અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/અંજામ છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મેં તજી તારી તમમ્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારુ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અંજામ છે| મરીઝ}}
<poem>
<poem>
મેં તજી તારી તમમ્ના તેનો આ અંજામ છે,
મેં તજી તારી તમમ્ના તેનો આ અંજામ છે,

Revision as of 11:46, 10 July 2021


અંજામ છે

મરીઝ

મેં તજી તારી તમમ્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બેત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે?

એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે!

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુઃખતું હશે!
આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોંઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

(આગમન, પૃ. ૧૩૦)