કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કોઈ ના જાણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 14:23, 14 October 2024

૧૮. કોઈ ના જાણે

દર્દ એવું કે કોઈ ના જાણે,
હાલ એવો કે જે બધા જાણે!
શું થયું? તેય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.
આ ભટકવું રઝળવું ચારે તરફ,
તારી પાસે જ રહી ગયા જાણે.
વાત આવી જ હોય તો શું કહીએ!
એ નથી કંઈ જ જાણતા જાણે!
એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો,
તારી મળવાની હો જગા જાણે.
એણે આપી ક્ષમા તો એ રીતે,
કંઈ જ સૂઝી નહીં સજા જાણે.
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.
(આગમન, પૃ. ૪૬)