કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/ઉદેપુર : લેક-પૅલેસ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 11: Line 11:
તે હવે થીજી ગયાં છે
તે હવે થીજી ગયાં છે
પથ્થરોનાં સ્તનમાં.
પથ્થરોનાં સ્તનમાં.
હૉટેલમાં આવતા અનેક સ્ત્રીપુરુષોને
હૉટેલમાં આવતા અનેક સ્ત્રીપુરુષોને
જાણે એ સંકેત આપી રહી છે
જાણે એ સંકેત આપી રહી છે
Line 16: Line 17:
ઘૂઘવતા કબૂતરની પાંખને
ઘૂઘવતા કબૂતરની પાંખને
કેવી રીતે કાપી નાખે છે.
કેવી રીતે કાપી નાખે છે.
સરોવરની વચ્ચે એક સ્ત્રી
સરોવરની વચ્ચે એક સ્ત્રી
સાવ એકલી.
સાવ એકલી.

Latest revision as of 01:31, 14 November 2024

૩૮. ઉદેપુર : લેક-પૅલેસ

સરોવરની વચ્ચે એક સ્ત્રી–
અચાનક પૂતળી થઈ ગઈ.
એને માથે ગાગર છે
પણ એમાં જળ નથી : રેતીનું રણ છે.
એનાં ઝાંઝર અચાનક અવાક્ થઈ ગયાં છે
અને સોળ વરસની ઉમ્મરે
છાતીમાં જે કબૂતરો ઊડ્યાં હતાં
તે હવે થીજી ગયાં છે
પથ્થરોનાં સ્તનમાં.

હૉટેલમાં આવતા અનેક સ્ત્રીપુરુષોને
જાણે એ સંકેત આપી રહી છે
કે કાળ
ઘૂઘવતા કબૂતરની પાંખને
કેવી રીતે કાપી નાખે છે.

સરોવરની વચ્ચે એક સ્ત્રી
સાવ એકલી.

૨૪-૧૧-૧૯૮૨(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૬૯)