અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બોલે બુલબુલ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> બોલે બુલબુલ, વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ … આ રે ગુલાબી મારી ની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|બોલે બુલબુલ|ઉમાશંકર જોશી}} | |||
<poem> | <poem> | ||
બોલે બુલબુલ, | બોલે બુલબુલ, |
Revision as of 07:02, 10 July 2021
બોલે બુલબુલ
ઉમાશંકર જોશી
બોલે બુલબુલ,
વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ …
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ?
બોલે બુલબુલ …
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ
આવી છંટાય મારી પાંપણે અમૂલ.
બોલે બુલબુલ …
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગુલ!
બોલે બુલબુલ …
અરધુંપરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ!
બોલે બુલબુલ …
(વસંતવર્ષા)