કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૯. ભીનું સમયવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯. ભીનું સમયવન|– જયન્ત પાઠક}} <poem> સ્મરું ભીના ભીના સમયવનની એ...")
(No difference)

Revision as of 11:33, 10 July 2021

૧૯. ભીનું સમયવન

– જયન્ત પાઠક

સ્મરું ભીના ભીના સમયવનની એ ભીની ક્ષણો :
ગરે પર્ણોમાંથી ટપ ટપ ભીના વાદળકણો,
અને આખો મારો મઘમઘી ઊઠે કોષ મનનો;
હું ભીના રોમાંચે લથપથ, તમારા સ્મરણનો
શિરાઓમાં રક્તે પ્રસરી વહતો કેફ મયનો;
તમે મારું ભીનું સમયવન, મારી ભીની ક્ષણો.

મીચ્યાં નેણે જોઉં ક્ષિતિજતટ ખુલ્લે સઢ છૂટી
અજાણી કો નૌકા સરતી અનુકૂલ પ્રવહમાં
ભણી મારા, લાવે અહીં લગણ વાતા પવનમાં
ખજાના ખુશ્બૂના, પરિચિત કશી ગીતકડીઓ;
હવામાં આછેરો કળીય શકું ચ્હેરો પરિચિત,
અતીતે હેરેલું અમલ જલ-કન્યા તણું સ્મિત.

હવે સંકેલાતું સકલ મુજ અસ્તિત્વ મનમાં :
હું અર્ધો જીવું છું સ્મરણ મહીં, અર્ધો સપનમાં.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૩)