કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૫. ચાલ, ફરીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
::::: એકલા ર્હેવું પડી? | ::::: એકલા ર્હેવું પડી? | ||
::: આ સૃષ્ટિ છે ના સાંકડી! | |||
::: એમાં મળી જો બે ઘડી | |||
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ! | ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ! | ||
::::: ચાલ, ફરીએ! | ::::: ચાલ, ફરીએ! |
Revision as of 07:16, 10 July 2021
૪૫. ચાલ, ફરીએ
નિરંજન ભગત
ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
બ્હારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!
એકલા ર્હેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
ચાલ, ફરીએ!
૧૯૫૭
(બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)