કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૯. ઘર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 14: Line 14:
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
તે ઘર તમે કોને કહો છો?
૪-૧૨-૧૯૫૬
૪-૧૨-૧૯૫૬
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)}}

Revision as of 06:41, 10 July 2021

૩૯. ઘર

નિરંજન ભગત

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

૪-૧૨-૧૯૫૬

(બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)