અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/અમારા મનમાં એવું હતું કે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અમારા મનમાં એવું હતું કે {{space}}તમને ઓરતા થાશે : {{space}}{{space}}— કે નેણલા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અમારા મનમાં એવું હતું કે|વેણીભાઈ પુરોહિત}} | |||
<poem> | <poem> | ||
અમારા મનમાં એવું હતું કે | અમારા મનમાં એવું હતું કે |
Revision as of 10:44, 10 July 2021
અમારા મનમાં એવું હતું કે
વેણીભાઈ પુરોહિત
અમારા મનમાં એવું હતું કે
તમને ઓરતા થાશે :
— કે નેણલાં ન્હાશે :
— વીંઝણલા વાશે
કે લાગણી ધીમું ધીમું ગાશે,
હો રસિયા! અમારા મનમાં.
અમારા મનમાં એવું હતું કે
આવશે ઘેર હલકારો :
— દિવસનો તારો
— કે વાત — વણઝારો :
ખબરની ખારેકડી દઈ જાશે,
હો રસિયા! અમારા મનમાં.
અમારા મનમાં એવું હતું કે
ગોઠડી કરશે ચીલા :
— કે રથના ખીલા,
— કે વનની લીલા :
કે પગલાં ાઘેથી પરખાશે,
હો રસિયા! અમારા મનમાં.
અમારા મનમાં એવું હતું કે
ડુંગરિયે પડઘા પડશે :
— કે સીમમાં ઢળશે,
— કે મેડીએ ચડશે :
કે હીંચકે જાદુઈ ઝોલાં ખાશે,
હો રસિયા! અમારા મનમાં.