર્તામાં ક્યારેય તેં સાંભળ્યું છે કે એક સિપાઈના હાથે નવા જન્મેલા રાજકુમારને મારી નંખાવ્યો હોય?

**

દાદા : ખળ ખળ વહેતી સઘળું સહેતી
નદી વહેતી જાય
પળ પળ કહેતી જાય! નદી વહેતી જાય
પળ પળ કહેતી જાય!
કાળમીંઢ આ ખડક મહીં
જો પંથ નવા કોરાય!
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય

કોઈ મરી જિવાડે જગને
કોઈ મોતના વેપારી!
રહેંસી નાખે જીવ
એમને જરી નહીં કંપારી!
જળમાં ઝોલાં ખાતું
કેવું બાળક ચાલ્યું જાય!
માની કૂખમાં ફરી સમાવા
જાણે મન લલચાય
ખળ ખળ વહેતી સઘળું સહેતી
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય!

**

(લાકડાની પેટી વહેતી વહેતી માલાના હાથમાં આવે છે. તે પેટી કાઢી ખોલે છે, અને બાળકને જોઈ વિચારમાં પડે છે. અંતે તેને ઘેર લઈ જઈ પોતાની સ્ત્રી ધૂળીને આપે છે. આસપાસની સ્ત્રીઓ હરખ કરાવવા આવે છે.)
પહેલી પાડોશણ : ધૂળી! તું તો બહુ ભાગ્યશાળી! ન પીડા ન પંચાત- સીધી મા બનીને બેસી ગઈ. લહેરથી, હેં?
પાડોશી : આંય કને આવો!
બીજી પાડોશણ : આ માલો ભગતેય ફાવ્યો! એય ને ભજન કરશે નિરાંતે ને છોકરો રોટલી રળી ખાશે. ઓ હો હો!
પાડોશી : પણ જોજો તમે લોકો, આમ છોકરો લઈને બેહી જાશો એ નહીં ચાલે હા.
બીજી પાડોશણ : હા... નહીં ચાલે.
પાડોશી : ઉજમણું તો કરવું જ પડશે!
ધૂળી : મારી ક્યાં ના છે? કેમ માલિયા?
માલો : ધૂળી, તારી હા પર મેં ના કહી છે કોઈ દિ’?... અરે અરે આવજો બધા હાં.. આખા વાસમાં વાવડ કહેવડાવી દેજો. હોં કે? હં. મોળું નથી રાખવું આપણે.
ધૂળી : હાસ્તો!

**

(રાજાના હોઠ પર હજામ મૂછ ચીતરે છે)
હજામ : (હસીને) રાજાજી! કારભારીને કહીને મારું મહેનતાણું ફરી ચાલુ કરાવો ને! નહીં તો પછી એમ કરો, દાઢી વધારો તો ચહેરોયે જરા ભરાવદાર લાગે!
રાજા : હં.
(જ્યોતિષી આવે છે)
રાજા : પધારો પધારો જોષી મહારાજ!
જ્યોતિષી : કલ્યાણ! કલ્યાણ થાઓ! કલ્યાણ થાઓ!
રાજા : કોઈ ઉપાય જડ્યો?
જ્યોતિષી : ગ્રહોના અનુગ્રહથી બધું સરળ થઈ જશે મહારાજા!
ઉપાય જડ્યો છે. અફર અને અજોડ ઉપાય!
રાજા : હં? તો કહી નાખો ને! રાહ કોની જુઓ છો?
જ્યોતિષી : જો આપને હાથે ભવ્ય વાવનું નિર્માણ થાય તો જરૂર આપને પુત્રરત્નની પ્રાપ્તિ થાય!
રાજા : વાવ જ ખોદાવવાની છે ને? ખોદાવી નાખો! વાર કેટલી?
જ્યોતિષી : મહારાજાનો જય થાઓ!
રાજા : રાજનો ભંડાર ખુલ્લો મૂકી દો. અરે કોઈ હાજર છે? રંગલા! આપણે વાવ ખોદાવાની છે. તૈયારી કરી દો.

**

(ધૂળી બાળકને હાલરડાં ગાય છે.)
ધૂળી : પિત્તળીઆ પલાણ
ભાઈની જોડશું ઝાઝી જાન
મારા વહાલા! મોટો થઈ જા,
ભઈલા! ઓ.... હાલા!
હાલ વાલને રે ભાઈ હડકલી
મારો ભઈલો દે રેશમી ધડકલી!
(માલો આવે છે)
માલો : અલે... વાહ! આ આહા... અલે-
ધૂળી : જો, કોણ આવ્યું? જો, જોયું?… પરસેવો થયો લાગે છે- હેં ને ભઈલા ?
માલો : એ હમણાં આવું છું!
ધૂળી : ઓ – હા...લા...!

(માલાના જાતભાઈઓનું ટોળું તેને કૂવે પાણી ભરવા જતો જુએ છે.)
લો હરિજન : ક્યાં હાલ્યા? માલા ભગત?
માલો : ગામ કૂવેથી થોડું પાણી ભરી લાવું.
જો હરિજન : હેરાન થઈ જાશો ભગત!
માલો : અરે કોઈને ખબર નહીં પડે! આ તે કેટલું પીવાનો છે?
જો હરિજન : નવી નવાઈનો છોરો છે? તે ડહોળું પાણી નહીં પીએ હેં?
માલો : માંદોબાંદો પડે તો? હેં? જુઓ ને, ધૂળીનો જીવ કેટલો હળી ગયો છે! આ તો નાનો છે ત્યાં લગી લઈ આવીશ. પછી તો પીશે જ ને, આપણા જેવું!
લો હરિજન : હાચવજો! નહીંતર હાડકાં પાંસળાં રંગાઈ જશે હા!
(માલો છાનોમાનો કૂવેથી પાણી લેવા જાય છે. એક ઊંચી જાતનો માણસ એને જોઈ જાય છે.)
માણસ : કોણ છે અલ્યા? ગામનો કૂવો અભડાવે છે? મારો!
(માલો દોડે છે પેલો માણસ ને બીજા લોકો એની પાછળ પડે છે ને લાકડીઓથી મારે છે. માલો ભાગી જાય છે.)
માણસ : મારો! પકડો હાળાને!
બીજો માણસ : મારો! મારો!
માણસ : બાળી નાખો એ બધા મારા હાળાઓનાં ઝૂંપડાં!

**

(હરિજનના ટોળાં પાસે ભૂવો ધૂણે છે. વસ્તીમાં આગ લાગે છે.)
આઘેથી અવાજ : એ દોડજો રે, દોડજો! આગ લાગી છે— આપણાં ઝૂંપડાં બાળી નાંખ્યાં રે! એ દોડજો!
(હરિજનો ઝૂંપડાં બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ ફાવતા નથી. આખરે ઘરવખરીમાં જે કંઈ બચ્યું હોય તે લઈને ગામ છોડીને જતા રહે છે.)
દાદા : મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો!
મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો!
કે માનવી, રખે રહી જાય આ તરસ્યો! મેહુલિયો.
જાણત કે ટીપા માટે એ, માથું પટકી મરશે
ઝૂંપડાં બળશે બાળક એનાં અનાથ થઈ ટળવળશે
તૂટ્યાંફૂટ્યાં ઠામ લઈ એ વસશે બીજે ગામ જઈ
ઓઠે કોઈ સવાલ નહીં, જાણે ધરતીનાં બાળ નહીં!
જાણત તો સાચું કહેજે, તું વરસત કે'લ્યા મેહુલિયા?
કોને કાજે કોને કાજે કોને કાજે
અમીછાંટણે વરસત તું 'લ્યા મેહુલિયા?
(દાદા બાળકને વાર્તા કહેતા હોય છે તે જગ્યાએ એક માણસ ઘવાયેલી હાલતમાં દોડતો આવે છે. અને પડી જાય છે, કોઈ તેના મોં પર પાણી છાંટે છે. એક સ્ત્રી રડે છે.)

