અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/મધરાતે સાંભળ્યો મોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}મધરાતે સાંભળ્યો મોર આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર. વાદળાંય...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મધરાતે સાંભળ્યો મોર| ઇન્દુલાલ ગાંધી}}
<poem>
<poem>
{{space}}મધરાતે સાંભળ્યો મોર
{{space}}મધરાતે સાંભળ્યો મોર

Revision as of 09:13, 10 July 2021


મધરાતે સાંભળ્યો મોર

ઇન્દુલાલ ગાંધી

         મધરાતે સાંભળ્યો મોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર.

વાદળાંય નહોતાં ને ચાંદોય નહોતો
         ઝાકળનો જામ્યો’તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીંજણો
         છેતરાયો નટવો નઠોર. — આજ મેં.

આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
         જોતી’તી રજનીનું જોર;
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
         રંગોનો રઢિયાળો ચોર. — આજ મેં.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
         કાજળની કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
         સંકેલી લીધો કલશોર. — આજ મેં.