અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/અહો ગાંધી: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી, રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અહો ગાંધી|સુન્દરમ્}} | |||
<poem> | <poem> | ||
અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી, | અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી, |
Revision as of 05:33, 10 July 2021
સુન્દરમ્
અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
ગયા-ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા!
તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિચારવા શાંતિસદન.
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.
ઢળ્યા એ સંગ્રામે! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ?
હજી રોતી પૃથ્વી પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો! તેં રુદનને
વધાર્યાં. ક્યારેયે રુદન સ્મિતમાં ન પલટશે?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે?
પૂર્ણથી પૂર્ણ એ તારા
સત્ય-આનંદનો ઘટ
અક્ષુણ્ણ, ધરતી તીરે
પ્રગટાવ, મહા નટ!