અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગજેન્દ્ર બૂચ/અધૂરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં? અધૂરી પાંખો આ ગગન મહીં માર...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અધૂરું|ગજેન્દ્ર બૂચ}}
<poem>
<poem>
અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?

Revision as of 04:53, 10 July 2021


અધૂરું

ગજેન્દ્ર બૂચ

અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવાં?
અધૂરી પાંખો આ ગગન મહીં મારે વિહરવાં;
ઘડીમાં મીંચાતાં નયન, મુજ પાંખે, પ્રબળ ના—
સમાવું શી રીતે જીવન સઘળાં એક પળમાં?

અમીના કૈં પ્યાલા અધર અડકીને ઢળી જતા,
તરંગોના રંગો ઊડી ઊડી ઉષા-શા ગળી જતા;
મરુભૂમિમાં જો મૃગજળ રહ્યાં દૂર દમતાં—
અધૂરાં એવાં કૈં જીવન સમણાં જેમ શમતાં.

પ્રભો! દીધાં તેં શું રસજીવનનાં દાન અમને?
પ્રભો! તેં પાયા શું તુજ પરમ પીયૂષ અમને?
અમી એ ચાખ્યાં ને તરસ ઉરની જાય વધતી—
હવે કાં ઝંખાવે? — અમૃત તણી તૃપ્તિ નહિ થતી.

પ્રભો! ના જો નિભાવે તો લગની ન લગાડતો;
લગાડી શોખ સ્વપ્નાંનો, જગમાં ન જગાડતો.

(ગજેન્દ્રનાં મૌક્તિકો, સંપા. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, ૧૯૨૮, પૃ. ૬)