કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/વિધિયોગ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 00:51, 13 November 2024
૭. વિધિયોગ
તું શિખરે, હું તળિયે;
કહેને, કેમ કરીને મળિયે?
શિખરતણી એ ટોચ શકે નહીં દૃષ્ટિ ન્યાળી :
કેવો આ વિધિયોગ? વૃક્ષ વિણ તડપે ડાળી.
મરણભૂમિ પર જીવન જેવું જીવન લઈ રઝળિયે!
નહીં મિલનની આશ : નહીં રે ફલ આ તપનું :
સાચ થઈ ના શકે : રહેશે બસ એ સપનું.
વ્યથાતણો ગોવર્ધન અવ નવ ઝીલ્યો જાય આંગળીએ!
(કાવ્યસૃષ્ટિ, પૃ. ૩૧)