મંગલમ્/હે… ચલો જંગલની વાટ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
હે… ચલો જંગલની વાટ દીપ મંગલ પેટાવીએ
હે… ચલો જંગલની વાટ દીપ મંગલ પેટાવીએ
ખેતરને ખોળલે જઈ ખેલીએ… હે…હો૦
{{gap|3em}}ખેતરને ખોળલે જઈ ખેલીએ… હે…હો૦
મહેનતની રોટીની મોજ સંગ માણીએ ને
મહેનતની રોટીની મોજ સંગ માણીએ ને
ઉરનો આનંદ રંગ રેલીએ… હે…હો૦
{{gap|3em}}ઉરનો આનંદ રંગ રેલીએ… હે…હો૦


ઉછી-ઉધારમાં તે હોય શી મીઠાશ ભલે,
ઉછી-ઉધારમાં તે હોય શી મીઠાશ ભલે,

Latest revision as of 03:16, 28 January 2025

હે… ચલો જંગલની વાટ

હે… ચલો જંગલની વાટ દીપ મંગલ પેટાવીએ
ખેતરને ખોળલે જઈ ખેલીએ… હે…હો૦
મહેનતની રોટીની મોજ સંગ માણીએ ને
ઉરનો આનંદ રંગ રેલીએ… હે…હો૦

ઉછી-ઉધારમાં તે હોય શી મીઠાશ ભલે,
બત્રીસા ભોજનનું ભાણું
આપણા તે ખેતરની ભલી જાર બાજરી ને
આપણી તે ગાંઠનું નાણું… હે…હો૦

કોઠીમાં હોય તો જ માણીએ દિવાળી ને
નહિ તો નકોરડાં રહીએ,
ખોરડાને ખૂણે ખાટ ઢાળીને પોઢીએ
પારકાને ભીખવા ન જઈએ… હે…હો૦

કાચા સોના જેવી શ્યામલી આ ધરતીને
ભલી ભાત થકી ખેડ ખેડીએ,
આપણું તે દળદર ફિટાડીએ ને
બીજાને સામેથી મૂઠી ભરી દીજીએ… હે…હો૦