અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/છેલ્લી ટૂંક : ગિરનાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ, તું એનો ગોવાળ, કંભે કાળી કામળી....")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|છેલ્લી ટૂંક : ગિરનાર| ઇન્દુલાલ ગાંધી}}
<poem>
<poem>
વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ,
વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ,

Revision as of 09:13, 10 July 2021


છેલ્લી ટૂંક : ગિરનાર

ઇન્દુલાલ ગાંધી

વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ,
તું એનો ગોવાળ, કંભે કાળી કામળી.

તું ચાંદાનું બેસણું, હરનું ભવ્ય લલાટ,
નભહિંડોળાખાટ, કિરણ-આંકડીએ જડી.

પરાજયોની પ્રેરણા ધરતીનો જયદંડ,
તું ઊંચો પડછંદ, અથાક, અણનમ, એકલો.

ઘેઘૂર વનની ઘીંઘમાં તારી વીરમલ વાટ,
ગીર આખી ચોપાટ, સાવજ તારાં સોગઠાં.

તારા ઊંચા આસને ચઢતાં થાક્યાં અંગ,
થાકે કેમ ઉમંગ જેનાં ઊડણ એકલાં?

ઊંચે આભ ઝળૂંભિયો નીચે વનવિસ્તાર
અહીં તારો આધાર, હાલરડાં હરિનામનાં!

ઊતરવું ગમતું નથી અંક ઝુકાવ્યું શીશ
દે દાદા, આશિષ, ‘ચઢતાં થાક નહિ ચડે.’

‘ઈંધણાં’