**

બાળકનો બાપ : (પ્રેક્ષકોને) ઘર બાળે, બૈરાં રંજાડે. ગણે ઢોરની તોલે. લોહી અમારું રોજ વહે, ને - તમને કંઈ જ ન અડકે? કંઈ જ નહીં?
બાળકની મા : ઓ ઈ, તું કોની સાથે વાત કરે છે?
બાપ : એ જે અંધારામાં બેસીને આપણને ક્યારના ટગર ટગર જોયા કરે છે તેમની સાથે.
મા : એય! એ જો જોતા હોત તો જોઈતું'તું જ શું? અરે! એ તો આંધળાની વસ્તી અને એમાંનાં અંધારાં!
દાદા : રાજા ખોદાવે છે વાવ, માલો નાખે ત્યાં પડાવ
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!
આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત
આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!
વરસ ઉપર વરસો ગયાં ને જીવો થયો જવાન
ઘાટઘૂટે સોહામણો ને રૂડો દીસે વાન!
હાથે કોદાળી ને કોશ નિચોવી દે છે જોશ
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી!

(માલો અને એના સાથીઓ તળાવ ખોદે છે ત્યાં મોટો સિપાઈ આવે છે)
માલો : અરે રામ! રામ રામ બાપજી!
મોટો સિપાઈ : હવે આનો ઝટ પાર લાવો ને!
માલો : ખોદતાં ખોદતાં છેક પૃથ્વીના પેટમાં પહોંચી ગયા છીએ તોયે પાણી ના નીકળે તો અમે શું કરીએ?
મોટો સિપાઈ : એય હાચું!
માલો : આખી વાવ છલકાય એટલો તો પરસેવો પાડ્યો છે અમે.
માલો : (સાથીઓને) આજે તો પાણી લગી પહોંચજો રે બાપલા!

**

(માલાનું ઘર. જીવો ઊંઘે છે.)
ધૂળી : હોનાનાં નળિયાં થયાં તોયે તે હૂતો છે મારો રોયો! એ જીવલા!... જીવલા! કહું છું ભૂંડો લાગ છ આમ પોહ ફાટે ત્યાં હુધી ખાટલામાં પડ્યો રે છે તી! દાંત હું કાઢ છ? હેં? જાણતો નથ્ય? છોડી હોત ને તો કામ કરવા લાગત હારોહાર! પણ મારા ભૂપજીની તો ઊંઘ જ ઊડે નંઈને કેમે કરી!..... ઓછું ઢોળ, ઓછું ઢોળ - આ પાણી હારી હારીને મારાં તો બાવડાં રઈ ગ્યાં છે. રેઢિયાળ! મારો રોયો હાંભળે જ નંઈ ને!

(ઉજમ ગધેડાં ચારવા નીકળી છે અને એકાંત જોઈ નદીમાં નહાવા પડી છે. જ્યોતિષી છાનેમાનો તેને જુએ છે તે જીવો જોઈ જાય છે.)
જ્યોતિષી : જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે! (હસીને) વાહ! વાહ! વાહ!
જીવો : એય, ઉજમડી, જો, જો, આ બામણો તને નાહતી જુએ છે.
જ્યોતિષી : બોલીશ નહીં – છાનો મર!
ઉજમ : મારા રોયા, બામણીના! બૈરાં નથી જોયાં બાપ જન્મારે તે અટાણના પો'રમાં અહીં ગુડાણો છે!
(ઉજમ જ્યોતિષી પર પથરા ફેંકે છે.)
ધનોત પનોત નીકળે તારું! તને મા-બેન નથી કે શું?
(જ્યોતિષી ભાગે છે. જીવો તેને અડકવાના ચાળા કરી ચીડાવે છે.)
જ્યોતિષી : અરે!
ઉજમ : કાગડા ઠોલે તારી આંખોને!
જ્યોતિષી : (જીવાને) તારા બાપનું નખ્ખોદ જાય! તને કીડા પડે! તને – કાળા મોઢાના! એ ધાજો! અલ્યા દોડજો! દોડજો! અલ્યા દોડજો!
 (જોષીની બૂમો સાંભળી બંને સિપાઈ દોડતા આવે છે. જીવાની સાથે બાથંબાથીમાં જાંઘ પરનું લાખું દેખાય છે. તેઓ જીવાને છોડી દે છે. મહેલ પાસે બંને સિપાઈ ચોકી ભરતા વાતો કરે છે.)

નાનો સિપાઈ : મોટા! તું બરોબર જાણે છે કે એ એ જ છોકરો છે?
મોટો સિપાઈ : છોકરમત ન કર, હું કાંઈ નથી જાણતો.
નાનો સિપાઈ : તું જાણે છે ને તારે કબૂલ નથી કરવું.
મોટો સિપાઈ : વારુ! એમ !
નાનો સિપાઈ : અને પેલું લાખું સુધ્ધાં મેં ઓળખ્યું ને!
મોટો સિપાઈ : એવાં લાખાં તો લાખોને હોય.
નાનો સિપાઈ : અને છોકરો છેય રૂપાળો!
મોટો સિપાઈ : તે રાજાનો છોકરો જ રૂપાળો હોય?
નાનો સિપાઈ : એમ નહીં, પણ વહેમ નથી પડતો?
મોટો સિપાઈ : એવા વહેમબેમ રાખવાં નહીં. કામ કરવું, રોટલા ખાવા અને હૂઈ જવું.
નાનો સિપાઈ : સાંભળ, રાજાને કાને વાત તો નાખી જો ને!
મોટો સિપાઈ : શું કરવા?
નાનો સિપાઈ : બિચારો દીકરા માટે કેવો તડપે છે?
મોટો સિપાઈ : હતો એને મરાવી નાખ્યો ને હવે ભલે ને તડપતો!
નાનો સિપાઈ : કદાચ ઇનામ મળે!
મોટો સિપાઈ : કદાચ શૂળીએ ચડાવે!

**

 (વાવ ખોદવાનું કામ તડામાર ચાલે છે. રાજની તિજોરીમાંથી સોનામહોરના થાળ ઠલવાય છે. રાજા રંગલા જોડે વાત કરે છે.)
રાજા : આમ ને આમ તો અમારા રાજ્યનું દેવાળું નીકળશે.
રંગલો : શું થાય?
રાજા : આમ શું કરે છે રંગલા? અમને હસાવ, અમને રિઝાવ, અમારું મન મનાવ. જોતો નથી? અમારે માથે ચિંતાનાં વાદળાં ઘેરાયાં છે!
(રાજા દુ:ખથી આંખો મીંચે છે.)

**

(એકાંત જગ્યાએ રંગલો બન્ને સિપાઈઓ જોડે વાત કરે છે.)
રંગલો : પણ તમે કુંવરને મારી નહોતો નાખ્યો?
મોટો સિપાઈ : સાચુંખોટું તો ઉપરવાળો જાણે, પણ છેક છેલ્લી ઘડીએ અમારા બેયનો જીવ ન ચાલ્યો એટલે એક લાકડાની પેટીમાં સુવાડીને નદીના પાણીમાં વહેતો મૂકી દીધો હતો.
નાનો સિપાઈ : એની જાંઘે એક લાખું પણ હતું. બરાબર એવું જ જીવાનેય છે. હું તો કહું છું, એ જ કુંવર છે!
મોટો સિપાઈ : અલ્યા ધીરે ધીરે! કો'ક સાંભળશે.
નાનો સિપાઈ : અરે, માલિયાને તે કંઈ આવો દીકરો હોય?
રંગલો : તપાસ કરવી પડશે. કદાચ - રાજાનું નસીબ ઝળક્યુંયે હોય!

