અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /કેટલે દૂર?: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર? આ વગડા વીંધે રખડુ કેડો, કિયાં બપ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કેટલે દૂર?| ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’}} | |||
<poem> | <poem> | ||
કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર? | કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર? |
Revision as of 09:57, 10 July 2021
કેટલે દૂર?
ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર?
આ વગડા વીંધે રખડુ કેડો,
કિયાં બપોરાં? કિયાંજી રોંઢો?
લીલી લીમડીઓ કેટલે દૂર? કેટલે દૂર?
ખાલી વાવડી, ખાલી ગગરિયાં,
ખાલી હિયાં લઈ ગોરી નીસરિયાં,
રણકે બેડી : કેટલે દૂર? કેટલે દૂર?
વાડ જૂની ને ઝાડ જૂનેરાં,
‘જગ જૂનું’ — આ લલે લલેડાં
સાંજ હજી હે કેટલે દૂર? કેટલે દૂર?
ખડ સૂકાં, મન સૂકાં, સૂકાં —
આકાશે વાદળનાં વંન,
ડગ ધીરે ધર, વાટમારગુ!
સૂકાં સમદુઃખીનાં લોચન.
છેડો-નેડો કેટલે દૂર? કેટલે દૂર?
(ચિરવિરહ, ૧૯૭૨, પૃ. ૨૦)