કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કટોકટની ઘડી છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 01:58, 16 October 2024

૪૨. કટોકટની ઘડી છે

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા મને એકીટશે જોઈ રહી છે.

દૌલત છે અનુપમ જે ફકીરીથી મળી છે,
છે મારો પરમ મિત્ર જે દુનિયાનો ધણી છે.

આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં શું જુએ છે એ સુખી છે કે દુ:ખી છે.

પડદો ન રહ્યો કોઈ હવે છાના રૂદનનો,
સૌ જોઈ રહ્યા આંખ બહુ સૂજી ગઈ છે.

સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહની તરફ મારી કમર સહેજ ઝૂકી છે.

સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુ:ખી છું,
શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે ?

અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત,
કે કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

નહીં આવો તો દમ ખેંચશે થોડાક ગમે તેમ,
આવો તો ‘મરીઝ’ આપનો બે ચાર ઘડી છે.
(આગમન, પૃ. ૧૪૫)