રામચન્દ્ર પટેલની કવિતા/ખેતરમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Revision as of 11:06, 2 March 2025
ઘરમાં
છજું ઝૂક્યું, નેવાં મનભર બન્યાં ને હું હળવે
કમાડો ઉઘાડી ઘરમહીં પ્રવેશુંઃ ઉંબરનો
હલ્યો ઘોડો જેના પરથી ઊતરી કોક કુંવરી,
અને મારો જાગ્યો નીરવ મનનો વૈભવ બધો...
ગમાણ્યુંના કાંઠે ધણ ઊઘડતું; ભાંભર ભલી
કરું ભેગી ત્યાં તો રણકી દૂધનું દેગડું ઝગ્યું;
થઈ ઊભી જોડી બળદ તણી; ઓગાઠ ખખડ્યું.
વળી ખપ્પો ઓતર હળ હળિયું ચાઓર ચવડાં
પણો ટૌક્યાં ત્યારે હરિત સીમ ફૂટી પ્રસરતી.
પટોળાનું ઓઠું ધરી સળગતો દીપ લઈને
જઈ ચાડે થાતી ગુમઃ ત્યહીં જ વંટોળ રણનો
મને ઘેરી લેતો તરસ્યું ઘર ફૂંકાય ઘડીમાં.
હવે અંધારામાં મૃગજળ થઈ ચાંદ સરતો
અને હું તો એને નીરખી નીરખી શ્વાસ ભરતો.