મંગલમ્/પેલા રમકડે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:03, 30 January 2025
ચાલ્યા પૈદલ વિનોબા
પેલા રમકડે
પેલા રમકડે હો…ડાહ્યા ત્રણ વાંદરા,
બેઠા છે હારબંધ હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
એકે કર્યું છે બંધ મોઢું બે હાથથી;
ખોટું બોલાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
બીજે કરી છે બંધ આંખો બે હાથથી;
ખોટું જોવાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
ત્રીજે કર્યા છે બંધ કાન બે હાથથી;
ખોટું સુણાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
ગાંધી બાપુજીનું બોધક રમકડું;
‘પ્રેમલ’ ભુલાય ના હો…ડાહ્યા ત્રણ વાંદરા…પેલા૦
— પ્રેમલ