અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/અહો ગગનચારિ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અહો ગગનચારિ!|સુન્દરમ્}}
<poem>
<poem>
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,

Revision as of 05:31, 10 July 2021


અહો ગગનચારિ!

સુન્દરમ્

અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.

ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.

મહાઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘૂમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.

અહો ગગનનાથ! સાવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.

(યાત્રા, સંવર્ધિત આવૃત્તિ, ૧૯૮૫, પૃ. ૪)