કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/તમે કહો તે –: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
Line 19: Line 19:
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
</poem>}}
</poem>}}
{{center|૧૯૬૪{{gap|4em}}(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨)}}
{{center|૧૯૬૪{{gap|10em}}(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Revision as of 00:35, 13 November 2024

૨. તમે કહો તે —

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
ફાગણમાં શ્રાવણનાં જલને ઝીલી લ્યો અણધાર્યાં!
અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જીદ કે વનનો છોડ થઈને રહેશું;
તમને કૈંક થવાના કોડ,
ને અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
અમને એમ હતું કે સાજન
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઈને વ્હેશું;
તમને એક અબળખા : એકલ કાંઠો થઈને રહેશું.
તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્હેણ;
એકલશૂરા નાથ! અમે તો પળેપળે સંભાર્યા;
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!

૧૯૬૪(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨)