અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/શિશિર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ખરખર ખરે પાનખર-પર્ણ ઝરમર ઝરે. શિશિરની શીત લહર જરી વાય, વૃક્ષની કા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|શિશિર|પ્રજારામ રાવળ}} | |||
<poem> | <poem> | ||
ખરખર ખરે | ખરખર ખરે |
Revision as of 11:51, 10 July 2021
શિશિર
પ્રજારામ રાવળ
ખરખર ખરે
પાનખર-પર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય,
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે!
પીત અતિ શુષ્ક
ખડખડે રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે.
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત
ઊઘડે તરુવર કેરી કાય
ચીવરે પીત ધરા ઢંકાય,
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન
પીત ચીવરમાં ધરતી મગ્ન
બેઉ તપ તપે
પંખી પંખીની સોડે લપે.
(પદ્મા, પૃ. ૪૧)