કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૩. બાનો ઓરડો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. બાનો ઓરડો|જયન્ત પાઠક}} <poem> જન્મતાંવેંત બાની છાતીએ, બાની પ...") |
(No difference)
|
Revision as of 08:04, 11 July 2021
૪૩. બાનો ઓરડો
જયન્ત પાઠક
જન્મતાંવેંત
બાની છાતીએ, બાની પથારીમાં;
ભાંખોડિયાં ભરીભરીને છેવટે
બાના ખોળામાં;
શેરીમાં રમી-રખડીને, છેવટે
બાના ખોળામાં;
સંસારમાં બા જ એક હાથવગી, પ્રેમવગી ત્યારે —
ને આજેઃ
બહારથી આંગણે આવીને
ઘરમાં જોઉં છું તો
બાનો ઓરડો કેટલો આઘો દેખાય છે!
પહોંચતાં કેટલી વાર થાય છે!
૨૮-૮-૧૯૮૪
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૪-૪૦૫)