અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/એક વારનું ઘર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ આપણું એક વારનું ઘર : દિવાળીનાં કોડિયાં મૂકતા હતા તે આ કાળા કાળ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એક વારનું ઘર|જયન્ત પાઠક}}
<poem>
<poem>
આ આપણું એક વારનું ઘર :
આ આપણું એક વારનું ઘર :

Revision as of 07:26, 12 July 2021

એક વારનું ઘર

જયન્ત પાઠક

આ આપણું એક વારનું ઘર :
દિવાળીનાં કોડિયાં મૂકતા હતા
તે આ કાળા કાળા ગોખલા;
આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં;
આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં;
ઊભી ઊભી મૂગી મૂગી સળે છે
ઓસરીની ગાતી થાંભલીઓ
— આપણી હથેળીઓથી રાતી થાંભલીઓ —
બારણાને ટોલ્લે ચોંટાડેલી
હનુમાનજીની મળી
હવે ઘરમાં ભૂતને પેસતાં રોકી શકતી નથી,
બારસાખે બેસાડેલી પૂતળીઓ
આવ-જા કરતા વાયરાને ટોકી શકતી નથી;
કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;
— લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઈ છે,
બા એને અંધારામાં ખોળે છે —
દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો
પોપડે પોપડે ઊખડે છે;
અને આપણે?… આપણે પણ…

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)