ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હરિશંકર માધવજી ભટ્ટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
Line 12: Line 12:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = હરિલાલ માધવજી ભટ્ટહાજી
|previous = હરિશંકર માધવજી ભટ્ટ
|next = મહમ્મદ અલારખિયા શિવજી
|next = મહમ્મદ અલારખિયા શિવજી
}}
}}

Revision as of 17:00, 21 October 2024

હરિશંકર માધવજી ભટ્ટ

સ્વ. હારશંકર માધવજી ભટ્ટ મોરબીના વતની હતા. જ્ઞાતિએ સિદ્ધપુર સંપ્રદાયના ઉદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ હતા. તેમનો જન્મ મોરબીમાં સં.૧૯૨૨ના જેઠ સુદ ૫ને રોજ થએલો. પિતાનું નામ માધવજી દેવકૃષ્ણ ભટ્ટ અને માતાનું નામ રૂપબાઈ હતું. પિતાનો ધંધો વૈદ્યક તથા કર્મકાંડનો હતો. તેમની સાત વર્ષની વયે પિતાનો સ્વર્ગવાસ થવાથી તે મોસાળમાં માતા તથા મામા રુઘનાથ રતનજી જોષીની દેખરેખ નીચે ઊછર્યાં હતા, ને સાત બહેનેાનાં એક ભાઈ હતા. માતાનો સ્વર્ગવાસ સં.૧૯૬૧માં થયો હતો. તેમણે પ્રાથમિક કેળવણી ગામઠી નિશાળમાં લીધી હતી, પરન્તુ પાછળથી ગુજરાતી, અંગ્રેજી તથા કાવ્યો-નાટકોનો અભ્યાસ આગળ વધાર્યો હતો. મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના તે એક ભાગીદાર હતા. કંપનીના ભાગીદાર તરીકે બહુધા તે વ્યવસ્થાનું બહારનું કામકાજ કરતા. નાટકોમાં હાસ્ય રસના પાત્ર તરીકેનું કામ પણ તે સારું કરી જાણતા. 'ત્રિવિક્રમ'માં શોભાગચંદ, 'ભર્તૃહરિ'માં વિદૂષક, ‘અંબરીષ’માં ઘંટાકરણ વગેરેનો ભાગ તે ભજવતા. મોરબી નાટક મંડળીમાંથી ભાગ વહેંચી લઈને જ્યારે ભાગીદારો છૂટા થયા અને મૂળજીભાઈ એ મંડળીના એકલા માલિક થયા ત્યારે તેમણે મંડળીમાં નોકરી સ્વીકારી હતી. સને ૧૯૧૩માં આંખે મોતીઓ આવવાથી તે મોરબીમાં-વતનમાં આવી રહ્યા હતા. મૂળજીભાઈ સ્વર્ગસ્થ થયા પછી સને ૧૯૨૦-૨૧માં કંપની તરફથી તેમને સલાહકાર તરીકે બોલાવવામાં આવ્યા હતા, પણ તેમની સલાહ પ્રમાણે વર્તન કરવામાં આવ્યું નહિ, તેથી તે પાછા વતનમાં આવીને રહ્યા. તેમની કૃતિઓમાંની મુખ્ય નીચે મુજબ છે: “ભક્તરાજ અંબરીષ” (નાટક) ૧૯૦૭, “કંસવધ” (નાટક) ૧૯૦૯. બેઉ નાટકો મોરબી આર્ય સુબોધ નાટક મંડળીએ ભજવ્યાં હતાં, જેમાંનું પહેલું સંપૂર્ણ આકારે પ્રસિદ્ધ થયું છે. “કુબેરનાથ શતાવળી” (આધ્યાત્મિક જ્ઞાનના દોહરા) ૧૯૨૧, “લગ્નાદિ પ્રસંગનાં કાઠિયાવાડી લોકગીતો” (ગીતસંગ્રહ) ૧૯૨૧, “લખધીર યશ ઇંદુ પ્રકાશ” (રાજગીતો) ૧૯૨૪; તેમણે મોરબી રાજ્યનો ઇતિહાસ લખવા માંડેલો તે અધૂરો રહ્યો હતો, જે પાછળથી પૂરો કરી તેમના પુત્ર શ્રી. જીવનલાલે “શ્રી લખધીરયુગ” એ નામે ઇ. સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ કર્યો છે. તેમને આયુર્વેદનું પણ ઠીક જ્ઞાન હતું. ઉત્તર જીવનમાં તે ઔષધો બનાવીને દર્દીઓનો આશીર્વાદ લેતા. તેમના પુત્ર શ્રી. જીવનલાલ પણ એક સારા વૈદ્ય છે. તેમનું લગ્ન વાંકાનેરમાં બાઈ ઊજમ સાથે સં.૧૯૪૭માં થએલું. તેમને સંતતિ નહિ ઊછરતી હોવાથી બીજું લગ્ન કેરાળા (તા. વાંકાનેર)માં બાઈ રંભા સાથે સં. ૧૯૫૮માં થયું હતું. પોતાની પાછળ તે એક વિધવા, ચાર પુત્રો, એક પુત્રી અને પુત્ર-પુત્રીનો પરિવાર મૂકી તા. ૨૮-૯-૧૯૨૮ના રોજ ૬૩ વર્ષની વયે મોરબીમાં સ્વર્ગવાસી થયા હતા.

***