બાળ કાવ્ય સંપદા/તડકો (૩): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
ડુંગર ઉપર ચડતો તડકો,
ડુંગર ઉપર ચડતો તડકો,
કેવું મીઠું હસતો તડકો ! ડુંગર ઉપર...
કેવું મીઠું હસતો તડકો !  
{{right|ડુંગર ઉપર...}}


પગ નહીં પાંખ નહીં,
પગ નહીં પાંખ નહીં,

Latest revision as of 01:32, 28 February 2025

તડકો...

લેખક : રવજી ગાબાણી
(1972)

ડુંગર ઉપર ચડતો તડકો,
કેવું મીઠું હસતો તડકો !
ડુંગર ઉપર...

પગ નહીં પાંખ નહીં,
જોવા એને આંખ નહીં;
ઊબડખાબડ રસ્તે જાતો,
તોય કદી ક્યાં પડતો તડકો !
ડુંગર ઉપર...

ધીમે ધીમે ઢાળ ચડતો,
ટોચે જઈ વિરમતો;
ઢાળ મળતાં જુઓ કેવો,
દોટ મૂકીને દડતો તડકો !
ડુંગર ઉપર...

ક્યારેક ઝાંખો ક્યારેક પાંખો,
ક્યારેક કૂણો ક્યારેક તીખો;
ક્યારેક લીલોછમ્મ ને વળી,
ક્યારેક સોનાવરણો તડકો !
ડુંગર ઉપર...

દિવસે ફરતો થઈને દાદો,
સાંજે રહેતો માંદો માંદો;
સમી સાંજમાં ઓગળી જાતો,
બપોરનો એ ભડકો તડકો !
ડુંગર ઉપર...