**

(ઉજમ નદીકિનારે પાણીમાં પગ બોળીને રમત કરે છે, જીવો આવે છે.)
જીવો : ઉજમ!
ઉજમ : હં....
જીવો : ના, કંઈ નહીં... ઉજમ!
ઉજમ : હં.....
જીવો : કંઈ નહીં!
ઉજમ : (હસીને) જીવલા! તને જોઈને મને મારા ગધેડાની યાદ આવે છે. જીવલા! તમે લોકો આ પૂંછડી કેમ પહેરો, હેં?
જીવો : અમારે ત્યાં તો બધા જ પહેરે!
ઉજમ : બધા જ પહેરે? કેમ ?
જીવો : મને નથી ખબર !
ઉજમ : હેં? ખબર નથી ? કેમ ?

**

(રાજાના મહેલમાં રાજા નિરાશ થઈને બેઠો છે. જ્યોતિષી આવે છે)
જ્યોતિષી : મહારાજાનું રાજ અમર તપો!
રાજા : અહં... તમારી આશિષ નકામી..... તમારા જોષ પણ નકામા.
જ્યોતિષી : હં? આપ કંઈ નારાજ છો મહારાજ?
રાજા : (હસીને) ના રે! નારાજ શા માટે? અમે બુઢ્ઢા થતા જઈએ છીએ... નથી કુંવરનું ઠેકાણું. નથી પાણીનું ઠેકાણું... કેવી આનંદની વાત છે. નહીં જોષીજી? હસો... હસો ને! હેં?
જ્યોતિષી : મહારાજ! ગ્રહદેવતાઓ રીઝે ત્યારે જ કાર્ય સફળ થાય.
રાજા : વાવના કરતાંયે મોટો ખાડો રાજભંડારમાં પડી ગયો તોયે તમારા ગ્રહદેવતા નહીં રીઝ્યા હેં? તો હવે ક્યારે રીઝવાના? હં? અમે નિર્વશ મરીએ ત્યાર પછી?
જ્યોતિષી : હાં-હાં-હાં મહારાજ! આવું અમંગળ ન બોલો! હું જરૂર કોઈ ઉપાય શોધી કાઢીશ.
રાજા : આ વખતે ઠેકાણું નહીં પડે તો તમારી ખેર નથી.
જ્યોતિષી : જી!
રાજા : તમે ઉપાય શોધી લાવો. ત્યાં લગી તમારી વાવ અમારે ખોદાવવી પણ નથી...

**

(ઢંઢેરો પીટવામાં આવે છે)
ઢંઢેરો પીટનાર : વાવ ખોદાવવાનું કામ આજથી બંધ!

**

(નદી કિનારે મજૂરી કરતી સ્ત્રીઓ ગરબો ગાય છે)
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!
ઝબક્યાં નહીં, તબક્યાં નહીં
હે... પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં!

ઘોડિયેથી ઘોડલે ને ઘોડલેથી ખાટલે
પાણી ફોડ્યામાં આખી જિંદગી ગઈ જિંદગી ગઈ!
જોવી'તી સીમ અને જોવા'તાં ઝાડવાં
માટીની મહેક મારે માણવાની રહી!
માણવાની રહી! ઝબક્યાં નહીં..

ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!
ઝળક્યાં નહીં ચળક્યાં નહીં
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં.

તાંબા પિત્તળની હેલના ઝગારા
શમણાંમાં સહિયર શોધતી રહી, શોધતી જ રહી!
કચરાની ગાગરના સમ મારા વહાલમા
નીરખ્યો તને ને હું તો મલકી રહી,
મલકી જ રહી! ઝબક્યાં નહીં...

ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી!
છલક્યાં નહીં મલક્યાં નહીં
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં.

ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો
ઝબક્યાં નહીં તબક્યાં નહીં
ઝબક્યાં નહીં ચમક્યાં નહીં
છલક્યાં નહીં મલક્યાં નહીં
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં!

**

(રાજાના સિપાઈઓ આવે છે)
સિપાઈઓ : બંધ કરો!
એ – બંધ કરો આ બધી ધમાલ!
સાંભળતાં નથી કોઈ?
ઉજમ : કેમ? શું થયું છે પણ?
સિપાઈ : બંધ કરો આ બધી ધમાલ.
એક જુવાન : સાંજ પડયે થોડો થાક ઉતારીએ એમાં ધમાલ શાની?
ઉજમ : હાં!
માલો : છોડીઓને ગાવા દો ને બાપજી!
બીજો માણસ : હજી શરૂ જ કર્યું છે પણ !
સિપાઈ : હવે તમને લોકોને કશી સમજ પડે નહીં ને! રાજાનું મન ઉદાસ છે.
બીજો સિપાઈ : સખત ત્રાસ ત્રાસ છે.

**

(નાની રાણીના મહેલમાં હીંચકા પર રાણી, પ્રધાન ને દરબારી)
નાની રાણી : જીવો હવે જીવવો ન જોઈએ!
પ્રધાન : નહીં જીવે. ઠીક?
નાની રાણી : અઢાર વરસ પહેલાં પણ આ જ કહ્યું હતું.
પ્રધાન : શી ખાતરી કે જીવો રાજકુમાર છે?
દરબારી : પણ મેં મારે કાનોકાન સાંભળ્યું છે ને!
પ્રધાન : એ તો કદાચ એમનો વહેમ પણ હોય.
નાની રાણી જે હોય તે. જીવાને હવે જીવવા ન દેવાય.
પ્રધાન : (તાળી પાડીને સૈનિકોને બોલાવતાં) કોઈ હાજર છે? જુઓ, હમણાં ને હમણાં જાઓ અને પેલા જીવાને જીવતો કે મૂએલો મારી સામે હાજર કરો. જાઓ!
સૈનિકો : જી!

**

(નદી કિનારે ઉજમ ગધેડાને નવડાવતી વાતો કરે છે. થોડે છેટે જીવો બેઠો છે.)
ઉજમ : ઊજળો વાન, લાંબા કાન! મર્દોનાં મુકાવે માન. વાહ રે મારા રઢિયાળા! એય! સખણો રહે ને! સખણો! ગામમાં જવાની હિંમત તો છે નહીં ને અહીં કોને બહાદુરી બતાવે છે?
જીવો : કોને? મને કહે છે?
ઉજમ : ના રે! મારા ગધેડાને!
જીવો : હં. તો ઠીક!
ઉજમ : લે – તારામાં તો હિંમત છે જ, નહીં? ગામમાં જવાની ને મને સાથે લઈ જવાની?
જીવો : હા હા... છે ને! છે!
(ગધેડું ભૂંકે છે. જીવો ચમકે છે.)
જીવો : એય! શું થયું?
ઉજમ : કંઈ નહીં. મર્દોયે હોય છે ને? ફટાકડાંની પહોંચ નહીં ને તોપખાનામાં ભરતી!
જીવો : એય!
ઉજમ : શું છે?
જીવો : તારે ગામમાં જવું છે ને? ચાલ, લઈ જાઉં છું તને અબી હાલ.
ઉજમ : આવા વેશે?
જીવો  : હા.
ઉજમ : એમ? મારે સાથે પૂંછડીવાળો જોઈતો હોત તો આ જ શું ખોટો હતો? બે ડફણાં ખાઈને સખણો ચાલે તો ખરો!
જીવો : લે ચાલ, તું જીતી!
(જીવો ઝૂંપડીમાં જઈ કપડાં બદલે છે.)
જીવો : જાત મર્દની, સાવ ગધેડો! ચડ જા બેટા શૂળી પે.
(જીવો અને ઉજમ ગામમાં જાય છે.)

