અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક ઝાડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે. હું ચિત્રકાર નથી તેનો અફ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એક ઝાડ|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.

Revision as of 07:11, 10 July 2021


એક ઝાડ

ઉમાશંકર જોશી

મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીધુંલીધુંદીધું એ ખંખેરીને ઊભું ન હો.

અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની...

શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

અમદાવાદ, ૯-૮-૧૯૭૧