અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા|ઉમાશંકર જોશી}} | |||
<poem> | <poem> | ||
આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી | આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી |
Revision as of 06:48, 10 July 2021
આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા
ઉમાશંકર જોશી
આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દેશે,
આગંતુકે પુરમહેલઅગાશીઓમાં
ઊંચે રહી નીરખી મ્હાલતી પદ્મવેશે.
ને ટેકરીશિખર રંગપરાગછાયું
પ્રેરી રહ્યું ઉર મહીં નવલા જ ભાવ.
નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી
ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ.
આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્હેતી
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર;
ઊંચે સર્યો ક્ષિતિજધુમ્મસ ભેદી સૂર્ય.
કોલાહલો પુર તણા ચગવા જતા, ત્યાં
ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા:
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’
મુંબઈ, ૨-૯-૧૯૩૫