રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પ્રકીર્ણ સાહિત્યલેખન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 8: Line 8:

“જેમ દરેક જ્ઞાનનું સાર્થક્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં છે તેમ આ નિયમો પણ તમે માત્ર બુદ્ધિથી સમજો એમાં તમારા પ્રમાણશાસ્ત્રના જ્ઞાનનું સાર્થક્ય નથી પણ વારંવાર ઉત્સાહથી અને સત્યાગ્રહ બુદ્ધિથી સત્યનું અન્વેષણ કરવામાં એ નિયમોનો ઉપયોગ કરે તેમાં છે. ત્યારે જ એ નિયમોનું ખરું જ્ઞાન તમને થવાનું. એમ નહિ કરે ત્યાં સુધી એ ‘ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે.’ પ્રમાણશાસ્ત્રથી બુદ્ધિ એકાગ્ર, અલિપ્ત, ક્ષમાશીલ, નિષ્પક્ષપાતી થઈ શકે છે અને એ જ એ વિષયની મહત્તા છે.”

(પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા, પૃ. ૩૨૧-૩૨૨)
{{right|(પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા, પૃ. ૩૨૧-૩૨૨)}}<br>
રામનારાયણે ગૂજરાત વિદ્યાપીઠમાં થોડોક સમય ગૃહપતિની કામગીરી કરેલી. સંસ્કારી જીવન વિશેના એમના કેટલાક ખ્યાલો નાગર કુલવારસાને લઈ, ગાંધીપ્રભાવને લઈને તેમ સ્વકીય પરિસ્થિતિગત તથા અનુભવગત ચિંતનને લઈને બંધાયા ને વિકસ્યા હોય એ સ્વાભાવિક છે. રામનારાયણને એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ-કિશોરોના જીવનઘડતરમાં સાચો રસ હતો જ અને તદ્‌નુષંગે જ્યારે જ્યારે એમને અવકાશ કે તક મળ્યાં ત્યારે કંઈક રચનાત્મક પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો જ હતો. ‘નિત્યનો આચાર’ની લેખમાળા પાછળનું એક અગત્યનું કારણ ‘કિશોર’ સામયિક હતું. એ ‘કિશોર’ માટે થઈને આરંભેલી લેખમાળા એમણે પૂરી કરી ગ્રંથાકારે ઈ. સ. ૧૯૪૫માં છપાવી; ૧૯૫૩માં એમણે એની સુધારેલી બીજી આવૃત્તિ કરી.

રામનારાયણને ‘આચાર’ વિશેનો ખ્યાલ રીતભાત (‘મૅનર્સ’) અને શિષ્ટાચાર(‘ઍટિકેટ’)નેય કેટલીક રીતે સ્પર્શે છે. આમ છતાં એ ખ્યાલના કેન્દ્રમાં સમુદાર દૃષ્ટિની ધાર્મિક ભાવના રહેલી છે. ધર્મ-વિષયક ‘વિશ્વાભિમુખ દૃષ્ટિ’<ref>૩. નિત્યનો આચાર, ૧૯૫૩, પ્રસ્તાવના, પૃ. ૪-૫.</ref> –સર્વોદયની દૃષ્ટિએ એમને કિશોરનો ‘નિત્યનો આચાર’ કેવો હોવો ઘટે એ વિશે વિચાર કરવા પ્રેર્યા અને તેનું સુંદર પરિણામ તે આ પુસ્તક. અહીં વ્યક્તિનો સમગ્ર આચાર નહીં, પણ વિકાસની કેડીએ કદમ માંડતા ‘લગભગ બાર અને તેથી વધારે ઉંમરના કિશોરો’ અને યુવાનોને દૈનંદિનીય આચારની ધર્મપૂત વ્યાવહારિક દૃષ્ટિએ સમાયોજના વિચારી છે. આ એવા પ્રકારની વિચારણા છે કે જેમાં કિશોરો-યુવાનના વાલીઓ કે માતાપિતાઓને પણ રસ પડે. આ એ રીતે ‘શિષ્ટાચાર-પોથી’, શિષ્ટાચાર માર્ગદર્શિકા કે અનંતરાય રાવળ કહે છે તેમ ‘સંસ્કારશિક્ષિકા’ છે.

17,546

edits