અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/ઝાલાવાડી ધરતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ ઝાલાવાડી ધરતી! આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચો-ફરતી. અહીં...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઝાલાવાડી ધરતી|પ્રજારામ રાવળ}}
<poem>
<poem>
આ ઝાલાવાડી ધરતી!
આ ઝાલાવાડી ધરતી!

Revision as of 11:50, 10 July 2021


ઝાલાવાડી ધરતી

પ્રજારામ રાવળ

આ ઝાલાવાડી ધરતી!

આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચો-ફરતી.

અહીં ફૂલ કેવળ આવળનાં :
અહીં નીર અધિકાં મૃગજળનાં :

પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! — આ.

જોજનના જોજન લગ દેખો,
એક નહીં ડુંગરને પેખો :

વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથળ, ક્ષિતિજે ઢળતી! — આ.

આ તે કોઈ જનમ-વેરાગણ!
કે, કો ઉગ્ર તપંતી જોગણ!

સંન્યાસિની તણા નિર્મળ શુભ વેશે ઉર મુજ ભરતી! — આ.

(પદ્મા, પૃ. ૧૮)