**

(માલો આવે છે. તેના જાતભાઈઓ તેને બોલાવે છે.)
પહેલો હરિજન : આવો ભગત! લ્યો તાણો!
બીજો હરિજન આવો ’લ્યા.... આવો! બેહો બેહો, ભગત આવ્યા. વાવના શું સમાચાર? કામ ક્યારે ચાલુ થશે?
માલો : કંઈ જ ખબર પડતી નથી.
બીજો હરિજન : ભૂખે મરવાના દહાડા આવ્યા છે.
ત્રીજો હરિજન : ભૂખ્યા મરવાના દહાડા શું કરવા? બીજે જઈને રહીશું.
ચોથો હરિજન : શું થયું? જીવલો જડ્યો કે?
માલો : ના રે! ક્યાંયે જડતો નથી.
ત્રીજો હરિજન : તમે કડપ રાખ્યો નહીં.
એક અવાજ : હા હોં! પેલી ગધેડાંવાળી જોડે બહુ રખડવા માંડ્યો છે હમણાં હમણાંનો!
માલો : હું તો ના કહું છું. એ રહ્યા વણઝારા, ઊંચી જાત! પણ સાંભળતો જ નથી ને!
જુવાન : ઉજમ મળી કે?
માલો : નહીં મળી. કોને ખબર, શું થવા બેઠું છે!
પહેલો હરિજન : હજી પેલા સિપાઈડાઓ અહીંયાં ફર્યા કરે છે.
બીજો હરિજન : દઈ જાણે, શાનાં ખાંખાંખોળાં કર્યા કરે છે.
ત્રીજો હરિજન : આપણે શું કર્યું છે કે એમનાથી બીવું પડે?
ચોથો હરિજન : ડરવું તો પડે જ ને ભઈલા, એ લોકો રાજાના માણસો કહેવાય!
માલો : રાજા, વાજાં ને વાંદરા - ત્રણેનો ભરોસો ન થાય.
(બંને સિપાઈઓને બાંધીને પ્રધાનના માણસો માર મારે છે. નાની રાણીના મહેલમાં નાની રાણી, પ્રધાન, નગરશેઠ અને જોષી)
જ્યોતિષી : નારાયણ, નારાયણ નારાયણ શંભો! હર હર શંભુ! હર હર હર!
રાણી : પધારો પધારો જોષીમહારાજ.
જ્યોતિષી : કલ્યાણ કલ્યાણ!.. હાજર જ છું. (હસે છે.)
રાણી : રાજકુમાર જીવે છે.
પ્રધાન : બોલ!
(નાનો સિપાઈ કબૂલાત કરે છે.)
નાનો સિપાઈ : કબૂલ, કબૂલ! બધું કબૂલ! ના મારો! ના મારો! કહી દઉં છું. બધું કહી દઉં છું… અમે રાજકુમારને નહોતા માર્યા!

**

(જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.)
મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને!
દાદા : આ તો ભવની ભવાઈ
જરા લાગે જો નવાઈ
તોયે જોતા જાજો ભાઈ
તમે જોતા જાજો ભાઈ!
સલામતી જ્યાં સળિયા પાછળ
એ તે કેવું શહેર?
રખેવાળથી રહેવું બીને
જીવવાની શી લહેર?

આ તો ભવની ભવાઈ
જરા લાગે જો નવાઈ
તોયે જોતા જાજો ભાઈ!
તમે જોતા જાજો ભાઈ!
હૂંફાળી ને કાજળકાળી
વીતી જશે આ રાત
ગજબ ગૂંચો લઈ ગજા બહારની
ઊગવાનું પરભાત!
તા થૈયા... થૈયા તા થૈ!
ખળખળ વહેતી... સઘળું સહેતી
નદી વહેતી જાય... સહેતી જાય!
પળપળ કહેતી જાય!..
બાળકનો બાપ : વાર્તા! વાર્તા! વાર્તા! ક્યાં સુધી? ક્યાં સુધી?

**

(રાજાના મહેલમાં રાજા, જ્યોતિષી આવે છે)
જ્યોતિષી : મળી ગયો! મળી ગયો!
રાજા : (નવાઈ પામીને) કોણ મળી ગયો?
જ્યોતિષી : ઉપાય! ગ્રહોને રીઝવવાનો અજોડ અને અફર ઉપાય!
રાજા : તો ભસી નાખો ને! વાવમાં પાણી આવે તો મારા જીવમાં જીવ આવે.
જ્યોતિષી : ધરતી ભોગ માગે છે.
રાજા : તો આપો ને! વાર કેટલી!
જ્યોતિષી : પણ આમાં તો નરબલિ જોઈએ.
રાજા : અં? તો કોઈને પણ પકડીને વધેરી નાખો ને! રાજાને શું પ્રજા પર આટલોય અધિકાર નથી?
જ્યોતિષી : ના, આમાં ગમે તે માણસનો ભોગ કામ લાગી શકે નહીં મહારાજા! આમાં તો બત્રીસ લક્ષણો પુરુષ મળી આવે અને એનો ભોગ અપાય ત્યારે જ ધરતી રીઝે અને ત્યારે જ વાવમાં પાણી છલકાય અને પછી જ આપને પુત્રરત્નની પ્રાપ્તિ થાય!
રાજા : તો ખોળી લાવોને એવો પુરુષ! બત્રીસ ચોત્રીસ જે જોઈતાં હોય તેવાં લક્ષણવાળો!
જ્યોતિષી : (હસીને) એવા તો માત્ર બે જ છે. એક તો - એક તો આપ પોતે!
રાજા : એ શું, જોષી? અમારા મરવાથી તે કંઈ અમને દીકરો થતો હશે?
જ્યોતિષી : તો પછી બીજો... બીજો માલા ઢેડનો દીકરો જીવો!
રાજા : જીવો?
જ્યોતિષી : હં...
રાજા : જીવો! તો બેસી શું રહ્યા છો? જાઓ! અને એને પકડી મંગાવો.
જ્યોતિષી : હાજી...હાજી...હાજી!

**

(જીવો ને ઉજમ દોડતાં દેખાય છે. રસ્તે દાંડી પિટાય છે.)
ઉજમ : ચાલ ને!
જીવો : હા!
દાંડી પીટનારો : સાંભળજો રે સાંભળજો! સાંભળજો રે સાંભળજો! રાજાનું મન ઉદાસ છે સખત ત્રાસ ત્રાસ છે...
જીવો : રાજાનો રોગ ખાસ છે;
દાંડી પીટનારો : પડતું નથી ચેન – ચડતું નથી ઘેન!
નીંદર હરામ છે જરી ના આરામ છે.
રાજાને રીઝવવાનું કરવા જેવું કામ છે!
સાંભળજો રે સાંભળજો...

**

(ઉજમ ને જીવાની પાછળ સૈનિકો પડ્યા છે. હરિજન વસ્તીમાં સૈનિકો માલાને પકડે છે અને મારે છે.)
સૈનિકો : બોલ! બોલ!
માલો : મારશો નહીં બાપલા.
સૈનિકો : બોલ! જીવાને ક્યાં સંતાડ્યો છે?
માલો : ના મારા બાપલા! ના મારા બાપલા! જીવલો જડતો જ નથી.
સૈનિક : જડતો કેમ નથી? બોલ! બોલ!
માલો : નહીં બાપલા!

**

 (રાજદરબારમાં ભંગીઓ રાજાને મળવા આવે છે.)
રાજા : અમને—
ભંગીઓ : મહારાજાને ઘણી ખમ્મા!
રાજા : અમને— અમને... તમારું કામ પડ્યું છે!
માલો : બાપજી! ધનભાગ્ય ને ધનઘડી કે અમે રાજ્યના ખપમાં આવીએ!
રાજા : વાત જાણે એમ છે કે—વાવમાં પાણી આવતું નથી ને અમારું વાંઝિયામહેણું ટળતું નથી.
માલો : અમે ખોદવા તૈયાર છીએ બાપલા. અં... કામ શીદને બંધ કરાવ્યું?
બીજો ભંગી : આપ હુકમ કરો એટલી વાર! રોટલો ખાવાયે ઊંચું નહીં જોઈએ.
ત્રીજો ભંગી : હાં હવે તો પાણી નીકળશે ત્યારે જ જંપીશું.
રાજા : અરે મૂર્ખાઓ! પાણી એમ નીકળતું હશે? બત્રીસલક્ષણાનો ભોગ આપ્યા વિના આ વાવ કોરીધાકોર જ રહેવાની. સમજ્યા?
એક ભંગી : પણ- પણ- બત્રીલખ્ખણો ચ્યોંથી લાવવો?
રાજા : આ છે ને! માલાનો દીકરો— જીવો!
માલો : મારો? મારો જીવલો ?
પ્રધાન : જીવો બત્રીસલક્ષણો છે… અને વાવમાં ભોગ આપવા માટે એની પસંદગી કરવામાં આવી છે. એટલે ઝટપટ જીવાને હાજર કરો!
માલો : પણ જીવલો તો જડતો જ નથી.
પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે.
રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો.

