અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/વિજોગ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ, દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વિજોગ|મનસુખલાલ ઝવેરી}} | |||
<poem> | <poem> | ||
ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ, | ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ, |
Revision as of 05:19, 10 July 2021
વિજોગ
મનસુખલાલ ઝવેરી
ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અન્તરમાંહ્ય સાજણ! લખલખ સોણલાં.
ખીલી ફૂલબિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.
ઘમકે ઘૂઘરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અન્તર ભરી ભરી ગાજતી.
નહિ જોવાં દિનરાત: નહિ આઘું, ઓરું કશું;
શું ભીતર કે બહાર, સાજણ! તુંહિ તુંહિ એક તું.
નેણ રડે ચોધાર તોય વિજોેગે કેમ રે?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે?
૧-૧૦-૧૯૪૮