અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/હવા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આવે છે હવા {{space}}મુક્ત હવા, મસ્ત હવા, {{space}}મનને મારા ક્યાં રે લઈ જવા? —...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હવા|પ્રહલાદ પારેખ}} | |||
<poem> | <poem> | ||
આવે છે હવા | આવે છે હવા |
Revision as of 09:12, 10 July 2021
હવા
પ્રહલાદ પારેખ
આવે છે હવા
મુક્ત હવા, મસ્ત હવા,
મનને મારા ક્યાં રે લઈ જવા? — આવે છે.
વાદળ કેરું ધણ હલાવી,
હેલે સાયર નીર ચડાવી,
વાંસવને કૈં સૂર બજાવી,
ફૂલ હીંચાવી આવતી,
આવતી પ્રેરતી મારા પાયને નાચવા. — આવે છે.
ચાલ, કહે એ, મનવા, ચાલ,
છોડી દઈ સહુ બંધ-જાળ
એક તારેથી તારલે બીજે
આભમાં દેવા ફાળ!
શિખરે શિખરે સાગરની રે આવ ને ઘૂમવા! — આવે છે.
(સરવાણી, ૧૯૪૮, પૃ. ૨૦)