કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/ઝીણી તરડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:53, 13 November 2024

૮. ઝીણી તરડ

ખર્યાં પર્ણો, બિંદુ ઝરમર ઝર્યું : એ કરુણના!
પૂછી જોયું ધીમે કદિ પવનને કેમ તૃણના
સુકાયેલા હૈયે રણઝણ નહીં : સ્પંદન નહીં?
વ્યથા એની કેવી અરવ ઉરના ક્રંદનમહીં?
કિનારાને ઝંખી જળવમળમાં નાવ ગરતી.
ચિરાયેલા મેલા સઢ પવનને જાય ભરખી.
હવે તો આ આંખો અગર અમથા હોઠ હરખી
પડે તો બ્હીએ છે : શીતલ તળિયે આગ બળતી!
કપાયેલી પાંખે વિહગ ધરતીને નભ કહે :
દિલાસાઓ જુઠ્ઠા હૃદયમનને ર્ હૈ રહી દહે :
અહીં દૃષ્ટિ સામે અગન ઝરતાં વાદળ સરે :
પડી કેવી ઝીણી તરડ ફૂલ ને ઝાકળ પરે !
બધા સંબંધોનું સ્વરૂપ કથળી જાય ગરવું :
ક્ષણોના ભાંગેલા પરિચય લઈને રઝળવું !

૧૯૬૩ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૩૩)