અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીનુ દેસાઈ/છોગાળો છેલ (મેં તો દીઠો' તો): Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મેં તો દીઠો’તો એક, સખી {{space}}છોગાળો છેલ : એને ફૂમત઼ડે બાંધ્યાં’તાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|છોગાળો છેલ (મેં તો દીઠો' તો)|મીનુ દેસાઈ}} | |||
<poem> | <poem> | ||
મેં તો દીઠો’તો એક, સખી | મેં તો દીઠો’તો એક, સખી |
Revision as of 11:55, 10 July 2021
છોગાળો છેલ (મેં તો દીઠો' તો)
મીનુ દેસાઈ
મેં તો દીઠો’તો એક, સખી
છોગાળો છેલ :
એને ફૂમત઼ડે બાંધ્યાં’તાં
મોર અને ઢેલ… મેં તો.
હોઠે હતી મોરલી ને આંખોમાં ઘેન હતું,
સામે નાનાં ઝરણાંનું ધીમું ધીમું વ્હેન હતું :
સ્વરના અનેકરંગી કરતો’તો ખેલ! … મેં તો.
ઝાંઝર ઠમક્યાં ને એણે મીટ માંડી પ્યારની,
એમાં બેઠી’તી તરસ વર્ષાની ધારની,
સ્વચ્છ એની આંખોમાં નિરખ્યો ન મેલ!… મેં તો.