અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઝૂંક વાગી ગઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}મને જરા ઝૂંક વાગી ગઈ. માલતીની ફૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ. થલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઝૂંક વાગી ગઈ|રાજેન્દ્ર શાહ}} | |||
<poem> | <poem> | ||
{{space}}મને જરા ઝૂંક વાગી ગઈ. | {{space}}મને જરા ઝૂંક વાગી ગઈ. |
Revision as of 09:45, 10 July 2021
ઝૂંક વાગી ગઈ
રાજેન્દ્ર શાહ
મને જરા ઝૂંક વાગી ગઈ.
માલતીની ફૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ.
થલ મહીં મેં જલ ને વળી જલને થાનક વ્યોમ,
એક ઘડીમાં જોઈ લીધા મેં હજાર સૂરજ સોમ;
સોણલાંને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ.
ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનું ઉતારનાર,
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલ-ઝાર;
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ.
મને જરા ઝૂંક વાગી ગઈ.
(સંકલિત કવિતા, પૃ. ૧૯૮-૧૯૯)