અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/લાડકડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢી લાડકડી! ચૂંદડીએ ધબકારા ઢાંક્યા {{space}}...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|લાડકડી|બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
પીઠી ચોળી લાડકડી!
પીઠી ચોળી લાડકડી!

Revision as of 11:38, 10 July 2021


લાડકડી

બાલમુકુન્દ દવે

પીઠી ચોળી લાડકડી!
ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા
                  — ન કરમાં કર સોંપ્યા લાડકડી!

મીઠી આવો લાડકડી!
કેમ કહું જાઓ લાડકડી?
તું શાની સાપનો ભારો?
                  — તું તુલસીનો ક્યારો લાડકડી!

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા :
                  એવી તારી માયા લાડકડી!

સોડમાં લીધાં લાડકડી!
આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
                  ને પારકાં કીધાં લાડકડી!

(કુન્તલ, પૃ. ૪)