બાળ કાવ્ય સંપદા/નીંદરાણી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 06:00, 16 February 2025

આવો ચાંદલિયા

લેખક : ધનસુખલાલ પારેખ
(1934)

રૂમઝૂમતી આવ,
થનગનતી આવ,
લપલપતી આવ,
કે નીંદર, ધીરે તે પગલે આવ !

ગીત ગાતી આવ,
હસતી રમતી આવ,
ફૂલડાં વેરતી આવ,
કે નીંદર, ધીરે તે પગલે આવ !

પા પા પગલી આવ,
ઝાંઝર પહેરી આવ,
પરી સંગાથે આવ,
કે નીંદર, ધીરે તે પગલે આવ !

ઓઢણી પહેરી આવે,
સમણું લેતી આવ,
સવારે ઊડી જાવ,
કે નીંદર, ધીરે તે પગલે આવ !