**

(ઉજમ અને જીવાનો સિપાઈઓ પીછો કરે છે. ભવાયાઓ રાજદરબારમાં જવાની માગણી કરે છે— ચોકીદાર અટકાવે છે.)
ચોકીદાર : નહીં એટલે નહીં!
ભવાયો : અરે, પણ અમને અમારો કસબ તો અજમાવવા દો!
બીજો ભવાયો : રાજાને રાજી રાજી કરી દેશું.
ભવાયો : હા. અંદર આવવા દોને!
બીજો ભવાયો : હા... આવવા દોને અંદર!
ચોકીદાર : એક વાર ના એટલે ના. રાજાજી બહુ જ કંટાળી ગયા છે. એમને હવે કોઈનું કામ નથી.
(જીવો ને ઉજમ ત્યાં આવે છે)
જીવો : કોઈનું ભલે ના હોય, મારું તો છે જ!
ચોકીદાર : કોણ છે તું?
જીવો : નામનું શું કામ? હું ફરું ગામે ગામ! મારી બુદ્ધિ બે-લગામ! હું તો ગમ્મતનું ધામ!
ઉજમ : જો રાજા ઉદાસ, તો કામ અમારું ખાસ.
ચોકીદાર : શું કામ કરવાનાં હતાં?
જીવો : કરવું મોટું કામ!
ઉજમ : અમે જીતીશું ઇનામ! અર્ધો ભાગ તમારો - સમજ્યા?
ચોકીદાર : હેં?
ભવાયો : હવે તો આવવા દો!
જીવો : હવે જવા દો, જવા દો જલદી અમને બધાને અંદર!

**


(જીવો, ઉજમ અને ભવાયા રાજાની સામે ભવાઈ કરે છે.)
જીવો : હે... રંગલો આવે રે રાજા રંગલો આવે!
રંગલો આવે રે રાજા રંગલો આવે!
ઉજમ : હે... રંગલી આવે રે રાજા રંગલી આવે!
સાથે રંગલી આવે રે રાણી રંગલી આવે!
ભવાયા : હે ભલા!
ઉજમ : અલ્યા ઓ રંગલા!
જીવો : બોલ, રંગલી!
રંગલી : આજે મહારાજા જેવા મહારાજાએ આપણને ભવાઈ ભજવવા બોલાવ્યા છે તો ક્યો વેશ ભજવશું?
જીવો : આપણે – માગણનો વેશ ભજવશું!
આવે છે રે આવે છે
જુઓ ભીખો ભિખારી આવે છે!
એ આવે છે રે આવે છે
જુઓ ભીખો ભિખારી આવે છે!
જરા જાણ કરો, પિછાણ કરો!
જરા જાણ કરો, પિછાણ કરો!
દયાદાન કરો, પુણ્યદાન કરો
પાઈ પૈસામાં સરગ અપાવે છે!
જુઓ ભીખો ભિખારી આવે છે!
પાઈ પૈસામાં સરગ અપાવે છે.
જુઓ ભીખો ભિખારી આવે છે.
ઉજમ : રાજા માગે દીકરો ને ખેડુ માગે જાર
અરે મહોર માગે ભીખલો, કરે ન બીજો વિચાર!
ઉજમ : આ ભીખાની ભૂખ-
જીવો : એક સોનામહોર?
ઉજમ : એ તો તલખે ને વલખે-
જીવો : એક સોનામહોર!
ઉજમ : એ તો તલસે ને તરસે....
જીવો : એક સોનામહોર!
ઉજમ : રાત જાગીને માગે-
જીવો : એક સોનામહોર!
ઉજમ : એની લગની એક જ-
જીવો : એક સોનામહોર!
ઉજમ : માગી માગી ને માગે....
જીવો : એક સોનામહોર!
ઉજમ : એક સોનામહોર! એક સોનામહોર!
એક સોનામહોર!
ભવાયા : ...એ ભલા!
(નાની રાણી જીવાને સોનમહોર આપે છે.)
જીવો : મળી! મળી! મળી! મળી!
આખરે તો મને મારી મહોર મળી ખરી!
મળી મળી મળી મને મળી મળી મળી!
મારા ભવની ભાવઠ ટળી!
મારા ભવની ભાવઠ ટળી, મારી મહોર મને મળી!
(પારેખ આવે છે)
ઉજમ : અલ્યા, તું જરા જો ને! આ મહોર સાચી છે કે ખોટી?
પારેખ : પારખવાના પડતા પૈસા
કામ ન સમજો ઐસા વૈસા!
લાવ જોઉં!
આ તો મહોર ખોટી છે!
જીવો : હેં? ખોટી તો ખોટી! મારાં છોકરાં રમશે.
પારેખ : (સ્વગત) સોનામહોર સાચી, અક્કલ આની કાચી!
સોનામહોર સાચી, અક્કલ આની કાચી!
એને ધૂતી જો લઉં,
ખરો પારેખ કહેવાઉં!
તા થૈયા થૈયા તાથૈ. એ... ભલા!
(બ્રાહ્મણ આવે છે.)
બ્રાહ્મણ : અરરર! સવારના પહોરમાં સોનું?
અલ્યા, સવારના પહોરમાં સોનું?
કરમ ફૂટ્યું છે કોનું?
ઘડી પળ એવાં છે ભાઈ,
સોનાની ન કરો સગાઈ!
ફેંકી દે! ફેંકી દે! એ... ફેંકી દે!
જીવો : પણ કેમ?
બ્રાહ્મણ : રાખશે પાસે સોનામહોર,
જીવશે નહીં તું સવા પહોર!
પછી કે'શે કે સાચું કીધું ન’તું!
અમે હાથમાં ટીપણું લીધું ન’તું!
ભવાયા : તા થૈયા, થૈયા તાથૈ... એ ભલા!
(ફોજદાર આવે છે.)
ફોજદાર : બાંકે ફોજદાર, ઓર ટેઢી મેરી ટોપી!
બિના કલદાર, બાતેં સબ ખોટી!
જીવો : એ ફોજદારસા'બ! જરી જુઓ ને, સોનામહોર હાચી છે કે ખોટી છે? મને થાય છે કે આને રાખું કે ફેંકી દઉં?
ફોજદાર : ભૂંડા ભીખલા ભિખારી!
યહ મજાલ તારી?
સોને કી મહોર પે રાજા કી છાપ હૈ-
રાજા કો છૂના કિતના બડા પાપ હૈ!
આગળ થા આગળ— ચલ બે પાગલ !
ચલ બે પાગલ!
(ફોજદાર ભીખાને લઈ જાય છે.)
(રાજા હસે છે, પ્રધાનને વહેમ પડતાં સિપાઈઓને જીવા તથા ઉજમને પકડવા મોકલે છે પણ એ લોકો ભાગી જાય છે.)

