અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/બોલીએ ના કંઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વૅણને ર્હેવું ચૂપ; નૅણ ભરી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|બોલીએ ના કંઈ|રાજેન્દ્ર શાહ}} | |||
<poem> | <poem> | ||
બોલીએ ના કંઈ, | બોલીએ ના કંઈ, |
Revision as of 09:45, 10 July 2021
બોલીએ ના કંઈ
રાજેન્દ્ર શાહ
બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વૅણને ર્હેવું ચૂપ;
નૅણ ભરીને જોઈ લે, વીરા!
વ્હૅણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!
વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુ જન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!
આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઇતર ના કંઈ તથા.
જીરવી એને જાણીએ વીરા!
પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ!
(સંકલિત કવિતા, પૃ. ૨૧૪)