કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મીરાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:25, 13 November 2024
૩૦. મીરાં
મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે :
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે!
આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે :
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે!
તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે :
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે!
કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે :
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે!
૧૦-૭-૧૯૭૧(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨૪૬)