**

(હરિજનોની વસ્તીમાં ધૂળી અનાજ ઝાટકતાં રડે છે. બે સ્ત્રીઓ તેને ઠપકો દે છે.)
પહેલી સ્ત્રી : તમે તમારે ટાઢે પેટે રાંધો ને ખાઓ ધૂળીમા!
બીજી સ્ત્રી : અહીંયાં કોઈના ઘરમાં કેવી લાલબાઈ લાગી સે ઈ તમારે ક્યાં જોવું સે?
ધૂળી : અલી, મને સંભળાવ છ તું?
પહેલો પુરુષ : તમને નહીં તો કોને? એકેએક જણ કહેતું'તું ધૂળીમા, કે તમારા જીવલાને સાચવો–બહુ ચગ્યો છે! પણ તમે સાંભળતાં'તાં જ ક્યાં?
ધૂળી : પણ રાજા રૂઠે એમાં મારો જીવલો શું કરે?
પહેલો પુરુષ : કંઈ કર્યું હશે ત્યારે જ રાજા રૂઠ્યો હશે ને?
બીજો પુરુષ : હરરોજ નાની મોટી રંજાડ હોય છે એના નામની.
 ધૂળી : ખાધાપીધા વગરનો બચાડો ક્યાંય રખડતો હશે મારો જીવલો!
ત્રીજો પુરુષ : હવે આમ ખોટાં કાલાં કાઢો મા અને જ્યાં ઘાલ્યો ત્યાંથી કાઢો બા'ર!
ધૂળી : જો મેં એને હંતાડ્યો હોય તો હું ફાટી પડું—અટાણે!
(રડે છે.)

**

(કોતરમાં છુપાયેલાં જીવો અને ઉજમ)
જીવો : મારા હાળા આ તો ડાઘિયાની પેઠે પાછળ પડ્યા છે. મને લાગે છે જીવ લઈને જ જંપશે.
ઉજમ : હવે શું થશે, જીવલા!
જીવો : હં? કંઈ સૂઝતું નથી!
ઉજમ : મારા હમ, જીવલા! મને તો કહે!
જીવો : હં?
ઉજમ : તેં કંઈ કર્યું તો નથી ને?
જીવો : તારી પાછળ ફરવામાંથી હું ઊંચો જ ક્યાં આવું છું તે કંઈયે કરું! (હસે છે.)
ઉજમ : જીવલા! આ તે કંઈ હસવાનો વખત છે?
જીવો : ઉજમડી, સાંભળ! આ તો બધા મારી કેડે લાગ્યા છે. તું શું લેવા હેરાન થાય છે વગર મફતની? હં? ઘર ભેગી થઈ જા! જા ને!
ઉજમ : હું નહીં જવાની!
જીવો : ઘેલી ન થા. મારો જીવ બચાવવાનાં ફાંફાં છે ત્યાં તને ક્યાં માથે લઈને ફરું? જા! એમ તોબરો ચડાવ્યા વગર જા ને જતી હોય તો!
(ઉજમ રિસાય છે.)
જીવો : ઉજમ!... શું થયું?
(જીવો ઉજમને મનાવવા જાય છે. પણ તે હાથ તરછોડીને વસતીમાં જતી રહે છે. ધૂળી દળતાં દળતાં તેને જુએ છે.)

**

ધૂળી : અલી એય છોડી! ક્યાં છે મારો જીવલો? અરે, આમ ટગર ટગર જોયા શું કરે છે? તેં જ મારા રતન જેવા છોકરાને વંઠાડી મેલ્યો છે! અલી, ભસી મર ને જાણતી હોય તો! હં-
(ઉજમ જતી રહે છે. માલો આવે છે.)

**

માલો : ને તમે રાત દી' રામ રામ કર્યે રાખો ને! તમારે ઓછું જ જોવું છે કે ગામનું મનેખ મને કેવી રીતે ફોલી ખાય છે તે! કહેતા કહેતીની ક્યાં માંડો છો? કાલે પહો ફાટતાં લગી જીવલો નહીં જડે તો રાજા કોઈને જીવતો નથી છોડવાનો!
(ઉજમ આવે છે.)
ધૂળી : તે કહો ને ઓલી મેંઢી ઘોને! એ નહીં જાણતી હોય કે જીવલો ક્યાં ભરાયો છે?
માલો : એય છોડી! જીવલો ક્યાં છે? એય? સાંભળતી નથી?
ઉજમ : મને નથી ખબર! ને ખબર હોય તોયે નથી કહેવાની. તમે શું બધા જીવાના જીવના ઘરાક થઈને બેઠાં છો? રાજા માગે એટલે એને સામે ધરી દેવાનો— એમ?
માલો : લવરી ના કર છોડી! એક જીવાને લીધા બધાના જીવ જોખમમાં છે એ જાણે છે?
ઉજમ : બધાના જીવ? બે પગ વચ્ચે પૂંછડું ઘાલીને બધા ટોળું વળીને બેસી ગયા છો તે જીવ છે જ ક્યાં કોઈનામાં? મડદાને વળી મરવાની બીક?

**

(માલો ઉજમને મારે છે. રાતના અંધકારમાં જીવો લપાતો છુપાતો ઉજમ પાસે આવે છે.)
ઉજમ : જીવલા! તું ક્યાં હતો? મને તો એટલી ચિંતા થતી'તી!
જીવો : પેલા અહીં પણ તને શોધતા હશે, નહીં?
ઉજમ : હાસ્તો! જીવા, રાજા તારો ભોગ માગે છે!
જીવો : હેં?
ઉજમ : હા. અને તારો બાપેય રાજી છે.
જીવો : ઉજમડી ચાલ, અહીંથી આપણે ભાગી જઈએ.
ઉજમ : ને આ બધાને મરવા દઈએ? રાજા વેર વાળ્યા વગર રહેતો હશે?
જીવો : તો - તું જા! મારા બાપને બોલાવી આવ, જા!... જા ને! અરે, સાંભળ! એક કામ કર, તારાં એક જોડ કપડાં લઈ આવ.
ઉજમ : મારાં કપડાંને તું શું કરીશ?
જીવો : લાવ ને હવે, જા!

**

(રંગલો સૈનિક સાથે વાત કરે છે.)
રંગલો : તું પવનવેગે ઊપડ અને મોટાં રાણીબાને જણાવ કે જો એ તરત પાછાં નહીં પધારે તો રાજકુંવરનો જીવ જોખમમાં છે.
સૈનિક : પણ—
રંગલો : અને જો સાંભળ! તકેદારી રાખજે. કોઈને ગંધ ન જાય!
(બીજો સૈનિક રંગલાને વાત કરતો સાંભળી જાય છે તેના કહેવાથી પ્રધાન રંગલાને પેલા બે સિપાઈઓ ભેગા જેલમાં નાખે છે.)

**

(રાતના સમયે ખડક પાછળ જીવાને, માલો અને ઉજમ મળવા આવે છે.)
જીવો : કેમ બાપા! તું જ મારો વેરી?
માલો : પૂછી જો ને આ છોડીને! બધા કેવા મારી વાંહે લાગ્યા છે!
જીવો : એમાં એને શું પૂછવાનું? આમ રાતોરાત ગામ બહાર નીકળી જાઉં તો? જાણે ધરતી ગળી જ ગઈ!
માલો : રાજા ધરતી ચીરીને તને બહાર કાઢ્યા વિનાનો રહેશે કંઈ?
જીવો : તો આનો કાંઈ તો ઉપાય કરવો પડશે જ ને? હેં?
માલો : કર ને! બત્રીલખણો તું છે. એટલે કાંકેય સૂઝવાનું હશે એ તો તને જ સૂઝશે!
ઉજમ : તમે પણ આ બધાની ચાલતી ગાડીએ ચઢી બેઠા કે ડોસા? મને તો આપણામાં અને આ જીવલામાં કશોય ફરક દેખાતો નથી!
જીવો : ઉજમ! તું બોલતી બંધ રહીશ હવે? તારા પટપટારામાં કંઈ સૂઝતું હોય તોયે ન સૂઝે! એય, બાપા, એમ કરો! જાણે (ડરીને) કોઈ આવ્યું!

**

(સૈનિકો મશાલ લઈને જીવાને શોધવા આવે છે, પણ તે જડતો નથી. હરિજનો ચિંતામાં બેઠા છે. પાછળથી ભજન ગવાય છે.)
પાછું વાળીને જેણે જોઈ ન જાનકીને
કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ!

લાંબા છે દહાડા એથી લાંબી છે રાતો
ખરા જીવતરની કરીએ કોને જઈને વાતો?
વસમી વેળાએ તું તો પડખે આવી ન ઊભો
કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ!

