કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૮. સમણાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. સમણાં|– જયન્ત પાઠક}} <poem> તમે ક્યાંથી મારે નગર, ઘરને આંગણ પ...") |
(No difference)
|
Revision as of 11:30, 10 July 2021
૧૮. સમણાં
– જયન્ત પાઠક
તમે ક્યાંથી મારે નગર, ઘરને આંગણ પિયા!
બપોરી વેળાનું અલસ સમણું તો નથી તમે!
—મને એવા એવા બહુ અનુભવો થાય હમણાં—
હું સૂતી હોઉં ને અરવ પગલે — હોય ન હવા! —
તમે આવો શય્યા મહીં, વદન મારે ઝૂકી રહો;
હું જાગી જાઉં ને ચમકી લહું ઓષ્ઠદ્વય ભીના!
સવારે જ્યાં વાળું ઘર, અહીંતહીં જોઉં પગલાં
તમારાં ને થંભી જાઉં ક્ષણ, પડું પાય વળગી;
છુપાવું લજ્જાને અમથું અમથું ગીત ગગણી!
જમું તો ઓચિંતો કવલ સરી જાયે કર થકી;
બધાંની આંખોથી જ્યમત્યમ કરી જાઉં સરકી;
ફરે પાછી ભીની નજર નીરખી બંધ ખડકી.
મને સાચાં-માચાં સુખ પણ હવે ભ્રાન્તિ-સમણાં;
પ્રતીતિ દો ચૂમી અધર, ભુજમાં ભીડી, હમણાં.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૨)