સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કૃષ્ણલાલ શ્રીધરાણી/સ્વમાન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાનશો? વજ્ર સમું અણભેદ હૃદય આ,...") |
(No difference)
|
Latest revision as of 05:15, 28 May 2021
માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ, શર સૌ પાછાં પામશો…
રેતી કેરા રણ ઉપર ના બાંધ્યા મહેલ સ્વમાનના,
શ્રદ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના!…