ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/અકબરઅલી નૂરાની: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
સાહિત્યના તે ખૂબ શોખીન હતા, એટલે મુંબઇમાં ફરનીચરની દુકાન ચલાવતા હોવા છતાં જુદાં જુદાં વર્તમાનપત્રોમાં લેખો અને વાર્તાઓ લખતા. ‘સાંજ વર્તમાન'માં એમની “બગદાદનો બાદશાહ” નામની વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. એ ઉપરાંત બીજાં પુષ્કળ લખાણો છે પરંતુ તે પુસ્તકાકારે સંગ્રહાયાં નથી. ૧૯૧૮માં “બગદાદનો બાદશાહ“ અને ૧૯૧૯માં “સુંદરી કે શયતાન" પુસ્તકો પ્રસિદ્ધ થયાં હતાં. વધુ સાહિત્યસેવા બજાવી શકાય તે પૂર્વે ૩૦-૪-૧૯૨૦ને રોજ માત્ર ચોવીસ વર્ષની જુવાન વયે ભાવનગરમાં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૬માં ભાવનગરમાં ગુલબાનું સાથે તેમનું લગ્ન થયું હતું. તેમના સ્મરણમાં એક ફંડ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાંથી “અકબરઅલી કન્યાશાળા” ભાવનગરમાં ચાલે છે. | સાહિત્યના તે ખૂબ શોખીન હતા, એટલે મુંબઇમાં ફરનીચરની દુકાન ચલાવતા હોવા છતાં જુદાં જુદાં વર્તમાનપત્રોમાં લેખો અને વાર્તાઓ લખતા. ‘સાંજ વર્તમાન'માં એમની “બગદાદનો બાદશાહ” નામની વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. એ ઉપરાંત બીજાં પુષ્કળ લખાણો છે પરંતુ તે પુસ્તકાકારે સંગ્રહાયાં નથી. ૧૯૧૮માં “બગદાદનો બાદશાહ“ અને ૧૯૧૯માં “સુંદરી કે શયતાન" પુસ્તકો પ્રસિદ્ધ થયાં હતાં. વધુ સાહિત્યસેવા બજાવી શકાય તે પૂર્વે ૩૦-૪-૧૯૨૦ને રોજ માત્ર ચોવીસ વર્ષની જુવાન વયે ભાવનગરમાં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૬માં ભાવનગરમાં ગુલબાનું સાથે તેમનું લગ્ન થયું હતું. તેમના સ્મરણમાં એક ફંડ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાંથી “અકબરઅલી કન્યાશાળા” ભાવનગરમાં ચાલે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 02:23, 17 October 2024
વિદેહ ગ્રંથકારો
અકબરઅલી નૂરાની
સ્વ. અકબરઅલી નૂરાનીનો જન્મ ભાવનગરમાં ઈ.સ.૧૮૯૬માં થએલો. તેઓ શીઆ ઈશ્નાઅશરી ખોજા કોમના ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ દાઉદભાઈ અને માતાનું સુગરાબાઈ. તેમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી ભાવનગરમાં લીધી હતી અને મેટ્રીક સુધી અંગ્રેજી અભ્યાસ કર્યો હતો. સાહિત્યના તે ખૂબ શોખીન હતા, એટલે મુંબઇમાં ફરનીચરની દુકાન ચલાવતા હોવા છતાં જુદાં જુદાં વર્તમાનપત્રોમાં લેખો અને વાર્તાઓ લખતા. ‘સાંજ વર્તમાન'માં એમની “બગદાદનો બાદશાહ” નામની વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. એ ઉપરાંત બીજાં પુષ્કળ લખાણો છે પરંતુ તે પુસ્તકાકારે સંગ્રહાયાં નથી. ૧૯૧૮માં “બગદાદનો બાદશાહ“ અને ૧૯૧૯માં “સુંદરી કે શયતાન" પુસ્તકો પ્રસિદ્ધ થયાં હતાં. વધુ સાહિત્યસેવા બજાવી શકાય તે પૂર્વે ૩૦-૪-૧૯૨૦ને રોજ માત્ર ચોવીસ વર્ષની જુવાન વયે ભાવનગરમાં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૬માં ભાવનગરમાં ગુલબાનું સાથે તેમનું લગ્ન થયું હતું. તેમના સ્મરણમાં એક ફંડ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાંથી “અકબરઅલી કન્યાશાળા” ભાવનગરમાં ચાલે છે.
***