કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૬. એક એવું ગામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. એક એવું ગામ|જયન્ત પાઠક}} <poem> એક એવું ગામ જ્યાં એક વાર હું ર...")
(No difference)

Revision as of 12:08, 10 July 2021

૨૬. એક એવું ગામ

જયન્ત પાઠક

એક એવું ગામ
જ્યાં એક વાર હું રહેતો હતો.

ઘરનાં નળિયાં સોનાનાં હતાં
વળીઓ રૂપાની હતી
થાંભલીઓ હરતીફરતી
મારી સાથે રમતી હતી;
લીપેલું આંગણું—તડકાનું તળાવ
ઓકળીઓની ચંચલ લહેરો
વૃક્ષઘટામાંથી ટહુકા ગરે
ચાંદની ફળિયામાં લીમડો ચીતરે
નદી એકલી એકલી હસે
દૂરના પ્હાડ વાદળાં શ્વસે
ઓટલે વૃદ્ધોની વાતો
ગડાકુના ઘેનમાં વાયરો ડોલતો જાતો
ઊંડી નેળે ગાડું જાય
સીમનું મઘમઘતું ફૂલ મેલી
ક્ષિતિજનું પાતળું વાંઘું ઓળંગી
આકાશના ચીલા વગરના માળમાં ધાય
ભૂગોળમાંથી ખગોળમાં—
એક વાર હું ત્યાં રહેતો હતો.

૮-૧૦-’૬૯

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)