લાગ્યો છે કારમો દવ હો ડુંગરિયે!
દિશા સૂઝે ના હવે દોડીને શું કરીએ!
પોઢ્યો પાતાળે જઈને શોધ્યો ના જડિયો તારો
કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ!
પાછું વાળીને જેણે જોઈ ન જાનકીને
કરીએ કિયો રે ભરોસો ભગવાન?- રામ! હે રામ!

**

(સવાર પડે છે. પ્રધાન ઘોડે ચડીને હરિજનની વસ્તીમાં આવે છે, માલો એને મળે છે.)
માલો : રામ, રામ! બાપજી!
પ્રધાન : હાં. ડોસા બધું નાટક રહેવા દે! અને જ્યાં ઘાલ્યો હોય ત્યાંથી જીવાને કાઢ!
માલો : હું ક્યાં ના પાડું છું બાપજી? હું તો ક્યારનો તમારી જ રાહ જોતો હતો!
પ્રધાન : હં હં. એમ?
માલો : હા. જીવાએ મહારાજ બાપજીને સંદેશો કહ્યો છે. જીવો કહે છે કે મારો ખપ પડ્યો હોય તો સુખેથી મને વધેરી નાખો! પણ મારી એક શરત છે!
પ્રધાન : એમ? શી શરત છે જીવાની?
માલો : એ તો જીવો જાતે જ કહેશે.
પ્રધાન : તો એને હાજર કર!
માલો : ના બાપજી! મહારાજને જ એ મોઢામોઢ કહેશે.
પ્રધાન : એટલે? મહારાજ અહીં પધારે, એમ?
માલો : ખપ હોય તો!
પ્રધાન : હં... જોઈ શું રહ્યા છો! ઉલ્લુના પઠ્ઠાઓ પકડો આ ઉદ્ધત ડોસાને, પકડો!
ઉજમ : એય બાપજી! જે કરો એ સમજી વિચારીને કરજો. જીવો હાથમાં કટાર લઈને જ બેઠો છે. જો કોઈએ કશી બળજબરી કરી તો એને પેટમાં કટાર ઘાલતાં વાર નહીં લાગે.
પ્રધાન : શું?
ઉજમ : પછી ભોગ કોનો ચઢાવશો? હેં? જીવો જોઈતો હોય તો રાજાને ખુદને જ બોલાવો, જીવાની શરતો જાણવા. નહીંતર વધેરી રહ્યા જીવલાને!

**

(વડના ઝાડ નીચે સ્ત્રીના વેશમાં જીવો અને ઉજમ)
જીવો : ઉજમડી! હું તો પરસેવાથી રેબઝેબ થઈ ગયો.
ઉજમ : એ તો આ કપડાંને લીધે. તને ટેવ નહીં ને!
જીવો : ના ઉજમ, મારા ટાંટિયા તો થરથર ધ્રૂજે છે. મને આવી કમતડી ક્યાંથી ધાઈ? સાંભળ... હમણાં રાજા સાચે જ આવશે તો? હં?
ઉજમ : તેં બોલાવ્યો છે તો આવશે તો ખરો જ ને! હવે આ છેલ્લી ઘડીએ પાણીમાં શાનો બેસી જાય છે, જીવલા!
જીવો : ઉજમ!
ઉજમ : હં....
જીવો : મને તો બીક લાગે છે.
ઉજમ : શાની? જવું તો છે જ ને એક દહાડો સૌને! જતાં જતાં સૌને સુખિયા કરતો જા તો તારું જીવ્યું કંઈકેય લેખે લાગે જીવલા!
જીવો : રાજા કબૂલ ન કરે તો સારું.
ઉજમ : તોયે તારો તો એ જ ઘાટ છે. જીવા! તું તો આમેય મૂઓ ને આમેય મૂઓ.
જીવો : હં... મગજમાં તડ છે, બહુ ગરબડ છે. મારે માથે મોત ભમે ને લોકો માટે સગવડ છે!
(બીજો દિવસ. ઉજમ જીવાને પૂંછડું બાંધે છે. રાજા ઘોડેસવારો સાથે આવે છે. માલો રાજા પાસે આવે છે.)
રાજા : ક્યાં છે? ક્યાં છે એ નફ્ફટ જીવો? એને હમણાં ને હમણાં હાજર કરો!
માલો : નહીં રંજાડો રાજા રાંકને! મજૂરો બિચારા મજૂરી કરે, એમાં એમનો કયો વાંક રે?
રાજા : બકબક બંધ કર! જીવલાને હાજર કર!

*

(વડના ઝાડ પાસે જીવો ને ઉજમ)
ઉજમ : હવે તો ખેલ શરૂ થઈ ગયો, જીવલા!
જીવો : હેં?
(જીવો ડરે છે)
ઉજમ : આમ શું કરે છે?
જીવો : હં...નહીં...નહીં!
ઉજમ : આમ તે કંઈ ચાલતું હશે?
(ઉજમ જીવાનાં ઓવારણાં લે છે. જીવો કટાર લઈને રાજા સામે નાચતાં નાચતાં ગાય છે.)
જીવો : હું માલાનો દીકરો જીવો
હવે તારા આ ગામનો હું દીવો!
હે... જોઈએ જો રાજા તને પાણી
તો સરખી સાંભળ મારી વાણી!

જેવા તારા બે હાથ એવા મારા બે હાથ... (૨)
હવે ત્રીજી આ બાંય અમે રાખવાના નહીં
બોલ! હે બોલ રાજા તને એ કબૂલ છે કે નહીં ?

જેવાં તારાં પગલાં એવાં મારાં પગલાં
અમે ભૂંસવા ઝાંખરું બાંધવાના નહીં! બોલ રાજા.
જેવું તારું છે થૂંક તેવું મારું છે થૂંક
અમે કોટે આ કલડી રાખવાના નહીં!... બોલ રાજા.
જેવું તારું માથું તેવું મારું માથું
ઉજમ : જેવું તારું માથું એવું આનું માથું!
હવે માથે એ ફાળકો બાંધવાના નહીં! બોલ રાજા.
જીવો : જેવો તારો છે જીવ એવો મારો છે જીવ
અમે વગડામાં જઈને વસવાના નહીં!
ઉજમ : બોલ રાજા તને એ કબૂલ છે કે નહીં?
જીવો : એ.... માણસની જેમ અમને રહેવા દે
અને નિર્મળ નીર હવે વહેવા દે...! બોલ રાજા.

(રાજા જતો રહે છે અને દરબારમાં બેસી દરબારીઓ સાથે વિચાર કરે છે.)
જ્યોતિષી : ના ના ના ના, આ કદાપિ ચલાવી ન લેવાય! આ તો ધર્મવિરુદ્ધ યુદ્ધ છે.
પ્રધાન : રાજા સામે બળવો છે.
દરબારી : અરે, બધાને એકસામટા બાળી મૂકવા જોઈએ. તો ખબર પડે કે રાજા સામે શરતો કેમ મુકાય છે.
રાજા : પછી અમારી વાવનું શું? અમારા વંશનું શું?
નગરશેઠ : હં... વિચારવા જેવી વાત છે.
જ્યોતિષી : આમાં તે વિચાર થતો હશે? ધર્મ રસાતાળ જાય પછી જીવવાનોયે શો અર્થ છે?
દરબારી : જીવાની શરતો કબૂલ કરાય જ નહીં. આમ તો આખો સમાજ ઊથલી પડે.
પ્રધાન : હા... હા, આ પાંચ કબૂલીશું તો ભવિષ્યમાં કો'ક બીજી પચીસ શરતો મૂકશે. એમને મોંએ ચડાવાય જ નહીં.
જ્યોતિષી : સત્ય છે.
રાજા : અં... નગરશેઠ!
નગરશેઠ : જી!
રાજા : તમારું શું કહેવું છે?
નગરશેઠ : મને તો આમાં બહુ વાંધા જેવું લાગતું નથી.
રાજા : હેં?
નગરશેઠ : મારી વાત તો સાંભળો! ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાઠાં. જીવાની શરતો કબૂલી લઈશું તોયે એ લોકોને આપણી એડી તળે રાખતાં આપણને ક્યાં નથી આવડતું?
રાજા : એમ નમતું જોખવા કરતાં જીવાને પકડીને ઝબ્બે કરી નાંખીએ તો?
નગરશેઠ : તો એ શહીદ થઈ જશે. એના પાળિયા પૂજાશે, એની માનતાઓ રખાશે. એની કથા કહેવાશે. મરીને એ અમર થઈ જશે, મહારાજ! દંતકથાને ડામવી એ માણસ મારવા જેટલું સહેલું નથી. હં! એના કરતાં ભલે ને એ વેપારી બનતો! માથા સાટે પાંચ શરતો! હું તો માનું છું, સોદો સસ્તો છે. સ્વીકારી લો... આપણને ઊની આંચ આવવાની નથી.
રાજા : હં...!

