કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/નિકટ નહીં ઘનશ્યામ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. નિકટ નહીં ઘનશ્યામ}} {{Block center|<poem> આ દિવસ ઢળ્યો ને સાંજ પડી ને રાત થઈ સૂમસામ; પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ! {{gap|3em}}આ કદમ્બ ઊભા રહી શકે : {{gap|3em}}આ જમુનાજલ તો વહી શકે. આ ખાલી ગાગર ઝ...") |
(No difference)
|
Revision as of 01:17, 13 November 2024
૧૩. નિકટ નહીં ઘનશ્યામ
આ દિવસ ઢળ્યો ને સાંજ પડી ને રાત થઈ સૂમસામ;
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!
આ કદમ્બ ઊભા રહી શકે :
આ જમુનાજલ તો વહી શકે.
આ ખાલી ગાગર ઝૂરે : કાંઠા ઊભા રહ્યા નિષ્કામ :
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!
અંધકારને અંગે ઓઢી.
ફૂલ-પાનની પાંપણ પોઢી.
પણ આ નયણાં નીંદવિહોણાં રટે પિયા તવ નામ;
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!
૧૯૬૪(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૫)