મંગલમ્/ચાલોને દોસ્ત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 11: Line 11:
હરણાં ને સસલાં શું જાશે દોટ દેતાં
હરણાં ને સસલાં શું જાશે દોટ દેતાં
વગડામાં વાઘ સિંહ જોશું છે કેવા
વગડામાં વાઘ સિંહ જોશું છે કેવા
પંખીની સાથ વળી રહેવાને… {{gap}}{{right|ચાલોને…}}
પંખીની સાથ વળી રહેવાને… {{gap|1em}}{{right|ચાલોને…}}


લાંબા લાંબા શું ભરશું સૌ ઠેકડા
લાંબા લાંબા શું ભરશું સૌ ઠેકડા

Revision as of 03:04, 30 January 2025

ચાલોને દોસ્ત

ચાલોને દોસ્ત સહુ ઘૂમવાને
ઘૂમવાને વન ભમવાને… ચાલોને…

રે’શું ને સૂશું ઝાડોનાં ઝુંડમાં
નાશું ને ધોશું ઝરણાં ને કુંડમાં
ખાટાં મીઠાં ફળ જમવાને… ચાલોને…

હરણાં ને સસલાં શું જાશે દોટ દેતાં
વગડામાં વાઘ સિંહ જોશું છે કેવા
પંખીની સાથ વળી રહેવાને… ચાલોને…

લાંબા લાંબા શું ભરશું સૌ ઠેકડા
ચડશું ઓળંગશું ખાડા ને ટેકરા
સંકટ પડે તોય ખમવાને… ચાલોને…