અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દે...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી

Revision as of 06:48, 10 July 2021


આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા

ઉમાશંકર જોશી

આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દેશે,
આગંતુકે પુરમહેલઅગાશીઓમાં
ઊંચે રહી નીરખી મ્હાલતી પદ્મવેશે.
ને ટેકરીશિખર રંગપરાગછાયું
પ્રેરી રહ્યું ઉર મહીં નવલા જ ભાવ.
નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી
ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ.

આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્હેતી
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર;
ઊંચે સર્યો ક્ષિતિજધુમ્મસ ભેદી સૂર્ય.
કોલાહલો પુર તણા ચગવા જતા, ત્યાં
ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા:
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’

મુંબઈ, ૨-૯-૧૯૩૫