અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના ઊપડી છતાં મરતા સુધી. રૂપ પણ શું...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ધ્રૂજતી પ્યાલી|‘સાબિર’ વટવા}}
<poem>
<poem>
વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી;
વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી;

Revision as of 05:12, 10 July 2021


ધ્રૂજતી પ્યાલી

‘સાબિર’ વટવા

વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી;
જીભ ના ઊપડી છતાં મરતા સુધી.

રૂપ પણ શું પ્રેમને ઝંખી રહ્યું,
ન્હોતું નિશ્ચિત અશ્રુઓ ખરતાં સુધી.

ધ્રૂજતી પ્યાલી હતી મુજ હાથમાં;
તૌબા તૌબા મુખ ઉપર ધરતાં સુધી.

કાળી રાતો જોકે ઝગમગતી હતી;
ક્યાં સુધી? બસ, તારલા ખરતાં સુધી?

કંટકોએ છોડને પૂછી લીધું;
પુષ્પ શું હસતાં હતાં ખરતાં સુધી?

માળીડાએ એકદમ લૂંટી લીધી,
ના ટકી વાસન્તી પાંગરતાં સુધી.

ચિત્ર અધૂરું, આંખડી વિલાઈ ગઈ;
રંગ એ તસવીરમાં ભરતાં સુધી.

(ધ્રૂજતી પ્યાલી, ૧૯૯૮, પૃ. ૬૬)