**

(હરિજન વસ્તીમાં દાંડી પીટનારો આવે છે.)
દાંડી પીટનારો : સાંભળજો રે સાંભળજો. સાંભળજો રે સાંભળજો. મહારાજાધિરાજ ચક્રસેન મહારાજનો સંદેશો છે કે માલાના દીકરા જીવાએ મૂકેલી પાંચ શરતો રાજા કબૂલ રાખે છે! હવેથી તમારે રાનમાં રહેવાનું નથી. કુલડી કે ઝાંખરાં બાંધવાનાં નથી, ત્રીજી બાંય કે ફાળકાની જરૂર નથી.... મહારાજાએ જીવા પર કૃપા કરી એની બધી જ શરતો મંજૂર રાખી છે.
(હરિજન હરખઘેલા થઈ જાય છે. આ સાંભળી જીવો રડે છે. ઉજમ તેને સાંત્વન આપે છે.)

**

(જેલમાં નાનો સિપાઈ, મોટો સિપાઈ અને રંગલો)
રંગલો : (ધીરેથી) જુઓ, અહીંથી છૂટવાનો એક જ રસ્તો છે.... નાટક કરવું પડશે.
રંગલો : એ ઓ....!
નાનો સિપાઈ : મરતાને મેર ના કહે એવો હતો.... અરેરેરે. હવે મારું શું થશે? ઓ.....
ચોકીદાર : શું છે? શું થયું છે આને?
નાનો સિપાઈ : મરી ગયો ઓ... મોટા!
ચોકીદાર : શું થયું છે આ ડોસાને?

**

પ્રતિહારી : ગૌબ્રાહ્મણ પ્રતિપાળ, ધર્મધુરંધર, પ્રજાવત્સલ, રિપુસંહારક સમરકેસરી મહારાજાધિરાજ ચક્રસેન મહારાજ પધારે છે!
જીવો : ધારદાર તલવાર ને નીચે ગરદન મારી પડી? ખચ પડી! ધડ દઈ ને ધાર પડી, તલવાર પડી! નહીં? શિર આ બાજુ, ધડ આ બાજુ, હું કઈ બાજુ?
રંગલો - સિપાઈઓ : સબૂર સબૂર! સબૂર, મહારાજ!
સબૂર! થોભી જાઓ... થોભી જાઓ!
આ વધ બંધ કરો... બંધ કરો મહારાજ!
મહારાજ! જીવો એ તો આપનો જ રાજકુંવર છે!
મહારાજ! રાજકુંવર છે... મહારાજ
રાજા : હેં?
(રાજા ખુશીનો માર્યો હસે છે. જીવો લાગ જોઈને ભાગે છે. તે પડી જાય છે. તેને વાગતાં થોડું લોહી નીકળે છે. જેથી વાવમાં પાણી આવે છે. લોકો રાજી થઈને ગીત ગાય છે.)
લોકો : એ... સોનાનો ઊગ્યો રે
સૂરજ ઊગ્યો રે!
સૂરજ સુખનો રે ઊગ્યો!
સૂરજ સુખનો રે ઊગ્યો!
બત્રીલખણાનાં બે બુંદે
ભીંજી ને હરખાણી
ધરતીને હૈયેથી જાગી
ઝીણી આ સરવાણી
સૂરજ ઊગ્યો રે.
રાજા હરખે!
હરખે, હરખે, પરજા હરખે!
હરખે જગનો નાથ
હળીમળીને રહેતાં સૌએ
એકબીજાની સાથ... સૂરજ ઊગ્યો રે.
(નદી કિનારે હિજરતી હરિજનોના ટોળામાં દાદાનું ગીત પૂરું થાય છે. બાળકનો બાપ આવે છે.)
બાળકનો બાપ : વાહ! વાહ રે વાહ !
વાહ તમારો સુખનો સૂરજ
વાહ વાહ આ ગાણું!
વાતોની તાંતોથી ગૂંથ્યું
કરોળિયાનું જાળું!
વહે ધીરું કહે મીઠું, ખપે ન એ નદી
હજાર વર્ષ જીવવાના ના અમે કદી!
કોણ મૂલવે કરમ અમારાં
કોણે દીઠી કાલ?
વાતોમાં વહેમો ઘોળીને
શાની બાંધો પાળ?
અફીણની બાળાગોળીએ બહુ સુવરાવ્યાં બાળ
હવે માંગીએ મોજ પ્રલયની, લાલ ઝાળ વિકરાળ!
દંતકથાના વ્યસન વિના જો પડે ન તમને ચેન
સુખી અંત આ ભૂલી ઘડીભર ઓસરવા દો ઘેન!
અંત કહું મારા મનનો… સાર અમારા જીવનનો
અંત જુઓ ને ચેન ખૂઓ. લો, અંત જુઓ...
અંત જુઓ... અંત જુઓ તે આ!

**

(વાવમાં ભજવાયેલું છેલ્લું દૃશ્ય ફરી દેખાય છે. જીવાને વધસ્તંભ પર લાવવામાં આવે છે. વાવ ઉપર માલો, ધૂળી ને હરિજનો આવે છે તેમને સૈનિકો અટકાવે છે.)
સૈનિક : અલ્યા! તમને અંદર નહીં જવા દેવામાં આવે!
માલો : પરસેવો તો બધો અમે પાડ્યો છે. વાવ કોણે બાંધી?
સૈનિક : વેશ ગયો એટલે કંઈ જાત પણ ગઈ?
ધૂળી : પણ દીકરો તો મારો વધેરાય છે!

**

(રાજા નગરશેઠ વગેરે બેઠા છે. જીવાને મારવાની તૈયારી થાય છે.)
સમૂહગાન : રંગલો તો આવે નહીં
આવે નહીં - બચાવે નહીં
રંગલો તો આવે નહીં
આવે નહીં – બચાવે નહીં

(જીવાને વધેરવામાં આવે છે. પાણી નીકળતું નથી.)
ધૂળી : મારા દીકરાને વણમોતે મારી નાંખ્યો રે!
માલો : આજે પ્રલય રચાશે રાજા— પરસેવો ઊભરાશે —
તારી સાતે પેઢી જાશે!
(માલો ઉપરથી પડતું નાખે છે ને મરી જાય છે તે સાથે પુષ્કળ પાણી નીકળે છે. રાજા બચવાનાં ફાંફાં મારે છે, પણ ડૂબી જાય છે. નદીકિનારે હિજરતીઓના ટોળામાં દાદા બાળક વગેરે દેખાય છે. પછી તેઓ ગાંસડાંપોટલાં બાંધી ત્યાંથી બીજે જાય છે, જ્યાં મિલોનાં ભૂંગળાં વગેરે આધુનિક ઉદ્યોગનાં ચિહ્ન દેખાય છે. ત્યાં રેડિયો પરથી વંચાતા સમાચારમાં હરિજન પર થતા અત્યાચારના છેલ્લા આંકડા વંચાય છે.)